Technology News: Google Meet નું નવું ફીચર! હવે Youtube પર સ્ટ્રીમ કરી શકાશે Meetings

|

Jul 28, 2022 | 11:17 AM

Google નું કહેવું છે કે લાઇવ સ્ટ્રીમિંગ એવી પરિસ્થિતિઓમાં ઉપયોગી છે જ્યાં વપરાશકર્તાઓ તેમની સંસ્થાની બહાર વધુ લોકોને સમક્ષ માહિતી રજૂ કરવા માગે છે. આ તેમને જરૂર મુજબ પોઝ (Pause)અને ફરીથી પ્લે અથવા પછીના સમયે પ્રેસેન્ટેશન જોવાની મંજૂરી આપે છે.

Technology News: Google Meet નું નવું ફીચર! હવે Youtube પર સ્ટ્રીમ કરી શકાશે Meetings
Google Meet YouTube
Image Credit source: Google

Follow us on

ગૂગલ (Google) તેની મીટ એપ્લિકેશનમાં એક નવી સુવિધા ઉમેરી રહ્યું છે જેથી વપરાશકર્તાઓ તેના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર મીટિંગ્સને લાઇવસ્ટ્રીમ કરી શકે. રિપોર્ટ અનુસાર, ગૂગલ મીટ (Google Meet) ને અન્ય Google ઉત્પાદનો સાથે વધુ ઈન્ટાગ્રેશન મળી રહ્યું છે. અહીં અમે તમને યુટ્યુબ (YouTube) વિશે જણાવી રહ્યા છીએ, કારણ કે કંપની યુઝર્સને તેમની મીટિંગ્સને Meet પરથી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લાઇવસ્ટ્રીમ કરવાની મંજૂરી આપી રહી છે. આ સેવાને એડમિન દ્વારા ચલાવવાની મંજૂરી આપવામાં આવી રહી છે જે ગૂગલ મીટ એપ પર કોઈ ચોક્કસ મીટિંગની એક્ટિવિટી પેનલ પર જઈને લાઈવ સ્ટ્રીમિંગ વિકલ્પ પસંદ કરી શકે છે. તેઓ મીટિંગની ચેનલ પસંદ કરી શકે છે જેમાંથી લાઇવ સ્ટ્રીમ કરવામાં આવે છે.

Google નું કહેવું છે કે લાઇવ સ્ટ્રીમિંગ એવી પરિસ્થિતિઓમાં ઉપયોગી છે જ્યાં વપરાશકર્તાઓ તેમની સંસ્થાની બહાર વધુ લોકોને સમક્ષ માહિતી રજૂ કરવા માગે છે. આ તેમને જરૂર મુજબ પોઝ (Pause)અને ફરીથી પ્લે અથવા પછીના સમયે પ્રેસેન્ટેશન જોવાની મંજૂરી આપે છે.

આ ફીચર સ્ટેપ્સમાં રજૂ કરવામાં આવશે

નવા ફીચરને સ્ટેપ બાય સ્ટેપ રોલઆઉટ કરવામાં આવશે. પહેલું છે ‘રેપિડ રિલીઝ’, આ ફીચર 21 જુલાઈથી પસંદગીના ડોમેન માટે શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે બીજું રોલઆઉટ 15 દિવસ સુધી ચાલશે અને 25 જુલાઈથી શરૂ થયું. Google અનુસાર લાઈવ સ્ટ્રીમ પ્રોસેસને કરવા માટે પહેલા એક પ્રકિયામાંથી પસાર થવું પડે છે જેમાં YouTube પર લાઇવ થવા માટે અપ્રુવ્ડ મીટિંગ્સ ઉપલબ્ધ છે તેના માટે YouTube પર લાઇવ સ્ટ્રીમ શરૂ થાય તે પહેલાં YouTube ને ચોક્કસ મીટિંગ ચેનલને મંજૂરીની જરૂર પડશે. વપરાશકર્તાઓ ફક્ત મીટિંગ લિંક પર ક્લિક કરીને સેશનને લાઇવ સ્ટ્રીમ કરી શકતા નથી. કંપની કહે છે કે લોકો તેના હેતુનો દુરુપયોગ કરવાનું શરૂ કરે તે પહેલા ગૂગલ સિસ્ટમને ફુલ-પ્રૂફ કરવા માંગે છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમે ગૂગલ મીટ પર વીડિયો બેકગ્રાઉન્ડ મૂકી શકો છો

ડિફોલ્ટ અને કસ્ટમ વોલપેપર્સ પછી, ગૂગલ મીટમાં વિડિઓ બેકગ્રાઉન્ડ માટે સુવિધા મળે છે. જે વેબ પર અને મોબાઇલ પર મળે છે. એક અહેવાલ અનુસાર ગૂગલ મીટમાં સ્ટેબલ બેકગ્રાઉન્ડ ઉપરાંત તમે હવે વીડિઓઝ પસંદ કરી શકો છો, કસ્ટમ બેકગ્રાઉન્ડ તમને તમારા વ્યક્તિત્વને વધુ સારૂ બતાવવામાં મદદ કરી શકે છે. ઉપરાંત ગોપનીયતા જાળવવા માટે તે તમારી આસપાસના વાતાવરણને છુપાવવામાં મદદ કરી શકે છે.

Published On - 11:13 am, Thu, 28 July 22

Next Article