ફોન વેચતી વખતે ફક્ત ફેક્ટરી રિસેટ કરવાથી કામ નહી બને, આ વાતનું પણ રાખો ધ્યાન તો સેફ રહેશે ડેટા

|

Oct 01, 2021 | 2:31 PM

સામાન્ય રીતે આપણે જોયુ હશે કે લોકો ફોન વેચતી પહેલા તેને ફેક્ટરી રિસેટ કરે છે. પરંતુ ખાલી ફેક્ટરી રિસેટ કરવાથી તમારો ડેટા બચી નહી શકે. આ સાથે તમે મેમરી કાર્ડ કાઢવાનું ન ભુલતા.

ફોન વેચતી વખતે ફક્ત ફેક્ટરી રિસેટ કરવાથી કામ નહી બને, આ વાતનું પણ રાખો ધ્યાન તો સેફ રહેશે ડેટા
Keep these points in mind along with performing factory reset

Follow us on

આજના સમયમાં યુવાનોમાં સ્માર્ટ ફોનનો ઘણો ક્રેઝ જોવા મળે છે. બજારમાં બધા જ પ્રકારના સ્માર્ટ ફોન મળે છે અને કંપનીઓ તેને સતત અપડેટ પણ કરતી રહે છે. બજારમાં લગભગ રોજ એક નવો સ્માર્ટ ફોન લોન્ચ થાય છે અને આજ કારણ છે કે અમુક લોકો પોતાના સ્માર્ટ ફોનને બદલતા રહે છે. પોતાનો જુનો ફોન વેચીને નવો ખરીદતા રહે છે. સામાન્ય રીતે આપણે જોયુ હશે કે લોકો ફોન વેચતી પહેલા તેને ફેક્ટરી રિસેટ કરે છે. પરંતુ ખાલી ફેક્ટરી રિસેટ કરવાથી તમારો ડેટા બચી નહી શકે. આ સાથે તમે મેમરી કાર્ડ કાઢવાનું ન ભુલતા. આ સાથે જ કેટલીક બાબતો છે જેને તમારે ધ્યાનમાં રાખવી જોઇએ.

તમે તમારા બધા જરૂરી ડેટા જેમ કે કોન્ટેક્ટ લીસ્ટ, ફોટોઝ, વીડિયોઝ, વ્યક્તિગત ચેટ્સ, દસ્તાવેજો અને અન્ય ડેટાને નવા ફોનમાં ટ્રાંસફર કરીને, બધું રીસેટ કરતા પહેલા અને પછી અને ફોન કોઇને આપતા પહેલા ચેક કરો કે તમે તમારા તમામ પ્રાઇવેટ એકાઉન્ટમાંથી લોગ આઉટ થઇ ગયા છો.

જો તમે યોગ્ય રીતે લોગ આઉટ કરવામાં અને તમારા ફોનને રીસેટ કરવામાં નિષ્ફળ રહો છો, તો તમે નવા ઇનકમિંગ મેસેજ ગુમાવી શકો છો અને એન્ડ્રોઇડ ફોન પર ફેક્ટરી-રીસેટ પ્રોટેક્શન ડિવાઇસ સાફ થયા પછી પણ ખરીદદાર તેને અનલોક કરી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સૌ પ્રથમ તમારે મેન્યુઅલી એ દરેક એકાઉન્ટમાંથી લોગઆઉટ થવુ પડશે જેમાં તમે સાઇન ઇન થયા હશો. જેમકે વોટ્સએપ, ટ્વીટર, એમએસ ઓફિસ. આ માટે તમે સેટિંગ્સમાં જઇને એકાઉન્ટ્સ પર ક્લિક કરીને એક એક એકાઉન્ટમાંથી લોગ આઉટ થઇ શકો છો. ગુગલ એકાઉન્ટને સાઇન આઉટ કરવાથી તમામ એકાઉન્ટમાંથી લોગ આઉટ થઇ જશો.

ફેક્ટરી રિસેટ કઇ રીતે કરવો

આ પ્રોસેસ કરવા પહેલા ફોનમાંથી MicroSD card અને SIM card કાઢી નાખો.

1. સેટિંગ્સમાં જાઓ.
2. રિસેટના ઓપ્શનમાં જઇને ‘Factory Data Reset’ પર ક્લિક કરો.
3. હવે રિસેટ કરવા પરમિશન આપો અને ફોનને સાઇડ પર મૂકી દો જ્યાર સુધી તે રિસ્ટાર્ટ ન થાય.
4. આ પ્રોસેસ પૂર્ણ થઇ ગયા પછી એન્ડ્રોઇડની વેલકમ સ્ક્રિન દેખાશે.
5. બસ હવે નવા યૂઝર્સ તેમાં ફરીથી તેમના એકાઉન્ટસમાં લોગીન કરી શક્શે.

આ પણ વાંચો –

ઐસા કોન કરતા હૈ ? ઇડલીને આપ્યું આઇસક્રિમનું રૂપ, વાયરલ તસવીર જોઇ લોકોએ પુછ્યુ ઇડલી છે કે કુલ્ફી ?

આ પણ વાંચો –

Indian Air Force: સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે નવા વાયુસેના પ્રમુખની ‘યોજના’ શું છે, કહ્યું આ રીતે આપણે કોઈ પણ યુદ્ધ માટે તૈયાર રહી શકીએ છીએ

Next Article