સ્લો ઈન્ટરનેટ સ્પીડ અને Call Dropથી મળશે મુક્તિ? TRAIનો કંપનીઓને આદેશ તાત્કાલિક સુધારે

|

Feb 19, 2023 | 5:45 PM

આ બેઠકમાં ટેલિકોમ કંપનીઓને તેમની સેવા સુધારવા માટે કહેવામાં આવ્યું છે. TRAIએ તમામ ટેલિકોમ ઓપરેટરોને તેમની કોલ ક્વોલિટી સુધારવા અને કોલ ડ્રોપ્સની સમસ્યા દૂર કરવા નિર્દેશ આપ્યો છે. ઓથોરિટીએ કહ્યું છે કે સર્વિસ પ્રોવાઈડરોએ ધ્યાન રાખવું જોઈએ કે કોલ ડ્રોપ્સની કોઈ સમસ્યા ન થાય.

સ્લો ઈન્ટરનેટ સ્પીડ અને Call Dropથી મળશે મુક્તિ? TRAIનો કંપનીઓને આદેશ તાત્કાલિક સુધારે
Call Drop Problem
Image Credit source: Tv9 Digital

Follow us on

5G લોન્ચ થયા પછી પણ ઘણા યુઝર્સ કોલ ડ્રોપ્સ અને ખરાબ નેટવર્કની સમસ્યાથી પરેશાન છે. યુઝર્સની સતત ફરિયાદો બાદ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ અંગે સંજ્ઞાન લીધું છે. ઓથોરિટીએ 17 ફેબ્રુઆરીએ તમામ ટેલિકોમ ઓપરેટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટેલિકોમ કંપનીઓને તેમની સેવા સુધારવા માટે કહેવામાં આવ્યું છે. TRAIએ તમામ ટેલિકોમ ઓપરેટરોને તેમની કોલ ક્વોલિટી સુધારવા અને કોલ ડ્રોપ્સની સમસ્યા દૂર કરવા નિર્દેશ આપ્યો છે. ઓથોરિટીએ કહ્યું છે કે સર્વિસ પ્રોવાઈડરોએ ધ્યાન રાખવું જોઈએ કે કોલ ડ્રોપ્સની કોઈ સમસ્યા ન થાય.

આ પણ વાંચો: હવે WhatsApp વીડિયો કોલ પર પણ મળશે PiP ફીચર, યુઝર્સને મળશે વધુ સારો અનુભવ

TRAIએ ક્વોલિટી સુધારવા માટે આપી સૂચના

આ સિવાય TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછુ ડિસ્ટર્બન્સ થાય, એવુ મેન્ટેન કરવા માટે કહ્યુ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોલ ડ્રોપ અને ધીમી ઈન્ટરનેટ સ્પીડની ફરિયાદ પર આ બેઠક યોજી હતી. જો અહેવાલોનું માનીએ તો ટ્રાઈએ બેઠકમાં જણાવ્યું હતું કે જો સેવાની ક્વોલિટીમાં સુધારો નહીં થાય તો તે સેવા પ્રોવાઈડર પર કેટલાક નિયમન લાદી શકે છે. ઓથોરિટી ટેલિકોમ કંપનીઓની સેવા પર નજર રાખી રહ્યા છે.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

લાગુ થઈ શકે છે કડક નિયમો

અગાઉ ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટ્રાઈને કડક નિયમો બનાવવાનો આદેશ આપ્યો હતો. DoTએ ટ્રાઈને ક્વોલિટી ઓફ સર્વિસ પર કડક નિયમો બનાવવા કહ્યું છે. કોલ ડ્રોપની સતત ફરિયાદો બાદ વિભાગે આ પગલું ભર્યું છે. આ બાબતમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે DoTએ TRAIને ક્વોલિટી ઓફ સર્વિસ પેરામીટરને કડક બનાવવા કહ્યું છે. અગાઉના અહેવાલો અનુસાર ટેલિકોમ્યુનિકેશન વિભાગે વૈશ્વિક સ્તરે ટેલિકોમ સર્વિસેસની ક્વાલિટી પર સ્ટડી કરી છે અને કેટલાક મુખ્ય પ્રદર્શન સૂચકાંકોનું અવલોકન કર્યું છે. DoT એ TRAI સાથે સમાન પરિમાણો શેર કર્યા છે.

5G લોન્ચ થયા પછી પણ નથી સુધરી રહી ક્વોલિટી

વાસ્તવમાં, 5G નેટવર્ક લોન્ચ થયા પછી ટેલિકોમ સેવાઓ વધુ સારી થવાની આશા હતી, પરંતુ એવું થયું નહીં. યુઝર્સે પહેલા કરતા વધુ કોલ ડ્રોપ અને ધીમી ઈન્ટરનેટ સ્પીડની સમસ્યા જોઈ. યૂઝર્સ આ અંગે સતત ફરિયાદ કરી રહ્યા હતા, ત્યારપછી ટ્રાઈએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે બેઠક કરી છે.

Next Article