Technology : ટેસ્લા બનાવવા જઇ રહી છે માનવ રોબોટ, એલન મસ્કે કરી જાહેરાત

|

Aug 20, 2021 | 12:58 PM

ટેસ્લા પોતાની ઇલેક્ટ્રીક કાર માટે જાણીતી કંપની છે. ટેસ્લાની ગાડીઓ એટલા માટે ખૂબ જાણીતી છે કે તેમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેને આજ સુધી કોઇએ જોઇ નહીં હોય.

Technology : ટેસ્લા બનાવવા જઇ રહી છે માનવ રોબોટ, એલન મસ્કે કરી જાહેરાત
Tesla is working on a human robot

Follow us on

રોબોટ (Robot) આધારિત ટેક્નોલોજી ગત કેટલાક વર્ષો દરમિયાન ખૂબ આગળ વધી ગઇ છે. જોકે હજી સુધી તે મેનસ્ટ્રીમ નથી બની શક્યુ તો પણ દુનિયાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે ઇલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાના (Tesla) સીઇઓ એલન મસ્કે (Elon Musk) જાહેરાત કરી છે તે તેમની કંપની માનવ રોબોટ પર કામ કરી રહી છે. રિપોર્ટ અનુસાર તેનું પ્રોટોટાઇપ આગામી વર્ષ સુધીમાં તૈયાર થઇ જશે.

આ રોબોટનું નામ ટેસ્લા બોટ હશે અને તેના માટે અલગ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મસ્કે જણાવ્યુ કે, કંપની અહીં ઓટોમેટેડ મશીન ટેસ્લાના અનુભવોનો ઉપયોગ કરશે. સાથે જ કંપની અહી તે હાર્ડવેર અને સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકે છે જે કંપની ઓટોપાયલટ ડ્રાઇવર આસિસ્ટન્ટ સોફ્ટવેરને પાવર આપે છે.

કંપનીની વેબસાઇટ પર ટેસ્લાએ જણાવ્યુ કે, તેનો આઇડિયા ઓટોમેશનના નેક્સ્ટ જનરેશનને ડેવલપ કરવાનો છે. કંપનીએ એ પણ જણાવ્યુ કે, તે ટેક્નિકલ, ઇલેક્ટ્રિકલ, કન્ટ્રોલ્સ અને સોફટવેર એન્જીનિયર્સને શોધી રહી છે જે એઆઇમાં એક્સપર્ટ હોય અને આ કામમાં મદદ કરી શકે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ટેસ્લા સીઇઓએ જણાવ્યુ કે, ટેસ્લા રોબોટ 5 ફૂટ અને 8 ઇંચ લાંબો હશે અને તેનું વજન 125 પાઉન્ડ હશે. તેના ચહેરા પર એક સ્ક્રિન હશે અને તે તમારી સાથે ખૂબ ફ્રેન્ડ્લી હશે. મસ્કે જણાવ્યુ કે ટેસ્લા આ રોબોટને મેકેનિકલ લેવલ પર તૈયાર કરવા જઇ રહી છે.

ટેસ્લા એઆઇ ડે કોન્ફરન્સ પર વાત કરતા મસ્કે જણાવ્યુ કે. હ્યૂમન રોબોટને બનાવવું એ ટેસ્લાનો આગામી લોજીકલ સ્ટેપ્સ હશે. રોબોટ અહી એ ટેક્નોલોજી અને ટૂલ્સનો ઉપયોગ કરશે જે ટેસ્લાની ગાડીઓમાં પહેલાથી જ છે. તેમાં સેન્સર્સ, કેમેરા, ન્યૂટ્રલ નેટવર્ક સિસ્ટમ સામેલ છે જેની મદદથી રોબોટ મૂવમેન્ટ કરશે.

જણાવી દઇએ કે ટેસ્લા પોતાની ઇલેક્ટ્રીક કાર માટે જાણીતી કંપની છે. ટેસ્લાની ગાડીઓ એટલા માટે ખૂબ જાણીતી છે કે તેમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેને આજ સુધી કોઇએ જોઇ નહીં હોય. તેવામાં રોબોટના સમાચાર સાંભળીને દુનિયાભરના લોકો ઉત્સાહિત છે.

આ પણ વાંચો –

PM Modi Inaugurates projects in Somnath LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સમુદ્ર દર્શન પથ સહિતના વિકાસ કામોનું કરશે વર્ચ્યુલ લોકાર્પણ

આ પણ વાંચો – 

Rocky Aur Rani Ki Prem Kahani: આલિયા અને રણવીરનો ધમાકેદાર અંદાજ, ફિલ્મના શૂટિંગનો વિડીયો આવ્યો સામે

આ પણ વાંચો –

Share Market : સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારની ઘટાડા સાથે શરૂઆત, જાણો પ્રારંભિક કારોબાર દરમ્યાન શેર્સમાં શું છે હલચલ

Next Article