Tech News : Facebook એ રિબ્રાન્ડિંગ માટે લીધું મોટું પગલું, હવે નવા સ્ટોક ટિકરમાં દેખાશે Meta

|

Jun 02, 2022 | 9:39 AM

Facebook Rebranding: મેટાએ 2012 માં કંપનીએ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) રજુ કર્યા બાદ મેટાએ ટીકર FB હેઠળ ટ્રેડિંગ કર્યું હતું. હવે કંપનીનું કહેવું છે કે વર્તમાન ટિકર સિમ્બોલ મેટા જૂના એફબીને રિપ્લેસ કરશે.

Tech News : Facebook એ રિબ્રાન્ડિંગ માટે લીધું મોટું પગલું, હવે નવા સ્ટોક ટિકરમાં દેખાશે Meta
Facebook Ticker Fb Name Meta
Image Credit source: File Photo

Follow us on

ફેસબુક (Facebook) ની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક( Meta) એ જાહેરાત કરી છે કે તે 9 જૂને બજાર ખૂલે તે પહેલાં તેના સ્ટોક ટિકરને મેટામાં બદલી દેશે. ફેસબુકે ગયા વર્ષે તેનું નવું નામ નક્કી કર્યું હોવાથી રિ-બ્રાન્ડિંગ માટે આ પગલું ભર્યું છે. કંપનીએ ગયા વર્ષે જ નિર્ણય લીધો હતો કે ફેસબુક હવે મેટા તરીકે ઓળખાશે. આ નવા નામ વિશે ઘણી વાતો કહેવામાં આવી હતી. મેટાએ 2012 માં કંપનીએ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) રજુ કર્યા બાદ મેટાએ ટીકર FB હેઠળ ટ્રેડિંગ કર્યું હતું. હવે કંપનીનું કહેવું છે કે વર્તમાન ટિકર સિમ્બોલ મેટા જૂના એફબીને રિપ્લેસ કરશે.

નવું ટિકર સિમ્બોલ કંપનીના Facebook થી Meta પરના રિબ્રાન્ડિંગ પર આધારિત છે, જેની જાહેરાત 28 ઓક્ટોબર, 2021ના રોજ કરવામાં આવી હતી, કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું. મેટાવર્સ માટે તેના વિસ્તરણ પર કામ કરતી વખતે કંપનીએ ગયા ઓક્ટોબરમાં તેનું નામ ફેસબુકથી બદલીને મેટા કર્યું. તે સમયે, CEO માર્ક ઝકરબર્ગ ઇન્ટરનેટનું વધુ ઇમર્સિવ વર્ઝન બનાવવા પર કામ કરી રહ્યા હતા. રાઉન્ડહિલ ઇન્વેસ્ટમેન્ટ્સે તેના રાઉન્ડહિલ બોલ મેટાવર્સ ETF માટે મેટા ટિકરનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેને 31 જાન્યુઆરીએ દૂર કરવામાં આવ્યો હતો.

જ્યારે ફેસબુક તરીકે ઓળખાતી કંપનીએ ગયા ઓક્ટોબરમાં રિબ્રાન્ડ કરવાની તેની યોજનાની જાહેરાત કરી, ત્યારે તેણે નવા સ્ટોક ટિકરની પણ જાહેરાત કરી. તે સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે FB તરીકે દસ વર્ષ પછી, તેની NASDAQ સૂચિ મેટાવર્સ માટે MVS પર ટ્રાસિંશન કરશે. જો કે, જાન્યુઆરીમાં મેટા હેઠળ લિસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પછી, મેટા પ્લેટફોર્મ્સે ઝડપથી પુષ્ટિ કરી કે તે તેના બદલે મેટાનો ઉપયોગ કરશે, જ્યારે દૈનિક સક્રિય વપરાશકર્તાઓમાં તેના પ્રથમ ઘટાડાની પણ જાહેરાત કરી. હવે, પેપરવર્ક કરતી વખતે, તેણે કહ્યું છે કે 9 જૂને બજાર ખુલે તે પહેલાં શિફ્ટ સત્તાવાર થઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અત્યારે, લોકો હજુ પણ મેટાને ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું ઘર માને છે, પરંતુ યોજના તેને ફક્ત તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કરતાં વધુ બનાવવાની છે.

મેટાનું નામ કેવી રીતે પડ્યું?

ફેસબુકના નવા નામ મેટા વિશે ઘણું કહેવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, મેટા નામ કંપનીના ભૂતપૂર્વ સિવિક ઇન્ટિગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તીએ આપ્યું હતું. ઝકરબર્ગની ભાવિ યોજના વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં મોટાપાયે રોકાણ કરવાની છે, તેથી નવું નામ જરૂરી બન્યું. ઝકરબર્ગ હવે પોતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સુધી મર્યાદિત રાખવાની યોજના નથી.

Published On - 9:39 am, Thu, 2 June 22

Next Article