Paytm અને PhonePe જલ્દી લાવી શકે છે આ સર્વિસ, UPI PIN વગર થશે પેમેન્ટ, આટલી હશે લિમિટ

|

Feb 06, 2023 | 7:18 PM

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સૌપ્રથમ Paytm એક મહિનાની અંદર તેની એપ માટે UPI Lite સેવા બહાર પાડશે. આ પછી PhonePe પણ આ સેવા શરૂ કરશે. જો આવું થાય તો Paytm UPI લાઈટ સેવા જાહેર કરનાર પ્રથમ થર્ડ પાર્ટી એપ્લિકેશન બની જશે.

Paytm અને PhonePe જલ્દી લાવી શકે છે આ સર્વિસ, UPI PIN વગર થશે પેમેન્ટ, આટલી હશે લિમિટ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ડિજિટલ પેમેન્ટ એપ્સનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. UPI પેમેન્ટ કરવા માટે લોકો Paytm અને PhonePeનો ઉપયોગ કરે છે. હવે બંને કંપનીઓ એક નવા ફીચર પર કામ કરી રહી છે. આની મદદથી ટ્રાન્ઝેક્શન UPI પિનનો ઉપયોગ કર્યા વિના પૂર્ણ કરી શકાય છે. ઈન્સ્ટન્ટ પેમેન્ટ કરવા માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો કે, ટ્રાન્ઝેક્શન મર્યાદા માત્ર રૂ.200 સુધીની હોઈ શકે છે.

આ પણ વાંચો: ચીની એપ્સ પર સરકારની ડિજિટલ સ્ટ્રાઈકનું શું છે કારણ ? 6 મહિના પહેલાથી થઈ રહી હતી તૈયારી

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને કંપનીઓ UPI લાઈટને એકીકૃત કરવાના એડવાન્સ સ્ટેજમાં છે. ઈકોનોમિક ટાઈમ્સે સ્ત્રોતને ટાંકીને આ અંગે જાણ કરી છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સૌપ્રથમ Paytm એક મહિનાની અંદર તેની એપ માટે UPI Lite સેવા બહાર પાડશે. આ પછી PhonePe પણ આ સેવા શરૂ કરશે. જો આવું થાય તો Paytm UPI લાઈટ સેવા જાહેર કરનાર પ્રથમ થર્ડ પાર્ટી એપ્લિકેશન બની જશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

નાના ટ્રાન્ઝેક્શનમાં મળશે ફાયદો

આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે Fintech કંપની Slice પણ UPI Lite સર્વિસને તેના પ્લેટફોર્મ પર રિલીઝ કરવા માટે કામ કરી રહી છે. આ સાથે યુવા ગ્રાહકો નાની રકમના વ્યવહારો પૂર્ણ કરી શકે છે. આપને જણાવી દઈએ કે UPI લાઇટ સર્વિસને ગયા વર્ષે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.

તેનાથી યુઝર્સ ઈન્ટરનેટ વગર અથવા UPI PIN ઓથેન્ટિકેશન વિના પણ ઓછી કિંમતની રકમ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. 200 રૂપિયા સુધીની ચુકવણી વોલેટ દ્વારા અધિકૃત કરવામાં આવી છે. NPCIએ ગયા વર્ષે માર્ચમાં કહ્યું હતું કે કુલ UPI ટ્રાન્ઝેક્શનમાંથી લગભગ 50 ટકા ટ્રાંજેક્શન 200 રૂપિયા અથવા તેનાથી ઓછાના છે. થર્ડ પાર્ટી પ્લેટફોર્મમાં તેનું ઈન્ટીગ્રેટ આવા વ્યવહારોને વધુ સરળ બનાવશે. જોકે તેને લઈ બંને કંપનીઓ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

Next Article