Technology: ભારતમાં આવી ગયું હવે ઈલેકટ્રોનિક નાક ! સુંઘીને તરત આપશે ઝેરીલી ગેસની માહિતિ, જાણો આ ખાસ ટેકનોલાજી

|

Apr 15, 2021 | 6:03 PM

Technology: ભારતમાં દર વર્ષે સેપ્ટીક ટેન્કની સફાઈ કરવાવાળા કર્મીઓની મોતનો આંકડો સતત વધતો જાય છે. સપ્ટેમ્બર 2020માં નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીઝ (NCSK) તરફથી એક RTIમાં જવાબ આપવામાં આવ્યો હતો કે પાછલા 10 વર્ષમાં આ કામમાં લાગવામાં આવેલા 631 લોકોની મોત થઈ ગઈ છે.

Technology: ભારતમાં આવી ગયું હવે ઈલેકટ્રોનિક નાક ! સુંઘીને તરત આપશે ઝેરીલી ગેસની માહિતિ, જાણો આ ખાસ ટેકનોલાજી
Technology: ભારતમાં આવી ગયું હવે ઈલેકટ્રોનિક નાક !, સુંઘીને તરત આપશે ઝેરીલી ગેસની માહિતિ

Follow us on

Technology: ભારતમાં દર વર્ષે સેપ્ટીક ટેન્કની સફાઈ કરવાવાળા કર્મીઓની મોતનો આંકડો સતત વધતો જાય છે. સપ્ટેમ્બર 2020માં નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીઝ (NCSK) તરફથી એક RTIમાં જવાબ આપવામાં આવ્યો હતો કે પાછલા 10 વર્ષમાં આ કામમાં લાગવામાં આવેલા 631 લોકોની મોત થઈ ગઈ છે.

વર્ષ 2018માં જ્યાં 73 લોકોની જીંદગી ગઈ તો 2017માં 93 લોકોની મોત થી ગઈ. સીવર કે પછી સેપ્ટીક ટેન્કમાં ઉતરીને તેને સાફ કરવાનું કામ જોખમી છે. આવા સમયે અગર તેની અંદર રહેલા ઝેરીલા ગેસ વિષેની માહિતિ પહેલેથી મળી જાય તો સફાઈ કર્મીઓને મોટી મદદ મળી શકે તેમ છે. વૈજ્ઞાનિકોએ એટલે જ ખાસ ઈલેકટ્રોનિક નાક વિકસાવ્યું છે.

કેવી રીતે કામ કરશે આ નાક

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

દેશનાં વૈજ્ઞાનિકોએ બાયોડિગ્રેડેબલ પોલીમર અને મોનોમર વાળી એક ઈલેકટ્રોનિક નાક તૈયાર કરી છે. આ નાક કિચડ સહિત સિવર અને સેપ્ટીક ટેન્કમાં ઉત્પન્ન થનારી ઝેરીલી અને જ્વલનશીલ ગેસ હાઈડ્રોજન સલ્ફાઈડ(H2S)ની ભાળ મેળવી શકે છે. હાઈડ્રોજન સલ્ફાઈડ(H2S) ઓક્સીજનની ગેરહાજરીમાં કાર્બનિક પદાર્થનાં માઈક્રોબિયલ બ્રેકડાઉનનાં કારણે ઉત્પન્ન થતો એક ગેસ છે અને સીવર તેમજ કિચડ જેવા વિસ્તારોમાં તે આસાનીથી તેની પરખ કરી શકે છે.

કઈ રીતે તૈયાર થઈ ઈલેકટ્રોનિક નાક

ભારત તેમજ સાઉદીની યુનિવર્સીટીનાં સંયુક્ત સાહસમાં બાયોડિગ્રેડેબલ પોલીમર અને મોનોમર યુક્ત ઈલેકટ્રોનિક ઉપકરણની મદદથી આ તૈયાર કરવામાં આવ્યું છે. તેમની આ રિસર્ચની હાલમાંજ મટિરિયલ્સ હોરાઈઝન અને એડવાન્સ ઈલેકટ્રોનિક મટિરિયલ્સ નામની પત્રિકામાં પબ્લિશ પણ થઈ છે. આ સેન્સરમાં હેટરોસ્ટ્રક્ચર હોય છે, અને ઉપરની એક પરતમાં મોનોમર હોય છે.

હવે જોવાનું એ રહે છે કે ભારતમાં આવી રહેલા આ ઈલેકટ્રોનિક નાકની મદદથી કેટલા લોકોની અસલી જીંદગી બચાવી શકાય છે અને આ શોધ ખરેખર કેટલી મહત્વપૂર્ણ બની રહે છે તેના પર સૌ કોઈની નજર છે. કેમિકલ બેઝડ રિએક્શનને લઈ થતા પરિવર્તનને માપવામાં આ ઈલેકટ્રોનિક નાક ઘણું મહત્વનું કામ કરી શકે છે અને વૈજ્ઞાનિકોને પણ તેની પાસેથી ઘણી આશા છે.

Published On - 6:03 pm, Thu, 15 April 21

Next Article