Tech Tips : ફોનની ફ્રેમ મેટલ છે કે પ્લાસ્ટિક, કેવી રીતે કરવી ઓળખ ? આ છે રીત

|

Jul 06, 2022 | 2:39 PM

ફોન ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ જે સ્માર્ટફોન ખરીદી રહ્યા છે તે પ્લાસ્ટિક ફ્રેમનો છે કે મેટલ (Metal Frame)ફ્રેમનો. પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે મેટલ ફ્રેમ કેવી રીતે ઓળખવી? આવો જાણીએ.

Tech Tips : ફોનની ફ્રેમ મેટલ છે કે પ્લાસ્ટિક, કેવી રીતે કરવી ઓળખ ? આ છે રીત
Smartphone
Image Credit source: File Photo

Follow us on

આજના સમયમાં સ્માર્ટફોન (Smartphone) એ એક અભિન્ન અંગની જેમ બની ગયું છે. ત્યારે કોઈ પણ નથી ઈચ્છતું કે તેમનો ફોન ઝડપથી તૂટી જાય. પરંતુ પ્લાસ્ટિક ફ્રેમવાળા (Plastic Frame) સ્માર્ટફોન જલ્દી તૂટવાની શક્યતા વધુ હોય છે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓએ ફોન ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેઓ જે સ્માર્ટફોન ખરીદી રહ્યા છે તે પ્લાસ્ટિક ફ્રેમનો છે કે મેટલ (Metal Frame)ફ્રેમનો. પરંતુ પ્રશ્ન ઊભો થાય છે કે મેટલ ફ્રેમ કેવી રીતે ઓળખવી? આવો જાણીએ.

મેટલ ફ્રેમ કેવી રીતે ઓળખવી?

મેટલ ફ્રેમને ઓળખવા માટે કંપની દ્વારા ફોન પર એક માર્ક બનાવવામાં આવે છે, જેની મદદથી મેટલ ફ્રેમવાળા સ્માર્ટફોનને ઓળખી શકાય છે. આ માટે ફોનની બોડી પર સીધું નિશાન બનાવવામાં આવે છે. ફોન પર લગભગ 6 થી 8 આવા માર્ક બનાવવામાં આવે છે, જેથી ગ્રાહક ફોન ખરીદતા પહેલા ફોન કઈ ધાતુનો છે તે ઓળખી શકે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કઈ ફ્રેમ સારી મેટલ અથવા પ્લાસ્ટિક ?

પ્લાસ્ટિક ફ્રેમ

પ્લાસ્ટિકની ફ્રેમ બનાવવાની કિંમત ઓછી આવે છે, જેના કારણે ફોન એકદમ સસ્તા હોય છે. ઉપરાંત ડિઝાઇનર્સ પ્લાસ્ટિકની ફ્રેમ બનાવવામાં વધુ સહજ છે. પ્લાસ્ટિકની ફ્રેમમાં રેડિયો તરંગો સરળતાથી પસાર થાય છે. એટલે કે પ્લાસ્ટિકની ફ્રેમમાં સિગ્નલનું ઓછું નુકસાન છે. પરંતુ પ્લાસ્ટિક ફ્રેમનો ફીલ અને ફિનિશ સારો નથી, જેના કારણે ફોન સારો નથી લાગતો.

મેટલ ફ્રેમ

મેટલ ફ્રેમવાળા સ્માર્ટફોન દેખાવમાં વધુ સારા લાગે છે. તેમનો ટચ અને ફીલ પ્લાસ્ટિક કરતાં વધુ સારી છે. પરંતુ મેટલ ફ્રેમવાળા સ્માર્ટફોન મોંઘા હોય છે. મોટાભાગના ફ્લેગશિપ સ્માર્ટફોન મેટલ ફ્રેમમાં આવે છે. મેટલ ફ્રેમ્સ સરળતાથી વળે છે. ઉપરાંત, આ ફ્રેમ ઝડપથી વળી જાય છે. મેટલ ફ્રેમમાં નેટવર્ક એટલે કે રેડિયો ફ્રીક્વન્સીનું નુકસાન વધુ હોય છે. આ તમારા LTE, Wi-Fi અને બ્લૂટૂથ સિગ્નલોને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, તમારા ફોન પર એન્ટાની લાઇન અથવા ગ્લાસ કટઆઉટની જરૂર રહે છે.

નોંધ: ઉપરોક્ત બંન્ને બાબતોમાં કેવી રીતે ઓળખવું તે અહીં જણાવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ તેવો બિલકુલ નથી કે કોઈ એક વસ્તુ સારી અને અન્ય વસ્તુ નહીં. અહીં ફક્ત માહિતીના હેતુથી તફાવત દર્શાવાયો છે.

Next Article