વોટ્સએપ લાવી રહ્યું છે જોરદાર ફીચર, ચેટ સાથે કરી શકશો આ ખાસ કામ

|

Jan 01, 2023 | 9:45 PM

આ ફીચર ડેસ્કટોપ બીટા વર્ઝન માટે બહાર પાડી શકે છે. અત્યાર સુધી ડેસ્કટોપ પર ક્રિયા-પ્રતિક્રિયા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. જોકે, આવનારા ફીચરથી વોટ્સએપ તેને સરળ બનાવશે.

વોટ્સએપ લાવી રહ્યું છે જોરદાર ફીચર, ચેટ સાથે કરી શકશો આ ખાસ કામ
WhatsApp Desktop
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપ ઇન્સ્ટન્ટ મેસેજિંગનો ઉપયોગ આજે દરેક વર્ગ ઉંમરના લોકો કરી રહ્યા છે ત્યારે વોટ્સએપ વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે નવા નવા ફીચર લાવતું રહે છે. રિપોર્ટ્સ અનુસાર, કંપની ડેસ્કટોપ યુઝર્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહી છે. આવનારા ફીચર્સ સાથે, વપરાશકર્તાઓ ડેસ્કટોપ પર એકસાથે ઘણા ચેટ્સ પસંદ કરી શકશે. હાલમાં, આ ફીચર ડેસ્કટોપ બીટા વર્ઝન માટે બહાર પાડી શકે છે. અત્યાર સુધી ડેસ્કટોપ પર ક્રિયા-પ્રતિક્રિયા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. જોકે, આવનારા ફીચરથી વોટ્સએપ તેને સરળ બનાવશે.

આવનાર ફીચર વોટ્સએપ ડેસ્કટોપનો ઉપયોગ કરતા યુઝર્સના અનુભવને બદલી નાખશે. વોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટ્સને ટ્રેક કરતા પોર્ટલ Wabitinfoના જણાવ્યા અનુસાર નવા ફીચરમાં યુઝર્સને ‘સિલેક્ટ ચેટ્સ’ વિકલ્પ મળશે. નવા ફીચરની રજૂઆત બાદ આ વિકલ્પ ચેટ મેનુમાં દેખાશે. તેની મદદથી, યુઝર્સ ઘણી ચેટ્સ પસંદ કરી શકે છે અને તેને એકસાથે મ્યૂટ કરી શકે છે અથવા આ ચેટ્સને વાંચેલી અથવા ન વાંચેલી તરીકે માર્ક કરી શકે છે.

ઘણા ચેટ કરો સિલેક્ટ

વોટ્સએપ ડેસ્કટોપ પર એકસાથે અનેક ચેટ પસંદ કરવાના ફીચર પર હાલમાં કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં આ ફીચરને વોટ્સએપ ડેસ્કટોપ બીટા વર્ઝન માટે ભાવિ અપડેટ તરીકે રજૂ કરવામાં આવી શકે છે. બીટા અપડેટ પછી, આ ફીચર સામાન્ય વોટ્સએપ ડેસ્કટોપ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવી શકે છે. જોકે, આ ફીચર ક્યારે બહાર પાડવામાં આવશે તે અંગેની નક્કર માહિતી મળી નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાંચ ચેટ થશે પિન

વોટ્સએપ યુઝર્સ ટૂંક સમયમાં પાંચ ચેટ્સ પિન કરી શકશે. અત્યાર સુધીમાં, મેટા-માલિકીનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને ત્રણ ચેટ સુધી પિન કરવાની મંજૂરી આપે છે. જો કે, Wabitinfo અનુસાર, આને વધારીને પાંચ ચેટ કરી શકાય છે. આ રીતે યુઝર્સ માટે ચેટ મેનેજ કરવાનું સરળ બનશે. તેઓ પિન કરી શકશે અને પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ ચેટ્સને ટોચ પર રાખી શકશે.

ભારતના ખોટા નકશા માટે માફી માગી

નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે, વોટ્સએપે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં જમ્મુ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોને ભારતના નકશાથી અલગ બતાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપની ભૂલ પકડી અને તેને વહેલી તકે સુધારવા માટે કહ્યું છે. રાજ્યમંત્રીના ટ્વીટ બાદ વોટ્સએપે માફી માંગી અને વાંધાજનક ટ્વીટ હટાવી દીધી.

Next Article