Tech Tips: WhatsApp માં કરો માત્ર આ એક Setting જે બચાવશે તમારા મોબાઈલનો ડેટા અને સ્ટોરેજ

|

Jul 06, 2022 | 12:37 PM

આપણામાંથી ઘણા વિચારે છે કે સ્ટોરેજ (Storage) કેવી રીતે ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, કારણ કે તમે ન તો વધુ ફોટા ક્લિક કર્યા હોય છે અને ન તો કોઈ મૂવી ડાઉનલોડ કરી રહ્યા છો. એટલું જ નહીં સ્ટોરેજની સાથે ફોનનો ડેટા પણ ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાય છે.

Tech Tips: WhatsApp માં કરો માત્ર આ એક Setting જે બચાવશે તમારા મોબાઈલનો ડેટા અને સ્ટોરેજ
WhatsApp
Image Credit source: Google

Follow us on

આજે મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોન છે અને લોકો પોતાના ફોનમાં વોટ્સઅપ(WhatsApp) યુઝ કરે છે. ત્યારે ફોનનો ઉપયોગ કરતી વખતે, તેનું સ્ટોરેજ (Storage)ભરાઈ જવાનો ડર હંમેશા રહે છે. જ્યારે સ્ટોરેજ ફુલ થઈ જાય છે ત્યારે ફોનની સ્પીડ પણ ઘણી ધીમી થઈ જાય છે. આપણામાંના ઘણા વિચારે છે કે સ્ટોરેજ કેવી રીતે ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે, કારણ કે તમે ન તો વધુ ફોટા ક્લિક કર્યા હોય છે અને ન તો કોઈ મૂવી ડાઉનલોડ કરી રહ્યા છો. એટલું જ નહીં સ્ટોરેજની સાથે ફોનનો ડેટા પણ ખૂબ જ ઝડપથી ખતમ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે, અને તમે એવો રસ્તો શોધી રહ્યા છો કે જેનાથી ફોનનો ડેટા અને સ્ટોરેજ બંને સેવ થઈ શકે, તો તમને જણાવી દઈએ કે આ કામ WhatsApp દ્વારા કરી શકાય છે.

સામાન્ય રીતે આપણું ધ્યાન વોટ્સએપ તરફ જતું નથી કે તેના દ્વારા પણ ફોનમાં સ્ટોરેજ ભરાઈ જાય છે અને ડેટા ખતમ થઈ જાય છે. સામાન્ય રીતે, WhatsApp તેને મેળવેલા તમામ ફોટા અને વીડિયો ડાઉનલોડ કરે છે અને તેને ફોનની ગેલેરીમાં સેવ કરે છે. તે ફક્ત તમારા ડેટાનો વપરાશ જ નથી કરતી પણ તમારા ફોનના સ્ટોરેજને પણ ભરી દે છે, જેનાથી તમારો ફોન સ્ટોરેજ ઘટે છે. તો આવી સ્થિતિમાં અમે તમને એક એવા સેટિંગ વિશે જણાવી રહ્યા છીએ, જેને બદલીને યુઝર્સ ફોનના સ્ટોરેજને બચાવી શકે છે અને ડેટાનો વપરાશ પણ ઘટાડી શકે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

વોટ્સએપ પર ઓટો ડાઉનલોડ કેવી રીતે બંધ કરવું

  1. વોટ્સએપ ખોલો અને ઉપર જમણી બાજુના ત્રણ બિંદુઓ પર ટેપ કરીને સેટિંગ્સમાં જાઓ
  2. સ્ટોરેજ અને ડેટા પર ટેપ કરો અને મીડિયા ઓટો-ડાઉનલોડ વિભાગ પર જાઓ.

આ ફેરફારો કરો:-

  1. મોબાઈલ ડેટાનો ઉપયોગ કરતી વખતે – બધા બોક્સને અનચેક કરો
  2. જ્યારે WiFi થી કનેક્ટ થાય છે – બધા બોક્સને અનચેક કરો.
  3. જ્યારે રોમિંગ – બધા બોક્સને અનચેક કરો.
  4. તમામ ચેટ્સ માટે મીડિયા વિઝિબિલિટી કેવી રીતે બંધ કરવી.
  5. સેટિંગ્સ -> ચેટ્સ -> મીડિયા વિઝિબિલિટી પર જાઓ અને તેને બંધ કરો.
  6. વ્યક્તિગત ચેટ માટે મીડિયા વિઝિબિલિટી કેવી રીતે બંધ કરવી.
  7. જે ચેટ માટે તમે મીડિયા વિઝિબિલિટી બંધ કરવા માંગો છો તેને ખોલો અને ઉપરથી ચેટના નામ પર ટેપ કરો. મીડિયા વિઝિબિલિટી માટે સર્ચ કરો અને તેને બંધ કરો.

આ વિકલ્પ બંધ થવાથી, તમારા ફોનમાં ફોટા અને વીડિયો આપમેળે ડાઉનલોડ કરવાનું બંધ થઈ જશે અને તમારા ફોનનો સ્ટોરેજ અને ડેટા બંને સાચવવામાં આવશે.

Published On - 9:55 am, Wed, 6 July 22

Next Article