RBI એ કરોડો પ્રી-પેઇડ ફોન ધારકોને આપી રાહત! આ રીતે સરળતાથી થઈ શકશે મોબાઇલ રિચાર્જ

|

Jun 15, 2021 | 6:11 PM

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કહ્યું હતું કે, ભારત બિલ ચુકવણી સિસ્ટમ (BBPS) ના અવકાશને વિસ્તૃત કરતા તેમાં બિલર તરીકે મોબાઇલ પ્રી-પેઇડ રિચાર્જની સુવિધા પણ ઉમેરવામાં આવશે.

RBI એ કરોડો પ્રી-પેઇડ ફોન ધારકોને આપી રાહત! આ રીતે સરળતાથી થઈ શકશે મોબાઇલ રિચાર્જ
સાયબર ક્રિમિનલ ગ્રાહકોને ખોટા SMS મોકલી રહ્યા છે

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કહ્યું હતું કે, ભારત બિલ ચુકવણી સિસ્ટમ (BBPS) ના અવકાશને વિસ્તૃત કરતા તેમાં બિલર તરીકે મોબાઇલ પ્રી-પેઇડ રિચાર્જની (Mobile prepaid recharge) સુવિધા પણ ઉમેરવામાં આવશે. તેનાથે દેશમાં પ્રિ-પેઇડ ફોન સર્વિસના કરોડો યુઝર્સને મદદ મળશે.

સપ્ટેમ્બર 2019 માં BBPS ના કાર્યક્ષેત્ર અને અવકાશને વિસ્તૃત કરવા, તેના ભાગ રૂપે પાત્ર સહભાગીઓ તરીકે (મોબાઇલ પ્રીપેઇડ રિચાર્જ સિવાય) તમામ કેટેગરીના બિલર્સ ઉમેરવામાં આવ્યા હતા.

પહેલાં શું નિયમ હતો?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પહેલા BBPS દ્વારા બીલ ભરવાની સુવિધા ફક્ત પાંચ સેગમેન્ટમાં ઉપલબ્ધ હતી. જેમાં ડાયરેક્ટ ટુ હોમ (DTH), વીજળી, ગેસ, ટેલિકોમ અને પાણીનો સમાવેશ થાય છે. એક પરિપત્રમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, વિવિધ બિલર કેટેગરીમાં નિયમિત વધારા સાથે મોબાઇલ પ્રી-પેઇડ ગ્રાહકોને રિચાર્જ માટે વધુ વિકલ્પો પ્રદાન કરવાના વિચાર સાથે, BBPS ની બિલર કેટેગરીમાં ‘મોબાઇલ પ્રીપેઇડ રીચાર્જ’ નો સમાવેશ કરવામાં આવશે.

પ્રીપેઇડ ફોન સેવાના 110 કરોડ યુઝર્સ

ભારતમાં ડિસેમ્બર 2020 સુધીમાં પ્રિપેઇડ ફોન સેવાના 110 કરોડ યુઝર્સ હતા. રિઝર્વ બેંકે કહ્યું કે તેનો અમલ 31 ઓગસ્ટ અથવા તે પહેલાં કરવામાં આવશે. BBPS એ બિલ ચુકવણીની એકીકૃત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઇન તેમજ એજન્ટોના નેટવર્ક દ્વારા ઓફલાઇન બિલ ચુકવણીની સેવા પ્રદાન કરે છે. BBPS એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) હેઠળ કાર્ય કરે છે.

Next Article