AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Technology : Google Mapsમાં અચાનક જોવા મળી ગડબડ, કોઇને હિન્દી તો કોઇને ફારસી ભાષામાં સંભળાયા કમાન્ડ

જે વપરાશકર્તાએ આ વિશે ફરિયાદ કરી છે તેને ગૂગલ મેપ્સ ટ્વિટર એકાઉન્ટ તરફથી જવાબ મળ્યો છે કે તેની ટીમ એપમાંથી ટૂંક સમયમાં આ બગને ઠીક કરશે.

Technology : Google Mapsમાં અચાનક જોવા મળી ગડબડ, કોઇને હિન્દી તો કોઇને ફારસી ભાષામાં સંભળાયા કમાન્ડ
Sudden error in Google Maps, command heard in Hindi or Farsi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 8:58 AM
Share

Technology: આજના ટેક-પ્રભુત્વના સમયમાં, આપણા માટે બધું સરળ બનાવવા માટે એક મોબાઇલ એપ્લિકેશન છે. ગૂગલ મેપ્સ પણ એક એવી એપ છે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. તમારી નજીકની હોટલ, એટીએમ વગેરેથી લઈને કોઈપણ સ્થળે જવાના રસ્તા સુધી આ એપ પર આ બધી વસ્તુઓ સરળતાથી શોધી શકીએ છીએ.

માર્ગો વિશે જણાવવા માટે, આગળ ક્યાં જવું અથવા સીધું જવું, આ બધું આપણને સ્ટેપ બાય સ્ટેપ સૂચના સ્વરૂપે આપવામાં આવે છે.  પરંતુ તાજેતરમાં જ યૂઝર્સને આ નેવિગેશન સાઉન્ડમાં તફાવત જોવા મળ્યો જ્યાર બાદ લોકોનું કહેવું છે કે ગુગલ મેપ્સમાં ખામી સર્જાઇ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપનો ઉપયોગ કરતી વખતે, કેટલાક વપરાશકર્તાઓએ અચાનક એક અલગ અવાજમાં, એક અલગ સ્વરમાં સૂચનાઓ સાંભળવાનું શરૂ કર્યું, આ યૂઝર્સનું કહેવું છે કે તેમણે એપની કોઇ સેટિંગ્સમાં બદલાવ નથી કર્યો આમ છતાં કમાન્ડ અને અવાજમાં બદલાવ જોવા મળ્યો.

વપરાશકર્તાઓનું કહેવું છે કે નેવિગેશન આપતો અવાજ અચાનક એક અલગ અવાજમાં બદલાઈ જાય છે તો કેટલીક વાર મૂળ અવાજમાં બોલવાનું શરૂ કર્યું. જ્યારે કેટલાક વપરાશકર્તાઓ માટે આ અવાજ સ્ત્રીમાંથી પુરુષના અવાજમાં બદલાઈ ગયેલો સાંભળવા માળ્યો અને તેઓએ તેમાં ભારતીય ઉચ્ચારણ પણ સાંભળ્યુ, જ્યારે કેટલાક લોકોએ આ અવાજ ફારસી ભાષામાં સાંભળવાનું કહ્યુ.

વપરાશકર્તાઓ એપ્લિકેશન પર ડિફોલ્ટ નેવિગેશન સાઉન્ડને બિલકુલ બદલી શકતા નથી, જે તેમને પરેશાન કરે છે. આ સિવાય, એક વપરાશકર્તા એમ પણ કહે છે કે જો કે તેણે બધી રીતે સમાન અવાજ સાંભળ્યો હતો, પરંતુ અવાજ ચોક્કસ સૂચના માટે બદલાતો હતો.

ગૂગલે લોકોની આ સમસ્યાને સ્વીકારી લીધી છે અને એમ પણ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ તેનો ઉકેલ શોધી કાઢશે. જે વપરાશકર્તાએ આ વિશે ફરિયાદ કરી છે તેને ગૂગલ મેપ્સ ટ્વિટર એકાઉન્ટ તરફથી જવાબ મળ્યો છે કે તેની ટીમ એપમાંથી ટૂંક સમયમાં આ બગને ઠીક કરશે.

આ પણ વાંચો –

Kabul Drone Attack: પેન્ટાગોને પોતાની ભૂલ સ્વીકારી, માફી માંગી અને કહ્યું આતંકવાદીઓને બદલે 10 અફઘાન નાગરિકો મૃત્યુ પામ્યા

આ પણ વાંચો –

Corona Vaccine: કોવિશિલ્ડના ઉત્પાદનમાં થશે વધારો, સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓક્ટોબરથી દર મહિને 20 કરોડ ડોઝ કરશે તૈયાર

આ પણ વાંચો –

Petrol Diesel Price: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, સ્થાનિક ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે આ નિર્ણય લીધો

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">