Tech News: WhatsApp લાવ્યું જબરદસ્ત ફીચર, ગ્રુપ કોલ્સમાં મળશે આ સુવિધા

|

Nov 26, 2022 | 3:20 PM

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે ભારતમાં 2016માં વીડિયો કોલ ફીચર લોન્ચ કર્યું હતું. આપને જણાવી દઈએ કે યુઝર્સ વોટ્સએપથી ગ્રુપ વોઈસ કોલ અને વીડિયો કોલ કરી શકે છે. અહીં અમે તમને WhatsApp પર ગ્રુપ વીડિયો કૉલ કરવાની સંપૂર્ણ રીત જણાવી રહ્યાં છીએ.

Tech News: WhatsApp લાવ્યું જબરદસ્ત ફીચર, ગ્રુપ કોલ્સમાં મળશે આ સુવિધા
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપે યુઝર્સ માટે ગ્રુપ કોલ ફીચરમાં સુધારો કરતા લોકોની લિમિટ વધારી દીધી છે. હવે વોટ્સએપ ગ્રુપ કોલ પર 32 યુઝર્સ એકસાથે જોડાઈ શકે છે. કંપની દ્વારા લોકોની સંખ્યામાં વધારો થવાથી, ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ એપ ઝૂમને સખત સ્પર્ધા મળવાની અપેક્ષા છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે ભારતમાં 2016માં વીડિયો કોલ ફીચર લોન્ચ કર્યું હતું. આપને જણાવી દઈએ કે યુઝર્સ વોટ્સએપથી ગ્રુપ વોઈસ કોલ અને વીડિયો કોલ કરી શકે છે. અહીં અમે તમને WhatsApp પર ગ્રુપ વીડિયો કૉલ કરવાની સંપૂર્ણ રીત જણાવી રહ્યાં છીએ.

વોટ્સએપ ગ્રુપ કોલિંગ ફીચર દ્વારા યુઝર્સ એકબીજા સાથે વીડિયો કોલ કરી શકે છે. જો તમારી પાસે WhatsApp ગ્રુપ વીડિયો કૉલ છે, તો અન્ય પાર્ટિસિપેન્ટ્સ કે જેઓ કૉલમાં પહેલેથી જ જોડાયા છે તેઓ સ્ક્રીન પર દેખાશે. આ સિવાય ગ્રુપ કોલની સંપૂર્ણ માહિતી કોલ હિસ્ટ્રીમાં પણ જોઈ શકાય છે. ચાલો જોઈએ કે 32 યુઝર્સ સાથે ગ્રુપ વીડિયો કોલ કેવી રીતે કરી શકાય.

ગ્રુપ કોલ સુરક્ષિત રહેશે

વોટ્સએપ પર ગ્રુપ કોલ કરવા માટે યુઝર્સે પહેલા વોટ્સએપ કોલ લિંક બનાવવી પડશે. તમે આ લિંક કોઈપણ સંપર્ક અથવા ગ્રુ સાથે શેર કરી શકો છો. વીડિયો કૉલમાં જોડાવા માટે યુઝર્સે આ લિંક પર ક્લિક કરવાનું રહેશે. આપને જણાવી દઈએ કે WhatsApp પોતાના યુઝર્સની સુરક્ષા અને પ્રાઈવસી માટે કડક વ્યવસ્થા કરે છે. તેથી, ગ્રુપ વીડિયો કૉલ્સ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

વોટ્સએપ ગ્રુપ કોલ: ગ્રુપ વીડિયો કોલ કેવી રીતે કરવો

  • કૉલ્સ ટેબ પર ક્લિક કરો.
  • હવે Create Call Link પર ક્લિક કરો.
  • તમે આ લિંકને WhatsApp અથવા અન્ય એપ્સ દ્વારા શેર લિંક અથવા કોપી લિંક દ્વારા શેર કરી શકો છો.

આ બાબતો ધ્યાનમાં રાખો

  • જો 90 દિવસ સુધી ઉપયોગ ન કરવામાં આવે તો WhatsApp ગ્રુપ કોલ લિંક એક્સપાયર થઈ જશે.
  • ગોપનીયતા અને સુરક્ષાના કારણોસર WhatsApp કોઈપણ સમયે આ લિંક્સને દૂર કરી શકે છે.
  • હાલમાં, WhatsApp કૉલ લિંક્સ ફક્ત સપોર્ટેડ મોબાઇલ ડિવાઈસ પર જ ઉપલબ્ધ છે.

બ્લોક વપરાશકર્તાઓ જોડાશે નહીં

નવી કોલ લિંક બનાવવા પર, તમને દર વખતે 22 અક્ષરો સાથે સંપૂર્ણપણે અલગ અને સુરક્ષિત URL મળશે. URL એન્ક્રિપ્ટેડ છે જેથી કોઈ તમારી કૉલ લિંકનું અનુમાન ન લગાવી શકે. જો તમે URL ભૂલી જાઓ અથવા ગુમાવો તો કૉલ લિંક જનરેટ કરવું સરળ છે. WhatsAppએ લિંકને સ્ટોર કરવાની સલાહ આપી છે. આ લિંક કોલ ટેબમાં જોવા મળશે. બ્લોક વપરાશકર્તાઓ આ લિંકનો ઉપયોગ કરી શકશે નહીં.

Next Article