Google એ પ્લેટ સ્ટોર પરથી હટાવી આ ચાર ખતરનાક એપ્સ, તમે પણ કરો તાત્કાલિક ડિલીટ

|

Jul 10, 2022 | 9:29 AM

હવે આ જોકર માલવેર ફરી પાછો આવ્યો છે. જોકર મૉલવેર ચાર એન્ડ્રોઇડ મોબાઇલ એપમાં જોવા મળ્યું છે જે લાખો વપરાશકર્તાઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. ગૂગલે આ ચાર એપ્સને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)પરથી હટાવી દીધી છે.

Google એ પ્લેટ સ્ટોર પરથી હટાવી આ ચાર ખતરનાક એપ્સ, તમે પણ કરો તાત્કાલિક ડિલીટ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

જોકર માલવેર (Joker malware)વિશે તો તમે જાણતા જ હશો. તે 2017 માં પ્રથમ વખત ઓળખવામાં આવ્યું હતો. 2019 માં, ગૂગલે લોકોને ચેતવણી આપતા એક બ્લોગ પોસ્ટ કર્યો હતો જેમાં તેણે જોકર માલવેરથી કેવી રીતે બચવું તે જણાવ્યું હતું. હવે આ જોકર માલવેર ફરી પાછો આવ્યો છે. જોકર મૉલવેર ચાર એન્ડ્રોઇડ મોબાઇલ એપમાં જોવા મળ્યું છે જે લાખો વપરાશકર્તાઓ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. ગૂગલે આ ચાર એપ્સને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)પરથી હટાવી દીધી છે. આવો જાણીએ આ એપ્સ વિશે.

જોકર માલવેરવાળા એપ્લિકેશનના નામ

સુરક્ષા સંશોધક કંપની Pradeo એ આ એપ્સ વિશે માહિતી આપી છે. આ એપ્સનની ઓળખ Smart SMS Messages, Blood Pressure Monitor, Voice Languages Translator અને Quick Text SMS તરીકે કરવામાં આવી છે. જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ છે તો તમારે તેને તાત્કાલિક જ ડિલીટ કરી દેવી જોઈએ. એક લાખથી વધુ લોકોએ આ એપ્સ ડાઉનલોડ કરી છે. આ તમામ એપ્સમાં જોકર માલવેર છે.

આ તમામ એપ્સ યુઝર્સના ફોન પર આવતા તમામ નોટિફિકેશન અને મેસેજને વાંચતી અને સ્ટોર કરતી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ માલવેર ફોનમાં પોતાની ઓળખ છોડતો નથી. આવી સ્થિતિમાં, કોઈને ખબર પણ નથી પડતી કે તેમના ફોનમાં માલવેર છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમારે શું કરવું જોઈએ?

જો તમે પણ તે 1 લાખ લોકોમાંથી એક છો જેમણે આમાંથી કોઈ એક એપ ડાઉનલોડ કરી છે, તો તરત જ ફોનમાંથી એપને ડિલીટ કરો. આ સિવાય, ગૂગલ પ્લે-સ્ટોર પર જાઓ અને મેનૂ પર જાઓ અને બધા સબ્સ્ક્રિપ્શન્સ ચેક કરો અને રદ કરો. જો ફોનના ફાઈલ મેનેજરમાં આવું કોઈ ફોલ્ડર દેખાય છે, જેના વિશે તમે જાણતા નથી, તો તેને પણ કાઢી નાખો.

SMS દ્વારા ઘૂસણખોરી કરે છે Hermit સ્પાયવેર

આ સિવાય એક અન્ય સ્પાયવેર પણ સામે આવ્યો હતો. આ સ્પાયવેર યુઝર્સના એન્ડ્રોઇડ ફોનમાં ટેક્સ્ટ SMS દ્વારા એન્ટ્રી લે છે. આ એટલું ખતરનાક સ્પાયવેર છે કે સેમસંગ અને ઓપ્પો જેવા મોટા ઉત્પાદકો પણ તેને પકડી શકતા નથી. તે યુઝર્સના કોલ લોગ, ફોટો, ઈમેલ, મેસેજ તેમજ રેકોર્ડિંગ ઓડિયો ચોરી શકે છે. આટલું જ નહીં, મિક્સિંગ કોલ સિવાય, આ સ્પાયવેર ઉપકરણના ચોક્કસ સ્થાન સાથે પણ ચેડા કરી શકે છે.

Next Article