New IT Rules 2021: IT નિયમોની અસર, WhatsAppએ ઓગસ્ટમાં 23.28 લાખ એકાઉન્ટ કર્યા બેન

|

Oct 02, 2022 | 9:01 AM

વોટ્સએપે તેના માસિક કંપ્લાયંસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "1 ઓગસ્ટ, 2022 અને ઓગસ્ટ 31, 2022 ની વચ્ચે, 23,28,000 WhatsApp એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા હતા, જેમાંથી 10,08,000 એકાઉન્ટને વપરાશકર્તાઓ તરફથી કોઈ ફરિયાદ મળે તે પહેલા જ બ્લોક કરવામાં આવ્યા હતા.''

New IT Rules 2021: IT નિયમોની અસર, WhatsAppએ ઓગસ્ટમાં 23.28 લાખ એકાઉન્ટ કર્યા બેન
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે (WhatsApp)ઓગસ્ટમાં 23.28 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સને બ્લોક (Accounts Ban) કર્યા છે, જેમાંથી 10 લાખથી વધુ એકાઉન્ટ્સને યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળે તે પહેલા જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. મેસેજ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મે શનિવારે આ જાણકારી આપી.

જુલાઈમાં 23.87 લાખથી વધુ ભારતીય ખાતાઓ પર પ્રતિબંધ

જુલાઈમાં વોટ્સએપે 23.87 લાખ ભારતીય એકાઉન્ટ બ્લોક કર્યા હતા. વોટ્સએપે તેના માસિક કંપ્લાયંસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “1 ઓગસ્ટ, 2022 અને ઓગસ્ટ 31, 2022 ની વચ્ચે, 23,28,000 WhatsApp એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા હતા, જેમાંથી 10,08,000 એકાઉન્ટને વપરાશકર્તાઓ તરફથી કોઈ ફરિયાદ મળે તે પહેલા જ બ્લોક કરવામાં આવ્યા હતા.”

મોટા ડિજિટલ પ્લેટફોર્મ માટે દર મહિને કંપ્લાયંસ રિપોર્ટ પ્રકાશિત કરવો જરૂરી

નોંધનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં અમલમાં આવેલા નવા IT નિયમો હેઠળ, 50 લાખથી વધુ વપરાશકર્તાઓ સાથેના મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સે દર મહિને કંપ્લાયંસ અહેવાલો પ્રકાશિત કરવા જરૂરી છે, જેમાં પ્રાપ્ત ફરિયાદો અને લેવાયેલા પગલાંની માહિતી શામેલ છે. તેમાં એવી સામગ્રી વિશેની માહિતી પણ શામેલ છે જે દૂર કરવામાં આવી છે અથવા જે સક્રિયપણે અવરોધિત છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

સરકારે 10 યુટ્યુબ ચેનલો અને 45 વીડિયો બ્લોક કર્યા

તાજેતરમાં, સરકારે ધાર્મિક સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના હેતુથી સામગ્રી સાથે ચેડા કરવા અને નકલી સમાચાર ફેલાવવા બદલ 10 યુટ્યુબ ચેનલોના 45 વીડિયોને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે વીડિયો બ્લોક કરવામાં આવ્યા છે તેને કુલ 1.30 કરોડ વ્યૂઝ મળ્યા છે અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે અમુક સમુદાયોના ધાર્મિક અધિકારો છીનવી લીધા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “આ ચેનલોમાં એવી સામગ્રી છે જે સમુદાયોમાં ભય અને ભ્રમ ફેલાવે છે.”

આ સિવાય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝર એક્સપીરિયન્સને વધુ સારો બનાવવા માટે નવા ફીચર્સ એડ કરતું રહે છે. અત્યાર સુધી Google Meet અને Zoom પર મીટિંગ માટેની લિંક શેર કરવામાં આવતી હતી, પરંતુ હવે આ ફીચર WhatsApp પર પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ લેટેસ્ટ વોટ્સએપ ફીચરની મદદથી યુઝર્સ વોઈસ અને વીડિયો કોલ બંને માટે લીંક બનાવી અને શેર કરી શકશે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ લેટેસ્ટ વોટ્સએપ ફીચરની માહિતી ફેસબુક પર માર્ક ઝુકરબર્ગ દ્વારા આપવામાં આવી છે. ફેસબુક પોસ્ટ પર લખવામાં આવ્યું છે કે, અમે આ અઠવાડિયાથી WhatsApp Call Links ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરી રહ્યા છીએ, આ ફીચરની મદદથી જો યુઝરને કોલની લિંક મળે છે, તો માત્ર એક જ ટેપમાં કોલ શરૂ કરી શકાશે.

Next Article