Tech Tips : ફોન નંબર અને ઈમેલ વિના પણ Reset કરી શકાય છે Gmail Password, અપનાવો આ સરળ રીત

|

Jun 22, 2022 | 2:01 PM

એવું બનવું સામાન્ય છે કે આપણે જીમેલ(Gmail) એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ. આજના ટેકનોલોજીના યુગમાં દરેક વસ્તુનો હિસાબ અને પાસવર્ડ રાખવા પડે છે. તેથી દરેકના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ કામ છે.

Tech Tips : ફોન નંબર અને ઈમેલ વિના પણ Reset કરી શકાય છે Gmail Password, અપનાવો આ સરળ રીત
Gmail
Image Credit source: File Photo

Follow us on

આ દિવસોમાં મોટાભાગના લોકો માટે Gmail એ એક આવશ્યક એપ્લિકેશન છે. જીમેલ(Gmail)એ ખાસ કરીને એન્ડ્રોઇડ (Android)યુઝર્સ માટે જરૂરી છે, કારણ કે દરેકને એન્ડ્રોઇડ ફોન વાપરવા માટે જીમેલની જરૂર હોય છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે જીમેલ વગર એન્ડ્રોઇડ ફોન ચાલી શકતા નથી. પરંતુ કલ્પના કરો કે તમે તેનો પાસવર્ડ ભૂલી ગયા છો. એવું બનવું સામાન્ય છે કે આપણે એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જઈએ છીએ. આજના ટેકનોલોજીના યુગમાં દરેક વસ્તુનો હિસાબ અને પાસવર્ડ રાખવા પડે છે. તેથી દરેકના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ કામ છે.

તેથી જો તમે ક્યારેય તમારો Gmail પાસવર્ડ ભૂલી જાઓ છો, તો તેને ફોન અથવા ઇમેઇલ દ્વારા પુનઃપ્રાપ્ત કરો છો, પરંતુ વિચારો કે તમે તમારો ફોન અથવા ઇમેઇલ દાખલ કર્યો જ નથી તો? જણાવી દઈએ કે તમારે આ અંગે પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે ઈમેલ અને પાસવર્ડ વગર તમારા જીમેલ એકાઉન્ટનો પાસવર્ડ રીસેટ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

  1. એકાઉન્ટ રિકવર કરવા માટે, તમારે પહેલા Google રિકવર પેજ પર જવું પડશે. તેના માટે તમે અહીં ક્લિક કરી શકો છો.
  2. આ પછી તમારે તમારું જીમેલ આઈડી અહીં એન્ટર કરવાનું રહેશે અને પછી નેક્સ્ટનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  3. અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
    કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
    ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
    ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
    બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
    અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
  4. હવે તમે સ્ક્રીન પર ત્રણ વિકલ્પો જોશો, જ્યાં ‘Enter your password’, ‘ Get verification on mail on recovery’ અને ‘Try another way to sign in’ દેખાશે.
  5. અહીં તમારે Try Other Way નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  6. આ પછી તમારા એકાઉન્ટ પર એક નોટિફિકેશન આવશે, જ્યાં તમારે Yes નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  7. જો તમે તમારો મોબાઈલ નંબર એડ કર્યો છે, તો તમારે સેન્ડ પર ક્લિક કરવું પડશે, નહીં તો તમારે Try Other Way ના વિકલ્પ પર જવું પડશે.
  8. 72 કલાક પછી તમને ફરીથી પાસવર્ડ સેટ કરવાની લિંક મળશે. આ લિંકની મદદથી તમે તમારો પાસવર્ડ બદલી શકો છો.

મહત્વની વાતઃ- જણાવી દઈએ કે એકાઉન્ટ તમારું છે કે નહીં તે જાણવા માટે ગૂગલને ત્રણ દિવસનો સમય લાગે છે. આ પદ્ધતિ ફક્ત ત્યારે જ કાર્ય કરે છે જો તમે સમાન Gmail ID સાથે અન્ય ઉપકરણ પર લોગ ઇન કર્યું હોય.

Next Article