AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanchar Saathi App : Apple કે Android Smartphone પર ઓરિજનલ વર્ઝન કેવી રીતે ઇન્સ્ટોલ કરવું ? દરેક યુઝરે આ સ્ટેપ્સ ધ્યાનમાં રાખવા

ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે (DoT) એક નવો નિયમ બહાર પાડ્યો છે. હવે દેશમાં બનતા તમામ નવા મોબાઇલ ફોનમાં "Sanchar Saathi App" પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હશે. એવામાં સવાલ એ છે કે, આ અસલી છે કે નકલી, તે કેવી રીતે ચેક કરવું?

Sanchar Saathi App : Apple કે Android Smartphone પર ઓરિજનલ વર્ઝન કેવી રીતે ઇન્સ્ટોલ કરવું ? દરેક યુઝરે આ સ્ટેપ્સ ધ્યાનમાં રાખવા
| Updated on: Dec 03, 2025 | 6:27 PM
Share

ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે (DoT) એક નવો નિયમ બહાર પાડ્યો છે. હવે દેશમાં બનતા તમામ નવા મોબાઇલ ફોનમાં “Sanchar Saathi App” પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હશે. મોબાઇલ કંપનીઓએ 90 દિવસની અંદર આ કામ પૂર્ણ કરવું જરૂરી છે.

App નહીં હોય, તો થશે ‘કડક કાર્યવાહી’

આ App મોબાઇલ ફોન ‘અસલી છે કે નકલી’, તે ઓળખવામાં મદદ કરે છે. જો કોઈ મોબાઇલ કંપની આ એપ પહેલેથી ઇન્સ્ટોલ ન કરે, તો સરકાર તેની સામે ટેલિકોમ એક્ટ 2023 અને સાયબર સુરક્ષા નિયમો 2024 હેઠળ કડક કાર્યવાહી કરી શકે છે.

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, Sanchar Saathi App ડાઉનલોડ કરવી ફરજિયાત નથી. તેમણે કહ્યું કે, આ એપ કોઈની જાસૂસી કરશે નહીં. આ એપ લોકોને મદદ કરવા માટે છે. આનો ઉપયોગ કરીને દરેક વ્યક્તિ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.

ટેલિકોમ મંત્રીએ સ્પષ્ટતા કરી

સિંધિયાએ એમ પણ કહ્યું કે, જ્યારે તમે નવો મોબાઇલ ફોન ખરીદો છો, ત્યારે તમે આ એપનો ઉપયોગ કરીને તપાસ કરી શકો છો કે, તમારો ફોન અસલી છે કે તેનો IMEI નંબર નકલી છે.

વધુમાં જ્યારે જાસૂસી અંગે પ્રશ્નો ઉભા થયા, ત્યારે સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, આમાં કોઈ કોલ મોનિટરિંગ નથી. જો તમે ઇચ્છો તો તેને એક્ટિવેટ કરો; જો તમે ઇચ્છો તો, તેને એક્ટિવેટ ન કરો.

આ App ને જો તમે ડિલીટ કરવા માંગતા હોવ, તો તેને ડિલીટ પણ કરી શકો છો. સાયબર છેતરપિંડીના સતત વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશનને બધા નવા મોડેલ પર પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સંચાર સાથી એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

  1. Google Play Store ખોલો.
  2. ઉપર સર્ચ બારમાં Sanchaar Saathi App ટાઈપ કરો.
  3. ડેવલપરના નામમાં “DoT, Government of India” શોધો. (આ અસલી અને યોગ્ય વર્ઝન છે.)
  4. હવે જ્યારે એપ ખુલે છે, ત્યારે Install બટન દબાવો.
  5. ઇન્સ્ટોલેશન થઈ જાય ત્યારબાદ Open બટન દબાવો.

iPhone અથવા iPad પર Sanchaar Saathi એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી?

  • સર્ચ બારમાં ટાઇપ કરો: Sanchaar Saathi
  • ડેવલપર/Publisher ના રૂપમાં Government of India / DoT દેખાવું જોઈએ
  • Get પર ટેપ કરો
  • Face ID / Apple ID પાસવર્ડથી કન્ફર્મ કરો
  • ઇન્સ્ટોલ થયા પછી Open દબાવો

સાચા વર્ઝનને ઓળખવાની રીત

  1. ડેવલપર એપ્લિકેશન નામ હેઠળ: DoT / Department of Telecommunications / Govt. of India
  2. એપ આઇકોન સરકારી સ્ટાઇલમાં વાદળી/સફેદ થીમમાં છે
  3. નાની સાઇઝ (લગભગ 20-30 MB)
  4. રેટિંગ્સ અને ડાઉનલોડ્સ વધારે હશે

સંચાર સાથી એપ કેવી રીતે કામ કરે છે?

આ એપ તમારા ફોનના IMEI નંબર, મોબાઇલ નંબર અને નેટવર્ક માહિતીનો ઉપયોગ કરીને તમારી સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આમાં જ્યારે તમે એપ ખોલો છો, ત્યારે તે પહેલા તમારો મોબાઇલ નંબર માંગે છે.

નંબર દાખલ કર્યા પછી તમારા ફોન પર એક OTP મોકલવામાં આવે છે, જે તમારા ફોનને એપ સાથે જોડે છે. ત્યારબાદ એપ તમારા ફોનના IMEI નંબરને ઓળખે છે. તે IMEI નંબરને DoTની સેન્ટ્રલ CEIR સિસ્ટમ સાથે મેચ કરે છે અને તપાસ કરે છે કે, ફોન કાયદેસર છે, ચોરાયેલ છે કે બ્લેકલિસ્ટેડ છે.

આ પણ વાંચો: સંચાર સાથી એપે તોડ્યો રેકોર્ડ ! 24 કલાકમાં ડાઉનલોડ 10 ગણુ વધ્યું

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">