દબાણ બાદ ગૂગલે પ્લે સ્ટોરની આ સેવા બંધ કરી, CCIએ લગાવ્યો હતો ભારે દંડ

|

Nov 01, 2022 | 5:10 PM

CCIએ ગૂગલને તેના પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી પેમેન્ટની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે સીસીઆઈએ સતત બે વખત ગૂગલ પર કરોડો રૂપિયાનો મોટો દંડ લગાવ્યો છે.

દબાણ બાદ ગૂગલે પ્લે સ્ટોરની આ સેવા બંધ કરી, CCIએ લગાવ્યો હતો ભારે દંડ
Google
Image Credit source: File Photo

Follow us on

ગૂગલએ ભારતીય ડેવલપર્સને લાગુ પડતી ગૂગલ પ્લે બિલિંગ સિસ્ટમ નીતિ બંધ કરી દીધી છે. અમેરિકન ટેક કંપની આ પોલિસી 31 ઓક્ટોબરથી લાગુ કરવાની તૈયારી કરી રહી હતી. આવી સ્થિતિમાં, એપ્લિકેશન ડેવલપર્સ ફક્ત ગૂગલ બિલિંગ સેવાનો ઉપયોગ કરી શકે છે. આ નિર્ણયને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના આદેશની અસર તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં સીસીઆઈએ ગૂગલને તેના પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી પેમેન્ટની મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે સીસીઆઈએ સતત બે વખત ગૂગલ પર કરોડો રૂપિયાનો મોટો દંડ લગાવ્યો છે.

ગૂગલની પેમેન્ટ પોલિસી એપ્લિકેશન ડેવલપર્સને તેમની એપ્લિકેશન્સમાં ચૂકવણી માટે ગૂગલ પ્લે બિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે બાધ્ય કરે છે. મતલબ કે જો કોઈ યુઝર ભારતમાં એન્ડ્રોઈડ એપ પર કોઈ સામાન કે સર્વિસ ખરીદે છે, તો તેનું પેમેન્ટ ગૂગલની સિસ્ટમ દ્વારા જ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એન્ડ્રોઈડ પણ ગૂગલની માલિકીનું છે. તેથી જ એન્ડ્રોઇડની દુનિયામાં ગૂગલનો મોટો હસ્તક્ષેપ છે.

ગૂગલએ સપોર્ટ પેજ પર આપી જાણકારી

જોકે, CCIના આદેશ બાદ ગૂગલે તેના સપોર્ટ પેજ પર જાણકારી આપી છે કે તેણે હાલ માટે પેમેન્ટ પોલિસી બંધ કરી દીધી છે. કંપનીનું કહેવું છે કે તે તેના કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે. ગૂગલે ખાતરી આપી છે કે તે એન્ડ્રોઇડ અને પ્લેમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. અગાઉ ગૂગલે ભારતમાં ડેવલપર્સ માટે આ નીતિના અમલીકરણની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ નીતિ ભારતની બહાર લાગુ છે

ગૂગલની આ નીતિ ભારતની બહાર એપ્લિકેશનમાં વ્યવહારો માટે પહેલાથી જ ફરજિયાતપણે અમલમાં છે. અહેવાલો અનુસાર, ભલે ગૂગલે પ્લે પેમેન્ટ પોલિસી બંધ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ તે હજી પણ ગૂગલ પ્લે બિલિંગ સિસ્ટમ માટે અરજી કરી શકે છે. જો ભારતમાં કોઈ એપ ડેવલપર ગૂગલની પેમેન્ટ સર્વિસનો લાભ લેવા માંગે છે, તો તે ઇન-એપ ટ્રાન્ઝેક્શન માટે અરજી કરી શકે છે.

CCIએ 2 વખત દંડ ફટકાર્યો

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ 7 દિવસની અંદર બે વાર ગૂગલ પર કરોડો રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. એન્ડ્રોઇડ વિશ્વમાં તેની એકાધિકારનો અયોગ્ય લાભ ઉઠાવવા બદલ CCI એ સૌપ્રથમ રૂ. 1337.76 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેના થોડા દિવસો પછી, પ્લે સ્ટોરમાં તેની મજબૂત સ્થિતિનો અયોગ્ય રીતે લાભ લેવા બદલ CCI એ Google પર રૂ. 936.44 કરોડનો દંડ ફટકાર્યો છે.

Next Article