Tech News: SIM કાર્ડને લઈ બદલી ગયા આ નિયમ, આ ગ્રાહકોએ કાર્ડ લેવું થશે મુશ્કેલ, જાણો શું છે નવા નિયમ

|

May 25, 2022 | 3:25 PM

SIM Rule: સરકારે સિમ (SIM Rule)સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. કેટલાક ગ્રાહકો માટે હવે સિમ ખરીદવું પહેલા કરતા વધુ સરળ બનશે, જ્યારે કેટલાકને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Tech News: SIM કાર્ડને લઈ બદલી ગયા આ નિયમ, આ ગ્રાહકોએ કાર્ડ લેવું થશે મુશ્કેલ, જાણો શું છે નવા નિયમ
SIM Card
Image Credit source: File Photo

Follow us on

નવું સિમ મેળવવા માટે આપણે સામાન્ય રીતે શું કરવું પડે છે? આપણે કોઈપણ લોકલ સ્ટોર પર જઈએ છીએ, અને ઓળખ કાર્ડ દ્વારા, સિમ આપવામાં આવે છે, અને તે થોડા કલાકોમાં સિમ(SIM Card)એક્ટિવ પણ થઈ જાય છે. પરંતુ હવે આવું નહીં થાય, કારણ કે સરકારે સિમ (SIM Rule)સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. કેટલાક ગ્રાહકો માટે હવે સિમ ખરીદવું પહેલા કરતા વધુ સરળ બનશે, જ્યારે કેટલાકને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

હકીકતમાં, ગ્રાહકો હવે નવા સિમ માટે ઓનલાઈન અરજી કરી શકે છે, જે તેમના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે. હવે કંપની એવા ગ્રાહકોને નવું સિમ નહીં આપે જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. 18 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકો તેમના નવા સિમ માટે આધાર અથવા DigiLocker માં સંગ્રહિત કોઈપણ દસ્તાવેજ સાથે પોતાને વેરિફાઈ કરી શકે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે તો તેને પણ નવું સિમ કાર્ડ આપવામાં આવશે નહીં. જો આવી વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાશે તો સિમ વેચનારી ટેલિકોમ કંપનીને દોષિત ગણવામાં આવશે.

1 રૂપિયો ચૂકવવાનો રહેશે

નવા નિયમો અનુસાર, નવા મોબાઈલ કનેક્શન માટે યુઝર્સે UIDAIની આધાર આધારિત ઈ-KYC સેવા દ્વારા પ્રમાણપત્ર માટે માત્ર 1 રૂપિયા ચૂકવવો પડશે. DoT અનુસાર, મોબાઇલ કનેક્શન ગ્રાહકોને એપ/પોર્ટલ આધારિત પ્રક્રિયા દ્વારા આપવામાં આવશે, જેમાં ગ્રાહકો ઘરે બેઠા મોબાઇલ કનેક્શન માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)નું આ પગલું કેબિનેટ દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ મંજૂર કરાયેલા ટેલિકોમ સુધારાનો એક ભાગ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આપને જણાવી દઈએ કે નિયમમાં થયેલા આ ફેરફાર 18 વર્ષથી નીચેના વયજુથને અસર કરશે. જો ગુજરાતની વસ્તી પર નજર કરીએ તો ગુજરાતની 2022 ની અંદાજે વસ્તી 7 કરોડ 4 લાખ આસપાસ છે. જેમાં 0 થી 6 વયની 78 લાખ આસપાસ વસ્તી છે જ્યારે 2020 ના એક રિપોર્ટ અનુસાર 45 ટકા 25 વર્ષ કે તેનાથી નીચેની ઉંમરના લોકો છે.

Next Article