Tech Tips: WhatsApp પર બેન થઈ ગયું છે એકાઉન્ટ તો આ ફીચર કરશે મદદ! જાણો સરળ પ્રોસેસ

|

Jun 28, 2022 | 10:12 AM

જો તમને ક્યારેય એવું લાગે છે કે તમારા એકાઉન્ટમાંથી કોઈ ખોટી પ્રવૃત્તિ થઈ નથી તેમ છતા તમારૂ એકાઉન્ટ બેન થઈ ગયું છે, તો તમે તેને વોટ્સએપ(WhatsApp)માંથી પાછું ઠીક કરવા માટે વિનંતી કરી શકો છો.

Tech Tips: WhatsApp પર બેન થઈ ગયું છે એકાઉન્ટ તો આ ફીચર કરશે મદદ! જાણો સરળ પ્રોસેસ
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

વોટ્સએપ (WhatsApp)ના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા પર એકાઉન્ટને બેન કરવામાં આવે છે. જ્યારે WhatsAppને લાગે છે કે એકાઉન્ટમાંથી કોઈ પ્રવૃત્તિ થઈ રહી છે જે કંપનીના નિયમોની વિરુદ્ધ છે અને તે સ્પામ છે, તો તે તેના પર પ્રતિબંધ મૂકે છે. પરંતુ જો તમને ક્યારેય એવું લાગે છે કે તમારા એકાઉન્ટમાંથી કોઈ ખોટી પ્રવૃત્તિ થઈ નથી, તો તમે તેને વોટ્સએપમાંથી પાછું ઠીક કરવા માટે વિનંતી કરી શકો છો. વોટ્સએપના FAQ પેજમાં કહેવામાં આવ્યું છે કે જો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત (WhatsApp Account)કરવામાં આવ્યું છે, તો તમે WhatsAppને એક્સેસ કરતી વખતે આ મેસેજ જોશો – ‘તમારા ફોન નંબર પર WhatsAppનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મદદ માટે સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

WhatsApp કહે છે કે તે ફક્ત ત્યારે જ તેના પર પ્રતિબંધ મૂકે છે જો તે માને છે કે એકાઉન્ટની પ્રવૃત્તિ તેની સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે વોટ્સએપ એમ પણ કહે છે કે, ‘એ જરૂરી નથી કે અમે તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકતા પહેલા તમને ચેતવણી આપીએ. જો તમે માનતા હોવ કે તમારું એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત કરવામાં આવ્યું છે, તો વપરાશકર્તાઓ અમને ઇમેઇલ કરી શકે છે, જેના પછી એકાઉન્ટની ચકાસણી કરવામાં આવશે.

પ્રતિબંધિત એકાઉન્ટ કેવી રીતે પાછું મેળવવું?

  1. જ્યારે તમે પ્રતિબંધિત WhatsApp એકાઉન્ટમાં લૉગ ઇન કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે સંદેશની નીચે WhatsApp સપોર્ટનો સંપર્ક કરવાનો વિકલ્પ છે, જે તમને જણાવે છે કે તમારું એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. અહીં તમારે ‘સપોર્ટ’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  2. સપોર્ટ ઓપ્શન પર ક્લિક કર્યા પછી કોન્ટેક્ટ સપોર્ટ પેજ ખુલશે, અહીં તમારે એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે અને સપોર્ટમાં સ્ક્રીનશોટ એડ કરવાનો રહેશે. જો કે, સ્ક્રીનશોટ ઉમેરવો વૈકલ્પિક છે. તે પછી નેક્સ્ટ પર ક્લિક કરો.
  3. જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
    વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
    Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
    ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
    IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
    રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
  4. આ પછી ઈમેલ પેજ ખુલશે, જ્યાંથી તમે મદદ માંગી શકો છો.
  5. આ પછી વોટ્સએપ મામલાની તપાસ કરશે અને જો ખબર પડશે કે તેમની સિસ્ટમે ભૂલથી તમારું એકાઉન્ટ પ્રતિબંધિત કરી દીધું છે તો તમારું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવશે.
  6. જો કે, જો WhatsApp પુષ્ટિ કરે છે કે તમે તેમની સેવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે, તો તમારા એકાઉન્ટમાંથી પ્રતિબંધ દૂર કરવામાં આવશે નહીં.
Next Article