Instagram યુઝર્સ હવે કરી શકશે કોઈ પણ પોસ્ટ Share, જાણો નવા Repost ફીચર વિશે

|

Sep 12, 2022 | 1:01 PM

ફેસબુક અને ટ્વિટર પર આવી કોઈ સમસ્યા નથી. બંને પ્લેટફોર્મ વપરાશકર્તાઓને કોઈપણની પોસ્ટ શેર કરવાની મંજૂરી આપે છે. પરંતુ હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ કોઈપણની પોસ્ટ સરળતાથી રી-પોસ્ટ કરી શકાશે.

Instagram યુઝર્સ હવે કરી શકશે કોઈ પણ પોસ્ટ Share, જાણો નવા Repost ફીચર વિશે
Instagram
Image Credit source: File Photo

Follow us on

ઇન્સ્ટાગ્રામ (Instagram)યુઝર્સ અત્યાર સુધી કોઇપણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટને રી-પોસ્ટ (Re-Post)કે શેર કરી શકતા ન હતા. પરંતુ ફેસબુક અને ટ્વિટર પર આવી કોઈ સમસ્યા નથી. બંને પ્લેટફોર્મ વપરાશકર્તાઓને કોઈપણની પોસ્ટ શેર કરવાની મંજૂરી આપે છે. પરંતુ હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ કોઈપણની પોસ્ટ સરળતાથી રી-પોસ્ટ કરી શકાશે.

Instagram યુઝર્સ હવે કરી શકશે Repost

ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સને હવે જલ્દી જ આ સુવિધા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Instagram ટૂંક સમયમાં તેના કેટલાક વપરાશકર્તાઓ માટે આ નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. આના દ્વારા યુઝર્સ કોઈપણની પોસ્ટને રી-પોસ્ટ કરી શકશે. આ ફીચરની ચર્ચા થઈ રહી હતી પરંતુ હવે મેટાએ પણ તેની પુષ્ટિ કરી છે.

રિપોર્ટ અનુસાર, કંપની ટૂંક સમયમાં આ નવા ફીચરને કેટલાક યુઝર્સ સાથે ટેસ્ટ કરવા જઈ રહી છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર્સ કોઈપણની પોસ્ટને રીશેર કરી શકશે. હાલમાં, Instagram પર વપરાશકર્તાઓ સરળતાથી કોઈપણ વપરાશકર્તાની Instagram સ્ટોરીને શેર કરી શકે છે. પરંતુ આ ફીચર હજુ સુધી ફીડ કે પોસ્ટ માટે ઉપલબ્ધ નહોતું. હવે નવી રીપોસ્ટ ફીચર પણ આવી જ રીતે કામ કરશે, જેના દ્વારા યુઝર્સ સરળતાથી કોઈની પોસ્ટ શેર કરી શકશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પોસ્ટને રીપોસ્ટ કરવાનો નવો વિકલ્પ પણ પ્રોફાઇલમાં જોવા મળી રહ્યો છે. જે દર્શાવે છે કે કંપની આ નવા ફીચર પર ઝડપથી કામ કરી રહી છે અને તેને જલ્દી લોન્ચ કરી શકે છે.

જો કે, અમે તમને એ પણ જણાવી દઈએ કે જ્યાં સુધી આ ફીચર લોંચ ન થાય ત્યાં સુધી તમે Instagram પોસ્ટને કેવી રીતે શેર કરી શકો છો. આ માટે હાલમાં યુઝર્સે પોસ્ટનો સ્ક્રીનશોટ લેવો પડશે અથવા પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી કોઈપણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે.

Published On - 1:00 pm, Mon, 12 September 22

Next Article