વોટ્સએપે ડેટા લીક મામલે કરી સ્પષ્ટતા, કંપનીએ ડેટા લીકના દાવાને નકાર્યા

|

Nov 29, 2022 | 2:03 PM

મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ વોટ્સએપમાંથી લાખો લોકોનો ડેટા લીક થયો હોવાના દાવાને ફગાવી દીધા છે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે ડેટા લીકના કોઈ પુરાવા નથી.

વોટ્સએપે ડેટા લીક મામલે કરી સ્પષ્ટતા, કંપનીએ ડેટા લીકના દાવાને નકાર્યા
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

થોડા દિવસ પહેલા સામે આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોટ્સએપના લગભગ 50 કરોડ યુઝર્સના ફોન નંબર ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. આ ઈતિહાસમાં સૌથી મોટા ડેટા ભંગમાંથી એક હોઈ શકે છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લગભગ 50 કરોડ WhatsApp વપરાશકર્તાઓના મોબાઈલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ છે. ડેટાબેઝમાં 84 જુદા જુદા દેશોના વોટ્સએપ યુઝર્સના મોબાઈલ નંબર છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઈજિપ્ત, ઈટાલી, સાઉદી અરેબિયા અને ભારતનો સમાવેશ થાય છે.

કંપનીએ ડેટા લીકના દાવાને નકાર્યો

મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ વોટ્સએપમાંથી લાખો લોકોનો ડેટા લીક થયો હોવાના દાવાને ફગાવી દીધા છે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે ડેટા લીકના કોઈ પુરાવા નથી. વોટ્સએપના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, સાયબર ન્યૂઝ પર કરવામાં આવેલો દાવો પાયાવિહોણા સ્ક્રીનશોટ પર આધારિત છે. વોટ્સએપમાંથી ડેટા લીક થવાના કોઈ પુરાવા નથી.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યુ હતું

વાસ્તવમાં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 500 મિલિયન વોટ્સએપ યુઝર્સના ફોન નંબર લીક થઈ ગયા છે અને તેને ઓનલાઈન વેચવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા બ્રીચ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ડેટા સેલરને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે લોકપ્રિય હેકિંગ ફોરમ પર વેચાણ માટેના ડેટાબેઝમાં 84 દેશોના વોટ્સએપ યુઝર્સની અંગત માહિતી સામેલ છે. જેમાં એક ડેટા સેલરને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે સેટમાં માત્ર યુએસમાં જ 32 મિલિયન યુઝર્સનો રેકોર્ડ છે. આ સિવાય ઈજિપ્ત, ઈટાલી, ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ભારતના લાખો યુઝર્સનો ડેટા પણ લીક થયો છે, જેનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે.

આ પણ દાવો કરવામાં આવ્યો હતો

દાવો કરવામાં આવ્યો હતો કે ગુનેગારો અમેરિકન યુઝર્સના ડેટાને લગભગ 5,71,690 રૂપિયામાં વેચી રહ્યા છે. આ સિવાય યુકેનો ડેટાબેઝ લગભગ રૂ. 2,04,175માં અને જર્મનીનો ડેટાબેઝ રૂ. 1,63,340 કરોડમાં ઉપલબ્ધ છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતુ કે ઘણી વખત ઓનલાઈન મુકવામાં આવેલો આટલો મોટો ડેટા  WhatsApp ની સેવાની શરતોનું ઉલ્લંઘન કરીને મેળવવામાં આવે છે. ત્યારે હાલ કંપનીએ આ બાબત પર સ્પષ્ટતા કરી છે.

Next Article