સ્નેપચેટ યુઝર્સને લાગશે ઝટકો, આવી રહ્યો છે સબ્સ્ક્રિપ્શન પ્લાન, જાણો તેની કિંમત

|

Jun 19, 2022 | 4:41 PM

સ્નેપચેટનો (Snapchat) ઉપયોગ કરવા માટે 3700 રૂપિયા ચૂકવવા પડી શકે છે, સ્નેપચેટનો સબ્સ્ક્રિપ્શન પ્લાન આવી રહ્યો છે.

સ્નેપચેટ યુઝર્સને લાગશે ઝટકો, આવી રહ્યો છે સબ્સ્ક્રિપ્શન પ્લાન, જાણો તેની કિંમત
Snapchat

Follow us on

સ્નેપચેટ (Snapchat) યુઝર્સ માટે ખરાબ સમાચાર આવી ગયા છે, ટૂંક સમયમાં તમારે એપનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. રિપોર્ટ મુજબ આ એપ તેના સ્નેપચેટ પ્લસ (Snapchat+) નામના પેઇડ સબસ્ક્રિપ્શન માટે ટેસ્ટિંગ કરી રહી છે. સ્નેપચેટના પેઇડ સબ્સ્ક્રિપ્શન વિશે તે યુઝર્સને એપ્લિકેશન પર એનાઉન્સ કરાયેલી ફીચર્સ તેમજ અન્ય વસ્તુઓની વહેલી એક્સેસ આપશે. સ્નેપચેટ પ્લસના એક મહિનાના સબ્સ્ક્રિપ્શનની કિંમત 4.59 યુરો (અંદાજે રૂ. 370) થવાની શક્યતા છે, જ્યારે યુઝર્સ 24.99 યુરો (અંદાજે રૂ. 2,000)માં 6-મહિનાનો પ્લાન ખરીદી શકે છે. એક વર્ષનો સબ્સ્ક્રિપ્શન પ્લાન 45.99 યુરો (અંદાજે રૂ. 3,700) ની કિંમત હોય શકે છે તેવું કહેવાય છે.

સ્નેપચેટના પ્રવક્તા લિઝ માર્કમેને ધ વર્જને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે સ્નેપચેટ તેની પેઇડ સબ્સ્ક્રિપ્શન સેવા પર ઈન્ટરનલ કામ કરી રહ્યા છે. વેબસાઇટને આપેલા નિવેદનમાં માર્કમેને કહ્યું કે કંપની હાલમાં સ્નેપચેટ પ્લસના શરૂઆતની ટેસ્ટિંગમાં છે. અમે અમારા ગ્રાહકો સાથે એક્સક્લુસિવ, એક્સપેરિમેન્ટલ અને પ્રી-રિલીઝ ફિચર્સ શેર કરવાની અમારી કેપેસિટી વિશે એક્સાટેડ છીએ અને અમે અમારા યુઝર્સને કેવી રીતે બેસ્ટ સેવા આપી શકીએ તે વિશે વધુ જાણીએ છીએ, તેમ તેઓએ કહ્યું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પેમેન્ટ યુઝર્સના પ્લે સ્ટોર એકાઉન્ટ સાથે લિંક હશે

એપ્લિકેશન રિસર્ચર એલેસાન્ડ્રો પલુઝીએ ટ્વિટર પર સ્નેપચેટ પ્લસ માટે એક્સપેક્ટેડ સબ્સ્ક્રિપ્શન કોસ્ટ શેર કરી છે. ટ્વિટમાં હિન્ટ મુજબ સ્નેપચેટ પ્લસ એક મહિનાના સબ્સ્ક્રિપ્શનની કિંમત 4.59 યુરો (અંદાજે રૂ. 370) છે, જ્યારે 6-મહિનાના સબ્સ્ક્રિપ્શનની કિંમત 24.99 યુરો છે. વાર્ષિક સબ્સ્ક્રિપ્શન માટે વપરાશકર્તાઓને 45.99 યુરો (અંદાજે 3,750 રૂપિયા)નો ખર્ચ થશે.

આ સિવાય, કંપની પેઇડ સબસ્ક્રિપ્શન વધારવા માટે યુઝર્સને એક વિકની ફ્રી ટ્રાયલ ઓફર આપી શકે છે. પેમેન્ટ યુઝર્સના પ્લે સ્ટોર એકાઉન્ટ સાથે લિંક કરવામાં આવશે અને જ્યાં સુધી યુઝર્સ આ પ્લાન કેન્સલ નહિ કરે ત્યાં સુધી તે સિલેક્ટેડ પ્લાન ઓટો રિન્યુ થશે. સ્નેપચેટ પ્લસ યુઝર્સને કસ્ટમ સ્નેપચેટ આઈકોન અને સ્પેશિયલ બેજ ઓફર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, યુઝર્સને કોઈ પણ ફ્રેન્ડ સાથે ચેટ પિન કરવાનો ઓપ્સન મળશે. આ સિવાય એ પણ ખબર પડશે કે કેટલા ફ્રેન્ડસ્ તમારી સ્ટોરી ફરી જોઈ છે.

Next Article