1 ડિસેમ્બરથી બદલી જશે Facebook, તમારી પ્રોફાઈલમાં થશે આ મોટા ફેરફાર

|

Nov 18, 2022 | 5:22 PM

1 ડિસેમ્બરથી ફેસબુક તેના પ્લેટફોર્મ પર એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, ફેસબુકના આ બદલાવ પછી તમારી પ્રોફાઈલ પર કઈ કઈ વસ્તુઓ દેખાશે નહીં, ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

1 ડિસેમ્બરથી બદલી જશે Facebook, તમારી પ્રોફાઈલમાં થશે આ મોટા ફેરફાર
Facebook
Image Credit source: File Photo

Follow us on

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook ટૂંક સમયમાં ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે, આપને જણાવી દઈએ કે કંપની તેના યુઝર્સની પ્રોફાઇલમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે 1 ડિસેમ્બરથી ફેસબુક તેના પ્લેટફોર્મ પર એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, ફેસબુકના આ બદલાવ પછી તમારી પ્રોફાઈલ પર કઈ કઈ વસ્તુઓ દેખાશે નહીં, ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

1 ડિસેમ્બર પછી આ વસ્તુઓ દેખાશે નહીં

આપની જાણકારી માટે, જણાવી દઈએ કે 1 ડિસેમ્બર પછી, તમે તમારી ફેસબુક પ્રોફાઇલ પર ઈન્ટરેસ્ટેડ ઈન, ધાર્મિક વ્યુ, એડ્રેસ અને રાજકીય વિચારો જેવી વસ્તુઓ જોઈ શકશો નહીં. આ બધી મહત્વપૂર્ણ માહિતી તમારા પ્રોફાઇલ સેક્શન અને બાયોમાં જોવા મળે છે.

ફેસબુકમાં આ ફેરફારો સૌ પ્રથમ Matt Navarra દ્વારા જોવામાં આવ્યા હતા. માત્ર સ્પોટ જ નહીં, તેણે ટ્વિટ કરીને એક તસવીર પણ શેર કરી છે અને દરેકને આ ફેરફારો વિશે જણાવ્યુ છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર, 2022થી ફેસબુક યૂઝરની પ્રોફાઇલમાંથી રિલિજિયસ વ્યુ અને ઈન્ટરેસ્ટેડ ઈન જેવી બાબતોને દૂર કરવા જઈ રહ્યું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

હાલમાં, આ ફેરફારોને લઈને કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. યાદ અપાવી દઈએ કે પહેલા ફેસબુકમાં લોકોની પસંદ, તેમના ધાર્મિક વિચારો, ઈન્ટરેસ્ટેડ અને રાજકીય વિચારો વિશે આખી કોલમ હતી. અગાઉ, જ્યારે લોકો ફેસબુક પર તેમની પ્રોફાઇલ બનાવતા હતા, ત્યારે તેમને ફોર્મ ભરવામાં કલાકો લાગતા હતા, પરંતુ હવે વસ્તુઓ ધીમે ધીમે બદલાઈ રહી છે.

મેટાના પ્રવક્તા એમિલ વાઝક્વેઝે જણાવ્યું હતું કે ફેસબુક પર નેવિગેટ કરવાનું સરળ બનાવવા માટે, અમે કેટલાક પ્રોફાઈલ ફીલ્ડનું પુન: વિતરણ કરી રહ્યા છીએ અને આ માટે અમે લોકોને નોટિફિકેશન મોકલવાનું પણ શરૂ કર્યું છે. જણાવી દઈએ કે મેટા કંપની છેલ્લા કેટલાક સમયથી નાણાકીય નુકસાનનો સામનો કરી રહી છે. જેના કારણે હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે કંપનીએ 11,000 લોકોને બહારનો રસ્તો બતાવ્યો છે.

Next Article