WhatApp New Update : હવે તમારું બેંક એકાઉન્ટ વોટ્સએપ દ્વારા જ તપાસવામાં આવશે, નેટ બેંકિંગની પણ જરૂર નથી !

|

May 06, 2022 | 1:20 PM

વોટ્સએપ (WhatsApp) તેમના યુઝર્સને UPI પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. WhatsApp યુઝર્સ વ્હોટ્સએપ પેમેન્ટ્સ દ્વારા સીધા તેમના WhatsApp કોન્ટેક્ટ લિસ્ટના કોઈપણ વ્યક્તિને નાણાં ટ્રાન્સફર કરી શકે છે.

WhatApp New Update : હવે તમારું બેંક એકાઉન્ટ વોટ્સએપ દ્વારા જ તપાસવામાં આવશે, નેટ બેંકિંગની પણ જરૂર નથી !
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

WhatsApp એ આજે એક પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આજે દુનિયાભરમાં WhatsAppના લગભગ 2 અબજ એક્ટિવ યુઝર્સ છે. વોટ્સએપનો ઉપયોગ એકબીજા સાથે ચેટ કરવા અને ફોટોઝ કે વીડિયોઝ મોકલવા માટે થાય છે. આ ઉપરાંત, WhatsApp તેના પ્લેટફોર્મ પરના યુઝર્સને WhatsApp Pay દ્વારા તેમના કોન્ટેક્ટ્સને ડાઇરેક્ટ પૈસા મોકલવાની પણ મંજૂરી આપે છે. તેમાં Paytm, Google Pay અથવા PhonePe જેવા UPI ચુકવણી વિકલ્પ પણ આપે છે. આ રીતે યુઝર્સ સીધા તેમના વોટ્સએપ કોન્ટેક્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

અમે તમને જણાવી દઈએ કે, તમે હવેથી તમારા વોટ્સએપ પર બેન્ક એકાઉન્ટ બેલેન્સ પણ ચેક કરી શકો છો. વોટ્સએપ બેન્કિંગ અંગેની તમામ માહિતી નીચે મુજબ છે.

વોટ્સએપ પર Bank બેલેન્સ કેવી રીતે ચેક કરવું

મેટા કંપની યુઝર્સ WhatsApp એપ પર સરળતાથી પોતાનું બેંક બેલેન્સ ચેક કરી શકે છે. પરંતુ આ માટે યુઝર માટે વોટ્સએપ પેમેન્ટ ફીચર એક્ટિવ હોવું જરૂરી છે. જો WhatsApp પેમેન્ટ એક્ટિવ નથી, તો પહેલા તમારા ફોન પર WhatsApp પેમેન્ટ સેટઅપ કરો. WhatsApp પેમેન્ટ સેટ કર્યા પછી, તમે WhatsApp પર વ્યવહાર કરી શકો છો અને બેંક બેલેન્સ પણ ચેક કરી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

WhatsApp પર તમારું બેંક બેલેન્સ ચેક કરવા માટે અહીં આપેલા સ્ટેપ્સને અનુસરો.

  1. સૌથી પહેલા તમારું WhatsApp ઓપન કરો.
  2. તે પછી ફોનની સ્ક્રીનની ઉપર-જમણી બાજુએ જોવા મળતા 3 ડોટ્સ પર ક્લિક કરો.
  3. અહીં ‘Payments’ વિકલ્પ પસંદ કરો અને તમારું બેંક ખાતું પસંદ કરો.
  4. હવે ‘વ્યૂ એકાઉન્ટ બેલેન્સ’ પર ટેપ કરો. આ પછી તમે તમારો PIN દાખલ કરીને તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો.

બેન્ક બેલેન્સ તપાસવાની બીજી રીત

ઉપરોક્ત પગલાંઓ સિવાય, બીજી એક રીત પણ છે, જેના દ્વારા તમે બેલેન્સ ચેક કરી શકો છો. વોટ્સએપ પેમેન્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરતી વખતે યુઝર્સ તેમનું બેંક બેલેન્સ પણ ચેક કરી શકે છે. આ માટે સૌથી પહેલા વોટ્સએપ ચેટ ઓપન કરો અને WhatsApp પેમેન્ટ ઓપ્શન પર જાઓ. અહીં તમે બેંકની વિગતો જોશો. યુઝર્સ બેંક આઈડી પર ક્લિક કરો અને ‘અકાઉન્ટ બેલેન્સ જુઓ’ પર ટેપ કરો. આ પછી, તમારો પિન દાખલ કરીને બેંક બેલેન્સ તપાસી શકો છો.

 

Published On - 1:15 am, Fri, 6 May 22

Next Article