Tech: તમારા મોબાઈલની બેટરીમાં આ ભૂલ કરવાથી થઇ શકે છે મોટું નુકસાન

|

Jun 06, 2021 | 2:36 PM

Tech : આપણે ઘણીવાર સમાચાર સાંભળતા હોઈએ છીએ કે, મોબાઈલ (Mobile)  બેટરી ફાટવાના બનાવમાં ધરખમ વધારો થયો છે. મોબાઈલની બેટરી ફાટવાનું કારણ એક એ પણ છે કે ડિવાઇસનો જરૂરતથી વધારે ઉપયોગ કરવો.

Tech: તમારા મોબાઈલની બેટરીમાં આ ભૂલ કરવાથી થઇ શકે છે મોટું નુકસાન
Tech: તમારા મોબાઈલની બેટરીમાં આ ભૂલ કરવાથી થઇ શકે છે મોટું નુકસાન

Follow us on

Tech : આપણે વાંચતા હોય છે કે, મોબાઈલ(Mobile)  બેટરી ફાટવાના બનાવમાં ધરખમ વધારો થયો છે. મોબાઈલની બેટરી ફાટવાનું કારણ એક એ પણ છે કે ડિવાઇસનો જરૂરતથી વધારે ઉપયોગ કરવો. ડિવાઇસનો વધારે ઉપયોગ કરવાથી બેટરીનો જલ્દી પૂર્ણ થઇ જાય છે અને તેને વારંવાર ચાર્જ કરવી પડે છે. ફોન ચાર્જ કરવાની સાથે આપણે ઘણી ભૂલો પણ કરતા હોય છે. જેનું ખરાબ પરિણામ આપણે ભોગવવું પડે છે. આપણે એવી ઘણી ભૂલ કરતા હોય છે જેનાથી ફોન બ્લાસ્ટ થાય છે અથવા તો ફોનની બેટરીની લાઈફ ઓછી થઇ જાય છે.

આવો જાણીએ શું હોય છે ભૂલ.
સ્માર્ટફોનને ક્યારે પણ ઓશિકા નીચે રાખીને સૂવું નહીં.મોબાઈલને ઓશિકા નીચે રાખવાથી મોબાઈલનું તાપમાન વધે છે અને બેટરી પર દબાણ આવે છે. જે બાદ મોબાઈલ ઓવરહિટીંગના કારણે બ્લાસ્ટ થવાનો ભય રહે છે. તેથી કયારે પણ ઓશિકા નીચે મોબાઇલ રાખવો નહીં.

મોબાઈલ બેટરીની લાઈફ સારી રાખવા કયારે પણ ડુપ્લીકેટ ચાર્જ અને ઍડપટરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ડુપ્લીકેટ ચાર્જ અને ઍડપટરનો ઉપયોગ કરવાથી ચાર્જિંગ પોઇન્ટ અને બેટરી લાઈફ ખરાબ થઇ શકે છે. જેથી ઓરીજનલ ચાર્જરનો ઉપયોગ જ કરવો જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ક્યારે પણ કાર ચાર્જરથી મોબાઈલ ચાર કરવો નથી. કાર ચાર્જરથી ફોન ચાર કરવાથી બેટરીની લાઈફ ઘટે છે. ફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરો.

જો તમારો મોબાઇલ ગરમ થવા લાગે છે તો તરત જ ફોનનો ઉપયોગ બંધ કરો. આ સ્માર્ટફોનને સામાન્ય તાપમાનમાં આવવા માટેનો સમય આપશે.
જ્યારે પણ તમે તમારા ફોનનું રીપેરીંગ કરાવો છો ત્યારે ક્યારેય ડુપ્લિકેટ રિપ્લેસમેન્ટ બેટરી ખરીદશો નહીં. ઓરીજનલ બેટરીને હંમેશાં પ્રાધાન્ય આપો અને ફક્ત તે જ ખરીદો.

કયારે પણ આખી રાત ફોનને ચાર્જમાં ના રાખો. આનાથી ફોન વધારે ગરમ થઈ શકે છે અને તેના બ્લાસ્ટ થવાનું જોખમ પણ વધી શકે છે.
સ્માર્ટફોનને ક્યારે પણ સીધા સૂર્યપ્રકાશમાં મૂકીને ચાર્જ કરશો નહીં. આ રીતે કરવાથી ફોન વધારે ગરમ થાય છે, જેનાથી વિસ્ફોટ થવાની સંભાવના વધારે છે.

તમારા મોબાઇલને રિપેર કરાવવા માટે કયારે પણ લોકલ રીપેર શોપમાં જશો નહીં. હંમેશા ઓથોરાઈઝડ સર્વિસ સેન્ટરને જ પ્રાથમિકતા આપો

Published On - 2:35 pm, Sun, 6 June 21

Next Article