Google Driveમાં આવ્યુ નવું અપડેટ, એક લિમિટ બાદ નહી સેવ થાય ફાઈલ્સ

|

Apr 02, 2023 | 3:12 PM

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કંપની તરફથી આ પ્લેટફોર્મ પર કેટલીક મર્યાદાઓ લાદવામાં આવશે. ગૂગલ આ પ્લેટફોર્મ પર ફાઇલ લિમિટ સેટ કરવા જઈ રહ્યું છે. આ મર્યાદા પછી, વપરાશકર્તાઓ તેમની ફાઇલોને એક નિશ્ચિત સંખ્યા સાથે જ Google ડ્રાઇવમાં સેવ કરી શકશે.

Google Driveમાં આવ્યુ નવું અપડેટ, એક લિમિટ બાદ નહી સેવ થાય ફાઈલ્સ
Google Updates

Follow us on

ટેક કંપની ગૂગલના ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ ગૂગલ ડ્રાઇવને નવું અપડેટ મળી રહ્યું છે. આ સેવાનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે નવા અપડેટને જાણવું મહત્વપૂર્ણ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કંપની તરફથી આ પ્લેટફોર્મ પર કેટલીક મર્યાદાઓ લાદવામાં આવશે. ગૂગલ આ પ્લેટફોર્મ પર ફાઇલ લિમિટ સેટ કરવા જઈ રહ્યું છે. આ મર્યાદા પછી, વપરાશકર્તાઓ તેમની ફાઇલોને એક નિશ્ચિત સંખ્યા સાથે જ Google ડ્રાઇવમાં સેવ કરી શકશે.

આ પણ વાંચો: Dance Viral Video : ઉંમર તો એક માત્ર નંબર છે, અંકલજીના ડાન્સમાં જુઓ તેની જિંદાદિલી, લોકોએ કહ્યું-માઈકલ જેક્સનની યાદ અપાવી, જુઓ Viral video

“Creation Limit” પૂર્ણ થવાનો મળી રહ્યો છે મેસેજ

એક અહેવાલ મુજબ, કેટલાક Google ડ્રાઇવ વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટ પર એક નવો સંદેશ મળ્યો છે. આ સંદેશમાં, વપરાશકર્તાઓને “creation limit” પૂર્ણ થવાની માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહીં, યુઝર્સને આપવામાં આવેલા આ મેસેજમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો મર્યાદા ઓળંગી જશે તો નવી ફાઇલો અપલોડ થઈ શકશે નહીં.

કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?

નવી ફાઈલો માટે જૂની ફાઈલો ડીલીટ કરવી જરૂરી હોવાનું કહેવાય છે. જોકે, આ મર્યાદા મફત એકાઉન્ટ્સ તેમજ Google Workplace અને Google Oneના પેઇડ સબ્સ્ક્રાઇબર્સ માટેના એકાઉન્ટ પર પણ લાગુ થાય છે.

ગૂગલે માહિતી આપી હતી

કંપનીએ ગૂગલ સપોર્ટ દ્વારા પણ આવી મર્યાદાની પુષ્ટિ કરી છે. જો કે કંપની દ્વારા આ પ્રકારની સત્તાવાર માહિતી હજુ આપવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, ફાઇલ લિમિટ પૂરી થયા પહેલા કંપનીએ યુઝર્સને આવી કોઈ માહિતી આપી નથી. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે યુઝરને ગૂગલ ડ્રાઇવ દ્વારા વધુમાં વધુ 4 લાખ ફાઇલો શેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, ફાઇલ મર્યાદા સાથે સ્ટોરેજ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

આ કારણે ફાઈલ મર્યાદા સેટ કરવામાં આવી

ગૂગલ ડ્રાઇવ પર આવી મર્યાદા નક્કી કરવાનું કારણ પણ કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ પ્રકારના પ્રતિબંધથી સિસ્ટમનો દુરુપયોગ થતો અટકશે. જો કે, આવા પ્રતિબંધથી બહુ ઓછા વપરાશકર્તાઓ પ્રભાવિત થશે. આ સાથે, આ પ્રકારનો પ્રતિબંધ ફક્ત ડ્રાઇવ એકાઉન્ટમાં બનાવવામાં આવેલી ફાઇલો પર જ લાદવામાં આવશે.

ટેકનોલોજીના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ફોન અને ગેઝેટ સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:09 pm, Sun, 2 April 23

Next Article