16 વર્ષ પહેલા આ ભારતીય મહિલા બની હતી Twitter ની પહેલી યૂઝર, હવે મસ્કના નિર્ણય પર આપ્યું આ નિવેદન

|

Nov 08, 2022 | 2:18 PM

ઓરકુટ અને બ્લોગિંગના યુગમાં જ્યારે Twitter સત્તાવાર રીતે શરૂ થયું ન હતું, ત્યારે 2006 માં નૈના રેઢૂને પ્લેટફોર્મ સાથે જોડાવા માટે TWTTR તરફથી એક ઈમેલ મળ્યો હતો. આપને જણાવી દઈએ કે ટ્વિટરના ઓફિશિયલ લોન્ચિંગ પહેલા નૈના રેઢૂ ટ્વિટર સાથે જોડાનાર પ્રથમ ભારતીય ટ્વિટર યુઝર હતી.

16 વર્ષ પહેલા આ ભારતીય મહિલા બની હતી Twitter ની પહેલી યૂઝર, હવે મસ્કના નિર્ણય પર આપ્યું આ નિવેદન
Naina Redhu, Elon musk
Image Credit source: File Photo

Follow us on

ટેસ્લાના સીઇઓ અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કએ પદ સંભાળતાની સાથે જ, દરેક હવે ટ્વિટરમાં થઈ રહેલા ફેરફારો વિશે વાત કરી રહ્યા છે. ટ્વિટરમાં થઈ રહેલા બદલાવ અને એલોન મસ્ક દ્વારા લેવામાં આવેલા મોટા નિર્ણયો વિશે તો દરેક જણ જાણે છે પરંતુ શું તમે ભારતના પહેલા ટ્વિટર યુઝર વિશે જાણો છો જેમણે સૌપ્રથમ પોતાનું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું? ચાલો જાણીએ કે ભારતની પ્રથમ ટ્વિટર યુઝર નૈના રેઢૂ ટ્વિટરમાં થઈ રહેલા વિકાસ અને ફેરફારો વિશે શું વિચારે છે.

ઓરકુટ અને બ્લોગિંગના યુગમાં જ્યારે Twitter સત્તાવાર રીતે શરૂ થયું ન હતું, ત્યારે 2006 માં નૈના રેઢૂને પ્લેટફોર્મ સાથે જોડાવા માટે TWTTR તરફથી એક ઈમેલ મળ્યો હતો. આપને જણાવી દઈએ કે ટ્વિટરના ઓફિશિયલ લોન્ચિંગ પહેલા નૈના રેઢૂ ટ્વિટર સાથે જોડાનાર પ્રથમ ભારતીય ટ્વિટર યુઝર હતી.

ટ્વિટર બ્લુ ટિક પર શું અસર થશે?

જ્યારે નૈના રેઢૂને એલોન મસ્કના બ્લુ ટિક ચાર્જ પર પૂછવામાં આવ્યું કે ભારતમાં ટ્વિટરના બ્લુ ટિકના નિર્ણયની શું અસર થશે, તો તેણે આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે મને નથી લાગતું કે તેની કોઈ અસર થશે કારણ કે સામાન્ય રીતે બ્લુ ટિક હોવું કોઈ જરૂરિયાત નથી. જેમને તેની જરૂર છે અને જેઓને તે પરવડી શકે છે તેઓ તે ખરીદશે અને સામાન્ય જનતાને પણ અસર થશે નહીં. પરંતુ મને લાગે છે કે જે લોકો સ્વતંત્ર રીતે પત્રકારત્વ સાથે સંકળાયેલા છે અને તેમને પરવડી શકે તેમ નથી તેઓને અસર થઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોણ છે નૈના રેઢૂ?

કોણ છે નૈના રેઢૂ? આપની જાણકારી માટે જણાવી દઈએ કે નૈના રેઢૂ જેસલમેરની એક હોટલમાં કામ કરે છે અને તેણે અત્યાર સુધીમાં 1 લાખ 75 હજારથી વધુ ટ્વિટ કર્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ નૈના રેઢૂ સાથે વાત કરી અને જાણવા માંગ્યું કે નૈના રેઢૂ ટ્વિટરમાં જોડાઈ ત્યારથી અને આજે એલોન મસ્કના કાર્યભાર સંભાળ્યા પછી થઈ રહેલા ફેરફારો વિશે તેણી શું વિચારે છે.

આ પ્રશ્નના જવાબમાં નૈના રેઢૂએ કહ્યું કે, મને યાદ છે કે જ્યારે મને ટ્વિટર તરફથી આમંત્રણનો મેલ મળ્યો ત્યારે તે સમયે ટ્વિટરનું નામ TWTTR હતું. હું એ વિચારીને જોડાઈ કે ચાલો સાઇન અપ કરીએ અને એક્સપ્લોર કરીએ પરંતુ મને કલ્પના નહોતી કે ભવિષ્યમાં આ આટલું મોટું પ્લેટફોર્મ બની જશે.

શા માટે દોઢ વર્ષથી છોડ્યું હતુ ટ્વિટર ?

ટ્વિટર પર એક માત્ર ભારતીય હોવાના પોતાના અનુભવ વિશે નૈના રેઢૂ કહે છે કે તે સમયે ભારતમાંથી કોઈ નહોતું અને તે દરમિયાન મેં જે ચેટ જોઈ તે મોટાભાગે ટ્વિટરના કર્મચારીઓ અથવા તેમના મિત્રો દ્વારા કરવામાં આવતી હતી. પછી હું મુંબઈમાં કામ કરતી હતી અને હું વિચારતી હતી કે હું તેની સાથે શું વાત કરી શકું. આ જ કારણ હતું કે મેં જોડાયા પછી લગભગ દોઢ વર્ષ સુધી ટ્વિટરનો ઉપયોગ નહોતો કર્યો.

શું નૈના રેઢૂ બ્લુ ટિક માટે ચૂકવણી કરશે?

નૈના રેઢૂ એક એક્ટિવ ટ્વિટર યુઝર છે અને તેના એકાઉન્ટ પર બ્લુ ટિક પણ હાજર છે, આ દિવસોમાં આ મામલો ચર્ચાનો વિષય છે કારણ કે મસ્કએ સ્પષ્ટ કર્યું છે કે જો તમારે બ્લુ બેજ જોઈએ છે, તો દર મહિને 8 ડોલર (અંદાજે રૂ. 650) ચૂકવવા પડશે.

શું નૈના રેઢૂએ પણ બ્લુ ટિક માટે ચૂકવણી કરવી પડશે, આ મામલામાં તેણે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પૈસા શેના માટે લેવાશે? શું બ્લુ ટિકનો અર્થ એ જ રહેશે કે બદલાશે? નૈના રેઢૂએ કહ્યું કે આ અંગે સ્પષ્ટતા મળ્યા બાદ હું કોઈપણ નિર્ણય લઈ શકીશ. નૈના રેઢૂએ કહ્યું કે બ્લુ ટિક એ ઓળખવા માટે છે કે આ કોઈપણ જાહેર વ્યક્તિનું વાસ્તવિક એકાઉન્ટ છે. જ્યારે મેં છેલ્લા 16 વર્ષથી તેના માટે ચૂકવણી કરી નથી ત્યારે મારે હવે શા માટે કરવું જોઈએ.

નયના રેઢૂ ટ્વિટર પર અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે શું માને છે?

નૈના રેઢૂએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કહ્યું કે મને લાગે છે કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા ટ્વિટર સાથે સંબંધિત નથી. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં આપણે સમાચારો જોઈએ છીએ અને જાણીએ છીએ કે દુનિયાભરમાં શું થઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે પણ ઘણા ફેક ન્યૂઝ છે. મને લાગે છે કે ટ્વિટર પર આધાર રાખવો એ યોગ્ય માર્ગ નથી, આપણે આપણું પોતાનું સંશોધન કરવું જોઈએ.

Next Article