ફોનમાં દેખાય છે આ સાઈન તો સમજો કે તમારો મોબાઈલ થઈ ગયો છે હેક

|

Nov 26, 2022 | 7:59 PM

ગુનેગારો આપણા ફોનની સુરક્ષા સાથે ચેડા કરી શકે છે અને તેમાંથી ગોપનીય ડેટા કાઢીને તેને વેચી શકે છે અથવા અન્ય રીતે તેમાંથી પૈસા કમાઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર Apple iOS યુઝર્સની સુરક્ષા વધુ સારી છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેને હેક કરી શકાતું નથી.

ફોનમાં દેખાય છે આ સાઈન તો સમજો કે તમારો મોબાઈલ થઈ ગયો છે હેક
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

આજકાલ લોકો તેમના મોટાભાગનું કામ ઓનલાઈન મોબાઈલ ફોન દ્વારા જ કરે છે. આવી સ્થિતિમાં આપણી પ્રાઈવસી અને ડેટા પણ જોખમમાં છે. ગુનેગારો આપણા ફોનની સુરક્ષા સાથે ચેડા કરી શકે છે અને તેમાંથી ગોપનીય ડેટા કાઢીને તેને વેચી શકે છે અથવા અન્ય રીતે તેમાંથી પૈસા કમાઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર Apple iOS યુઝર્સની સુરક્ષા વધુ સારી છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેને હેક કરી શકાતું નથી. જો કે, એન્ડ્રોઈડ ફોન હેક કરવું ઘણું સરળ છે. એન્ડ્રોઈડ યુઝર્સના ફોન હેક કરવાના મામલા પણ ઝડપથી વધી રહ્યા છે. તમારા ફોનની ગોપનીયતાને સુરક્ષિત રાખવા માટે તમારા ફોનને તપાસતા રહેવું જરૂરી છે. એવા કેટલાક સંકેતો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો ફોન હેક થઈ ગયો છે. ચાલો જાણીએ.

નકામા પોપ-અપ્સનું વારંવાર આવવું

જો તમે વારંવાર તમારા મોબાઈલમાં કેટલીક શંકાસ્પદ અથવા એક્સ-રેટેડ જાહેરાતોના પોપ-અપ્સ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા ફોનના ડેટા સાથે ચેડાં કરવામાં આવ્યા છે.

કૉલ્સ અથવા સંદેશાઓ જે તમે કર્યા નથી

જો તમારા ફોનમાંથી કેટલાક અજાણ્યા કોલ અથવા મેસેજ જોવા મળે છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે તમારો ફોન હેક થઈ ગયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ડેટા વપરાશ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે

જો તમે ઓછા સમય માટે ઓનલાઈન રહો છો અને તેમ છતાં પણ ડેટા બિલ વધુ આવે છે. તો બની શકે કે તમારો ફોન હેક થઈ ગયો હોય અને ગુનેગાર તમારા ફોનના ડેટાનો ઉપયોગ કરી રહ્યો છે.

બેટરી ઝડપી ખતમ થવી

સમય જતાં તમારા ફોનની બેટરી લાઈફ ઘટતી જાય છે. પરંતુ જો તમારી બેટરી બહુ જલ્દી ખતમ થઈ રહી છે તો તમારી સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.

ખરાબ પરફોર્મેંન્સ

જો તમારા ફોનનું પરફોર્મન્સ ખરાબ થઈ રહ્યું છે. જેમ કે એપ્સ ક્રેશ થઈ રહી છે, સ્ક્રીન વારંવાર ફ્રિઝ થઈ રહી છે અથવા ફોનને ઘણી વખત રીસ્ટાર્ટ કરવો પડે છે. તો એવું બની શકે છે કે તમારો ફોન હેક થઈ ગયો છે.

અજાણી મોબાઈલ એપ્સ ડાઉનલોડ થઈ જવી

જો તમને તમારા ફોનમાં કેટલીક એવી એપ્સ દેખાય છે, જે તમે ડાઉનલોડ કરી નથી. તો બની શકે છે કે તે હેકરનું કામ હોય.

Next Article