Signal Appના ડાઉનલોડમાં જબરદસ્ત વધારો, એપ સ્ટોરના ચાર્ટમાં ખુલાસો

|

Jan 10, 2021 | 3:04 PM

વોટ્સએપએ જાહેર કરેલી  નવી પોલિસી અપડેટના પગલે હવે લોકો ધીરે ધીરે મેસેજિંગ એપ Signal App ને ડાઉનલોડ કરી રહ્યા છે. જેમાં પણ  શુકવારે ટેસ્લાના સીઇઓ એલન મસ્કે કરેલા ટ્વિટ બાદ  દુનિયાભરમા  Signal Appના ડાઉનલોડમા જબર જસ્ત વધારો થયો છે.

Signal Appના ડાઉનલોડમાં જબરદસ્ત વધારો, એપ સ્ટોરના ચાર્ટમાં ખુલાસો

Follow us on

વોટ્સએપએ જાહેર કરેલી  નવી પોલિસી અપડેટના પગલે હવે લોકો ધીરે ધીરે મેસેજિંગ એપ Signal App ને ડાઉનલોડ કરી રહ્યા છે. જેમાં પણ  શુકવારે ટેસ્લાના સીઇઓ એલન મસ્કે કરેલા ટ્વિટ બાદ  દુનિયાભરમા  Signal App ના ડાઉનલોડમા જબર જસ્ત વધારો થયો છે. જેના પગલે  Signal App એ પણ ટ્વિટ કરીને લોકોને કોડ મેળવવા પડી રહેલી મુશ્કેલી અંગે સ્પષ્ટતા પણ કરી હતી.

આ ઉપરાંત  Signal Appએ શનિવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એપલ એપ સ્ટોરના ચાર્ટ મુજબ ભારત, ઑસ્ટ્રિયા, ફ્રાંસ, ફિનલેન્ડ, જર્મની, હૉંગ કૉંગ અને સ્વીઝરલેન્ડ માં તેના ડાઉનલોડ વધ્યા છે.

સેન્સર ટાવર ફર્મના એનાલિસિસ મુજબ  ભારતમાં આ એપનું ડાઉનલોડ જાન્યુઆરી 1 થી 6 દરમ્યાન 79 ટકા સુધી ડિસેમ્બર 26 થી 31ની સરખામણીમા વધ્યું છે. Signal Appને  બ્રિએન એકટન મેનેજ કરે છે. તે વોટ્સએપના કો- ફાઉન્ડર હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઉલ્લેખનીય છે કે, Whatsapp આજ કાલ તેના નવા અપડેટ અને યુઝર્સ ડેટા ચોરીને સામે આવેલી વિગતો બાદ ચર્ચામા છે. જેમાં જો આપ 8 ફેબ્રુઆરી સુધી તેના અપડેટ ને સ્વીકાર નહિ કરો તો વોટસએપ એકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેવા સમયે આવો જાણીએ વોટ્સએપનો ઉપયોગ કેટલો ખતરનાક છે. તમે તમારા મોબાઇલમા વોટસએપ ઇન્સ્ટોલ કરો છો તેની સાથે જ વોટ્સએપ તમારા મોબાઇલમા રહેલી તમારી તમામ વિગતો એક્સેસ કરીને સ્ટોર કરી લે છે. વોટ્સએપ તમારા મોબાઇલમાંથી અનેક વિગતો એક્સેસ કરી લે છે.

Next Article