WhatsApp ગ્રુપ વોયસ કોલમાં લાવ્યું નવું અપડેટ, હવે કોઈ પણને કરી શકશો Mute

|

Jun 19, 2022 | 11:30 AM

આ સાથે હવે યુઝર્સને ગ્રુપ વોઈસ દરમિયાન કોઈપણને મ્યૂટ કરવાની સુવિધા મળશે. પહેલા આખું ગ્રૂપ મ્યૂટ (Mute) થતું હતું, પરંતુ નવા અપડેટ બાદ હવે એક જ વ્યક્તિના મેસેજ અને કોલ સરળતાથી મ્યૂટ કરી શકાશે.

WhatsApp ગ્રુપ વોયસ કોલમાં લાવ્યું નવું અપડેટ, હવે કોઈ પણને કરી શકશો Mute
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

વ્હોટ્સએપ (WhatsApp)સમયાંતરે ફેરફાર કરતું રહે છે. આ ક્રમમાં, હવે WhatsApp એ Android અને iOS બંને માટે ગ્રુપ વૉઇસ કૉલ એક્સપીરિયંસ અપડેટ કર્યો છે. આ સાથે હવે યુઝર્સને ગ્રુપ વોઈસ દરમિયાન કોઈપણને મ્યૂટ (Mute) કરવાની સુવિધા મળશે. પહેલા આખું ગ્રૂપ મ્યૂટ થતું હતું, પરંતુ નવા અપડેટ બાદ હવે એક જ વ્યક્તિના મેસેજ અને કોલ સરળતાથી મ્યૂટ કરી શકાશે. નવું વોટ્સએપ અપડેટ તાજેતરમાં ગ્રુપ વોઈસ કોલ (Group Voice Call) માટે મેમ્બરની સંખ્યામાં વધારો કર્યા બાદ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર આઠ લોકો જ ગ્રુપ કોલમાં જોડાઈ શકતા હતા, પરંતુ હવે ગ્રુપ વોઈસમાં 32 લોકો લાઈનઅપ થઈ શકે છે.

મેસેજ અને મ્યૂટ વિકલ્પ

વોટ્સએપે શુક્રવારે તેના અપડેટેડ ગ્રુપ વોઈસ કોલ એક્સપીરિયન્સની જાહેરાત કરી છે. અપડેટમાં, યુઝર્સને કોલ દરમિયાન કોઈ ચોક્કસ પાર્ટિસિપન્ટને મેસેજ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. કૉલ પર પાર્ટિસિપન્ટને મ્યૂટ કરવા અથવા મેસેજ કરવા માટે, તમારે તે પાર્ટિસિપેન્ટનું નામ કાર્ડ દબાવીને પકડી રાખવું પડશે. તે પછી તમને મેસેજ અને મ્યૂટ બંને વિકલ્પ મળશે.

પાર્ટિસિપન્ટ પોતાની જાતને અનમ્યૂટ કરી શકે છે

કૉલ પર કોઈને મ્યૂટ કરવાની સુવિધા એવા કિસ્સામાં ઉપયોગી થશે જો કોઈ વ્યક્તિ વૉઇસ કૉલ દરમિયાન પોતાને મ્યૂટ કરવાનું ભૂલી જાય. જો કે, કૉલ દરમિયાન સભ્યને ઈરાદાપૂર્વક મ્યૂટ કરવા માટે પણ તેનો દુરુપયોગ થઈ શકે છે, પરંતુ સભ્ય અનમ્યૂટ બટન દબાવીને કોઈપણ સમયે પોતાની જાતને અનમ્યૂટ કરી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઈન્ડિકેટર પણ જોડવામાં આવ્યું

ગ્રૂપ વૉઇસ કૉલ્સમાં સભ્યોઓને મ્યૂટ કરવા અને મેસેજ કરવાના વિકલ્પો ઉપરાંત, વોટ્સએપે સભ્યોને ઈન્ડિકેટ કરવા માટે એક ઈન્ડિકેટર પણ જોડવામાં આવશે. આનાથી સભ્યોને વધુ લોકોના કોલમાં સામેલ માહિતી મળશે. કારણ કે વોટ્સએપ ગ્રુપ વોઈસ કોલમાં 32 સભ્યો ભાગ લઈ શકશે. આવી સ્થિતિમાં, તે જોવું મુશ્કેલ હશે કે કોઈ ગ્રુપ કોલમાં સામેલ છે અને કોણ નથી.

Next Article