Twitter કરી રહ્યું છે નવા ફીચર પર કામ, હવે એક જ ટ્વીટમાં યુઝર્સ જોડી શકશે મલ્ટીમીડિયા ફાઈલ્સ

|

Jul 31, 2022 | 4:14 PM

કંપનીએ કહ્યું કે આ ફીચર હમણાં જ કેટલાક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. કંપનીએ વધુમાં કહ્યું છે કે યુઝર્સ ટ્વીટની સાથે ફોટો અને વીડિયો બંનેમાં ટેગ પણ એડ કરી શકશે. આ ફીચર ક્યારે રોલઆઉટ થશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી.

Twitter કરી રહ્યું છે નવા ફીચર પર કામ, હવે એક જ ટ્વીટમાં યુઝર્સ જોડી શકશે મલ્ટીમીડિયા ફાઈલ્સ
Twitter
Image Credit source: File Photo

Follow us on

સ્માર્ટફોન આજે જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. ટ્વિટર (Twitter)એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ એક જ ટ્વીટમાં ઇમેજ, વીડિયો અને GIF પોસ્ટ કરી શકશે. હાલમાં ટ્વિટર આ ફીચર(Twitter New Feature)નું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે હાલમાં યુઝર્સ ટ્વીટમાં માત્ર એક મલ્ટીમીડિયા પોસ્ટ કરી શકે છે. આનો અર્થ એ છે કે જો તમે ટ્વીટમાં ફોટા ઉમેરી રહ્યા છો, તો તમે તે ટ્વીટમાં GIF અથવા વીડિયો ફાઇલો ઉમેરી શકતા નથી. ટેસ્ટિંગની પુષ્ટિ કરતા, કંપનીએ કહ્યું કે આ ફીચર હમણાં જ કેટલાક યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. કંપનીએ વધુમાં કહ્યું છે કે યુઝર્સ ટ્વીટની સાથે ફોટો અને વીડિયો બંનેમાં ટેગ પણ એડ કરી શકશે. આ ફીચર ક્યારે રોલઆઉટ થશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી.

વિઝ્યુઅલ કંવર્સેશન કરતા વપરાશકર્તાઓ

કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે મર્યાદિત સમય માટે પસંદગીના એકાઉન્ટ્સ સાથે એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યા છીએ, જે લોકોને એક જ ટ્વિટમાં ચાર મીડિયા એસેટ ઉમેરવાની મંજૂરી આપશે. ટ્વિટરે કહ્યું કે અમે આ કંવર્સેશનને વધુ રોમાંચક બનાવવા માટે ટ્વિટર પર વધુ લોકોને વધુ વિઝ્યુઅલ કંવર્સેશન કરતા અને ઈમેજો, GIFS અને વીડિયોનો ઉપયોગ કરતા જોઈ રહ્યા છીએ. આ ટેસ્ટિંગ સાથે, કંપની એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે લોકો ટ્વિટર પર 280 અક્ષરો સાથે પોતાને વધુ ક્રિએટિવ બનાવવા માટે આ વિવિધ મીડિયા ફોર્મેટને કેવી રીતે જોડે છે.

કંપની અનેક ફીચર્સનું કરી રહી છે ટેસ્ટીંગ

આપને જણાવી દઈએ કે ટ્વિટર છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા લિમિટેડ ટેસ્ટ કરી રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કંપનીએ જાહેરાત કરી હતી કે તે માયસ્પેસ જેવી સ્ટેટ્સ ફીચર સાથે એક્સપેરિમેન્ટ કરી રહી છે, જે વપરાશકર્તાઓને હોટ ટેક, Unpopular opinion, અથવા વેકેશન મોડ જેવા ટૅગ્સ જોડવાની મંજૂરી આપે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ સિવાય તમે ટ્વિટર (Twitter) પર કોઈપણ સામગ્રીને બુકમાર્ક કરી શકો છો. આ સુવિધા વપરાશકર્તાઓને ટ્વીટને સાચવવાની મંજૂરી આપે છે જેથી તેઓ પછીથી તેનો જવાબ આપી શકે. ટ્વિટર પર ટ્વીટ્સ કેવી રીતે બુકમાર્ક કરવું અને Twitter પર તમારી બુકમાર્ક કરેલી ટ્વીટ્સને કેવી રીતે ઍક્સેસ કરવું એ જાણવા અહીં ક્લિક કરો.

Published On - 1:29 pm, Sun, 31 July 22

Next Article