Tech Tips : કોઈ તમારા ફોન દ્વારા તમારી જાસુસી કરી રહ્યુ છે ? આ કોડ્સ દ્વારા કરો ચેક

|

May 26, 2022 | 12:49 PM

મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઇડ (Android) સ્માર્ટફોન છે. આવી સ્થિતિમાં, તમે કેવી રીતે શોધી શકો છો કે તમારો ફોન ટ્રેક થઈ રહ્યો છે કે નહીં ? જાણો કેવી રીતે કરી શકો ચેક.

Tech Tips : કોઈ તમારા ફોન દ્વારા તમારી જાસુસી કરી રહ્યુ છે ? આ કોડ્સ દ્વારા કરો ચેક
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

સ્માર્ટફોન (Smartphone)ની જરૂરીયાત એટલી વધી ગઈ છે કે લોકો તેને 24/7 પોતાની પાસે રાખે છે. સ્માર્ટફોન ઉપયોગી હોવાની સાથે તેના નુકસાન પણ છે. ઘણી વખત હેકરો ફોન હેક કરવાનો પ્રયાસ કરતા હોય છે જેમાં તેઓ અંગત વિગતોની ચોરી કરતા હોય છે. ત્યારે તમે કોની સાથે વાત કરી રહ્યા છો મેસેજ કરી રહ્યા છો તે તમામ જાણકારીની જાસૂસી પણ થઈ શકે છે. આ માટે ઘણા વાયરસ, માલવેર પણ નોંધાયા છે. મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઇડ (Android)સ્માર્ટફોન છે. આવી સ્થિતિમાં, તમે કેવી રીતે શોધી શકો છો કે તમારો ફોન ટ્રેક થઈ રહ્યો છે કે નહીં? ચાલો જાણીએ.

જો તમને લાગે છે કે તમારી જાસૂસી કરવામાં આવી રહી છે, તો અમે તમને કેટલાક કોડ જણાવા જઈ રહ્યા છીએ. જેને તમે તમારા ફોનના ડાયલપેડ પર ટાઈપ કરીને ચેક કરી શકો છો. આ કોડ્સ ડાયલ કર્યા પછી, તમે કૉલ કરી વિગતો ચકાસી શકો છો.

*#21#

આ કોડની મદદથી તમે ચેક કરી શકો છો કે તમારા મેસેજ, કોલ અથવા અન્ય ડેટા અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ થયો છે કે નહીં. જો કોલ અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ કરવામાં આવે છે, તો તેને પણ ફોરવર્ડ કરેલા નંબરની વિગતો સાથે જાણ કરવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

*#62#

તમે આ કોડનો ઉપયોગ ત્યારે કરી શકો છો જ્યારે લોકો તમને ફરિયાદ કરે છે કે તમારા નંબર પર કૉલ કરવા પર નો-સર્વિસ અથવા નો-આન્સર નોટિફિકેશન આવે છે. આ કોડથી તમે જાણી શકશો કે તમારા કોલ, મેસેજ કે ડેટા રીડાયરેક્ટ નથી થયા.

##002#

આ કોડનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓના એન્ડ્રોઇડ ફોનના તમામ રીડાયરેક્શન્સ બંધ થઈ જાય છે. જ્યારે તમે ફરવાનું આયોજન કરી રહ્યાં હોવ અને કોઈપણ અનિચ્છનીય રીડાયરેક્ટ કૉલ્સ માટે પૈસા ખર્ચવા માંગતા ન હોવ ત્યારે આ ખૂબ જ ઉપયોગી થશે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તથા મોબાઈલમાં ત્રણ કેમેરા શા માટે હોય છે અને ડ્યુઅલ કેમેરા ત્રણ કેમેરાનું કામ આપી શકે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો,

Next Article