IMEI નંબર રજીસ્ટર કરાવવો શા માટે છે જરૂરી? મોબાઈલ ચોરી સામે સરકારનું આ છે મોટું પગલું

|

Sep 28, 2022 | 4:35 PM

ટેલિકોમ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઉત્પાદિત કરવામાં આવનાર દરેક ઉપકરણનો IMEI નંબર ભારતના ટેલિકોમ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોર્ટલ Indian Counterfeited Device Restriction પર રજીસ્ટર કરાવવો પડશે.

IMEI નંબર રજીસ્ટર કરાવવો શા માટે છે જરૂરી?  મોબાઈલ ચોરી સામે સરકારનું આ છે મોટું પગલું
બ્રાઈટનેસને વધારે રાખવાનો કોઈ મતલબ નથી. આના કારણે સ્માર્ટફોનમાં કેટલાક મોટા નુકસાન થઈ શકે છે, જેના માટે તમારે તેને રિપેર કરાવવા માટે ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. ઉપરાંત, વધુ પડતી બ્રાઈટનેસ હંમેશા તમારી આંખોને નુકસાન પહોંચાડે છે.
Image Credit source: File Photo

Follow us on

ભારત સરકારના ટેલિકોમ વિભાગે સ્માર્ટફોન (Smartphone)અને તેની ચોરીની ઘટનાઓને રોકવા માટે એક નવું પગલું ભર્યું છે. હકીકતમાં, ટેલિકોમ વિભાગે એક મોટું પગલું ભરતાં કહ્યું છે કે હવે મોબાઈલ ઉત્પાદકોને ભારતમાં ઉત્પાદિત દરેક ઉપકરણનો ઈન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન (IMEI) નંબર રજીસ્ટર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશની બહાર તૈયાર ફોનને આયાત કરતા પહેલા તેના IMEI નંબરની માહિતી શેર કરવાની રહેશે.

ટેલિકોમ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઉત્પાદિત કરવામાં આવનાર દરેક ઉપકરણનો IMEI નંબર ભારતના ટેલિકોમ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોર્ટલ Indian Counterfeited Device Restriction પર રજીસ્ટર કરાવવો પડશે. આ સાથે, વેચાણની પ્રથમ માહિતી પણ શેર કરવાની રહેશે.

ચોરાયેલા અને ખોવાયેલા ફોનને બ્લોક કરવામાં આવશે

આ નોટિફિકેશનને મોબાઈલ ડિવાઈસ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (એમેન્ડમેન્ટ) નિયમ, 2022ના પ્રિવેન્શન ઓફ ટેમ્પરિંગ (Prevention of Tampering) હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં, પોર્ટલ પર માત્ર ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને બ્લોક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ છે હેતુ

ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક કરવા અને ટ્રેક કરવા માટે સરકારે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) પ્રોજેક્ટ શરૂ કર્યો છે. Indian Counterfeited Device Restrictionની મદદથી મોબાઈલની ચોરી અને તેમના સંદેશાવ્યવહારને રોકવાનો છે.

સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પ્રોજેક્ટનો હેતુ

સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પ્રોજેક્ટ (CEIR)નો ઉદ્દેશ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને લગતી ફરિયાદોને હલ કરવાનો છે. આ સાથે નકલી ઉપકરણોને લગતી સમસ્યાઓનો પણ ઉકેલ લાવવાનો છે. એટલું જ નહીં, નવા ઈમ્પોર્ટેડ ડિવાઈસની IMEI ડિટેલ્સ પણ રજીસ્ટર કરવાની રહેશે.

ઘણા ચોરાયેલા અને ખોવાયેલા ફોન મળ્યા નથી

આપને જણાવી દઈએ કે ભારતમાં એન્ડ્રોઈડ ઓએસ પર ચાલતો ફોન ચોરાઈ કે ખોવાઈ ગયા પછી મળવાની શક્યતાઓ લગભગ ના બરાબર છે. આ સમસ્યા સામાન્ય માણસની છે, જેનો મોબાઈલ મેટ્રો, ટ્રેન અને બસ વગેરેમાં ખોવાઈ જાય છે.

Next Article