Facebook પોસ્ટની જેમ જલ્દી જ Twitter પર પણ લખી શકશો મોટા ટ્વીટ! જાણો કેટલી થવા જઈ રહી છે Character Limit

|

Jun 23, 2022 | 1:05 PM

ટ્વિટરમાં આવનારા આ ફીચરનું નામ Notes હોઈ શકે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ ફેસબુક ફીચર (Facebook Feature)પોસ્ટની જેમ ટ્વિટર પર વધુ ટેક્સ્ટ પોસ્ટ કરી શકશે.

Facebook પોસ્ટની જેમ જલ્દી જ Twitter પર પણ લખી શકશો મોટા ટ્વીટ! જાણો કેટલી થવા જઈ રહી છે Character Limit
Twitter
Image Credit source: File Photo

Follow us on

ટૂંક સમયમાં યુઝર્સ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter)પર પોતાની લાગણીઓને સારી રીતે વ્યક્ત કરી શકશે. ટૂંક સમયમાં 2500 અક્ષરો સાથે ટ્વિટ કરી શકશો. અત્યાર સુધી, એક ટ્વિટમાં વધુમાં વધુ 280 અક્ષરો લખી શકાતા હતા, જે ખૂબ જ ઓછા છે અને તેના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેની માહિતી ANI ન્યૂઝે શેર કરી છે. ટ્વિટરમાં આવનારા આ ફીચરનું નામ Notes હોઈ શકે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ ફેસબુક ફીચર (Facebook Feature)પોસ્ટની જેમ ટ્વિટર પર વધુ ટેક્સ્ટ પોસ્ટ કરી શકશે.

આ નવા ફીચરની મદદથી યુઝર્સ સરળતાથી મોટા લેખ લખી શકશે અને URL વગેરે શેર કરી શકશે. ANI ન્યૂઝ અનુસાર, નવા અપડેટ મુજબ યુઝર્સ 2500 કેરેક્ટર સુધીનો સમાવેશ કરી શકશે. આ સાથે જ પોસ્ટમાં ફોટો, વીડિયો અને GIF પણ મિક્સ કરી શકાશે. આ નોટ કાર્ડ ટ્વિટર ટાઈમલાઈનમાં જ દેખાશે અને તેનું પ્રીવ્યુ ટ્વીટમાં જોવા મળશે.

આ બંનેમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

ટ્વિટરે હાલમાં જ મર્યાદિત સંખ્યામાં ગ્રુપમાં આ ફીચર્સનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ ગ્રુપ યુએસ, યુકે, કેનેડા અને ઘાનામાં રહે છે. આ ટેસ્ટિંગની મદદથી કંપની એ જાણવા માંગે છે કે તે કેટલું ઉપયોગી થશે અને તેમાં કયા પાસાઓને સુધારવાની જરૂર પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વર્ષ 2017માં અક્ષર મર્યાદા વધારવામાં આવી હતી

ટ્વિટરએ ટ્વીટ્સમાં 140 અક્ષરની મર્યાદા સાથે શરૂઆત કરી હતી. તેને ફોનમાં મેસેજ ટાઇપ કરવાની મર્યાદા તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષ 2017માં આ મર્યાદા વધારીને 280 અક્ષરો કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ટ્વિટરને તાજેતરમાં અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્ક દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ટ્વિટર પર ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ થવાની આશા છે.

આ ઉપરાંત Twitter એ પણ પુષ્ટિ કરી છે કે તે ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર એડિટ ફીચર લાવી રહ્યું છે, પરંતુ કંપની તરફથી કોઈ સમયરેખા મળી નથી. એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે તે પસંદ કરેલા ગ્રુપ સાથે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ફીચર્સ ધીમે ધીમે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં એલોન મસ્ક પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લાખો લોકોની જેમ એડિટ ફીચરની રાહ જોઈ રહ્યા છે. આમા હવે ફક્ત રાહ જોઈ શકીએ છીએ કે આ એડિટ બટન ફીચર સાર્વજનિક રૂપે બહાર ક્યારે આવશે.

આપને જણાવી દઈએ કે ટ્વિટર તેના લાઈક ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે અને લોકો કોઈપણ પોસ્ટને લાઈક કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.આ ઉપરાંત, પ્લેટફોર્મ ડિસલાઈક/ડાઉનવોટ બટન પણ એડ કરી શકે છે, જે ટ્વીટના હાર્ટ બટનમાં એક નવો બદલાવ હોઈ શકે છે.

Next Article