AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનની સરહદે પહોંચ્યું Jio True 5G નેટવર્ક, ઉત્તર પૂર્વ સર્કલના તમામ છ રાજ્યોમાં થયું લોન્ચ

27 જાન્યુઆરીથી 6 રાજ્યો અને 7 શહેરોમાં Jio વપરાશકર્તાઓને Jio વેલકમ ઑફર આપવામાં આવશે. ઓફર હેઠળ, વપરાશકર્તાઓને કોઈપણ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સ્પીડ પર અમર્યાદિત ડેટા મળશે.

ચીનની સરહદે પહોંચ્યું Jio True 5G નેટવર્ક, ઉત્તર પૂર્વ સર્કલના તમામ છ રાજ્યોમાં થયું લોન્ચ
Jio 5GImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 8:59 PM
Share

રિલાયન્સ જિયોનું True 5G ઉત્તર પૂર્વમાં ચીનની સરહદ સુધી પહોંચી ગયું છે. જિયોએ ટેલિકોમના નોર્થ ઈસ્ટ સર્કલની તમામ 6 રાજ્યોની રાજધાનીઓને True 5G નેટવર્ક સાથે જોડી દીધું છે. અરુણાચલ પ્રદેશમાં ઇટાનગર, મણિપુરમાં ઇમ્ફાલ, મેઘાલયમાં શિલોંગ, મિઝોરમમાં આઇઝોલ, નાગાલેન્ડમાં કોહિમા અને દીમાપુર અને ત્રિપુરાના અગરતલા હવે Jio True 5G નેટવર્ક સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો: Microsoft યુઝર્સ માટે સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી, સાયબર અટેકનું છે જોખમ

27 જાન્યુઆરીથી 6 રાજ્યો અને 7 શહેરોમાં Jio વપરાશકર્તાઓને Jio વેલકમ ઑફર આપવામાં આવશે. ઓફર હેઠળ, વપરાશકર્તાઓને કોઈપણ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સ્પીડ પર અમર્યાદિત ડેટા મળશે.

નોર્થ ઈસ્ટ સર્કલના દૂરના વિસ્તારો ઉપરાંત આ વિસ્તાર દેશની સુરક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. Jio એ સર્કલના તમામ 6 રાજ્યોને True 5G સાથે જોડીને સર્કલનું સૌથી મોટું રોલઆઉટ કર્યું છે. કંપનીનો દાવો છે કે ડિસેમ્બર 2023 સુધીમાં Jio True 5G સેવા ઉત્તર પૂર્વ સર્કલના તમામ શહેરો અને તમામ તાલુકાઓમાં પૂરી પાડવામાં આવશે.

આ પ્રસંગે બોલતા, Jioના પ્રવક્તાએ કહ્યું, Jio આજથી ઉત્તર પૂર્વ સર્કલના તમામ છ રાજ્યોમાં True 5G સેવાઓ શરૂ કરવામાં ગર્વ અનુભવે છે. આ અદ્યતન ટેક્નોલોજી તેના વિશ્વસનીય વાયરલેસ નેટવર્ક સાથે ઉત્તર પૂર્વના લોકો માટે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે.

વધુમાં, તે કૃષિ, શિક્ષણ, ઈ-ગવર્નન્સ, આઈટી, એસએમઈ, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ગેમિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપશે. Jio True 5G તેના બીટા લોન્ચ થયાના 4 મહિનાથી ઓછા સમયમાં 191 શહેરોમાં પહોંચી ગયું છે. અમે નોર્થ-ઈસ્ટ સર્કલને ડિજિટાઈઝ કરવામાં સહકાર આપવા બદલ રાજ્ય સરકારોના આભારી છીએ.

જણાવી દઈએ કે ટેલિકોમ કંપની Reliance Jio ઝડપથી તેની હાઇ સ્પીડ ઇન્ટરનેટ 5G સર્વિસ Jio True 5Gનું વિસ્તરણ કરી રહી છે. રિલાયન્સ જિયોએ ​6 જાન્યુઆરીના ગ્વાલિયર, જબલપુર, લુધિયાણા અને સિલીગુડી એમ ચાર વધુ શહેરોમાં તેનું True 5G નેટવર્ક લોન્ચ કર્યું હતું.

ગ્વાલિયર, જબલપુર અને લુધિયાણામાં 5G સેવાઓ શરૂ કરનાર Jio એકમાત્ર ઓપરેટર છે. કંપનીએ અત્યાર સુધીમાં દેશના લગભગ 72 શહેરોમાં 5G સેવા શરૂ કરી છે. આ શહેરોમાં Jio વપરાશકર્તાઓને ‘Jio વેલકમ ઑફર’ હેઠળ આમંત્રિત કરવામાં આવશે અને આ શહેરોમાં Jio વપરાશકર્તાઓને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સ્પીડ અને અમર્યાદિત ડેટા મળશે.

ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
પ્રેમલગ્ન બાદ યુવતીઓને ધિક્કારવી ન જોઈએ- મહિલા આયોગના ચેરમેન
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
વાતાવરણમાં આવશે 'પલટો' ! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માનવ મહેરામણ ઉમટ્યું, ડિસેમ્બરમાં લાખોની ભીડ
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
ફાર્મા ફેક્ટરીમાં બનતો હતો નશો!, 22 કિલો અલ્પ્રાઝોલમ કર્યો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">