સાવધાન ! e-Simના નામે સ્કેમર્સ બનાવી રહ્યા છે નિશાન, બચવા માટે આપનાવો આ રીત

|

Feb 03, 2023 | 1:18 PM

છેલ્લા કેટલાક વર્ષોમાં સિમ સ્વેપની છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. હેકર્સ લોકોને નિશાન બનાવી રહ્યા છે અને તે જ નંબરના નવા સિમ કાર્ડના એક્ટિવેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને વેરિફિકેશનનો લાભ લઈને લોકોને છેતરે છે.

સાવધાન ! e-Simના નામે સ્કેમર્સ બનાવી રહ્યા છે નિશાન, બચવા માટે આપનાવો આ રીત
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ટેક્નોલોજીમાં સતત બદલાવ આવે છે. ખાસ કરીને સ્માર્ટફોનની દુનિયામાં નવી ટેકનોલોજી આવી રહી છે. આમાંની એક ટેક્નોલોજી છે ઈ-સિમ.જો કે ઈ-સિમ આવી ચૂક્યુ છે, પરંતુ વધારે લાઈમલાઈટમાં ત્યારે આવ્યું જ્યારે એપલ iPhone 14 ની સીરીઝ આવી. આપને જણાવી દઈએ કે કંપનીએ યુએસમાં રિટેલ સ્ટોર્સમાં મળતા તમામ iPhone 14 મોડલમાં ફિઝિકલ સિમ સ્લોટ આપ્યો નથી. આવી સ્થિતિમાં કેટલાક ભારતીય યુઝર્સે પૈસા બચાવવા માટે અમેરિકાથી ફોન ખરીદ્યો હતો. આવા યુઝર્સ હવે ફિઝિકલ સિમમાંથી ઈ-સિમ પર સ્વિચ કરી રહ્યા છે.

આ પણ વાંચો: હવે ખેતરમાં પણ ઇલેકટ્રીક ટ્રેકટર જોવા મળશે, GTUના બે વિદ્યાર્થીઓએ જુના ટ્રેક્ટરને ઇ-રિટ્રોફીટ કર્યું

દરમિયાન, છેલ્લા કેટલાક વર્ષોમાં સિમ સ્વેપની છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. હેકર્સ લોકોને નિશાન બનાવી રહ્યા છે અને તે જ નંબરના નવા સિમ કાર્ડના એક્ટિવેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને વેરિફિકેશનનો લાભ લઈને લોકોને છેતરે છે. આમ છતાં લોકોનો ભરોસો ફિઝિકલ સિમ પર જ રહે છે. ભલે ઈ-સિમનો ઉપયોગ ફિઝિકલ સિમ કરતાં વધુ સુરક્ષિત છે, પરંતુ લોકો હજુ પણ મોટી સંખ્યામાં ફિઝિકલ સિમનો ઉપયોગ કરી રહ્યા છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

e-Simના નામે છેતરપિંડી

iPhone 14 આવ્યા બાદ લોકો હવે E-Sim પર સ્વિચ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્કેમર્સ સિમ બદલવાના નામ પર તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે સિમ સ્વિચ કરતા પહેલા તમારા ઓપરેટર સાથે તેની પુષ્ટિ કરો. ઇ-સિમ પર સ્વિચ કરતા પહેલા, તપાસો કે તમારો સ્માર્ટફોન ઇ-સિમને સપોર્ટ કરે છે કે નહીં અને તમારું ટેલિકોમ ઓપરેટર ઇ-સિમની સુવિધા પ્રદાન કરે છે કે કેમ.

સિમ સ્વેપ છેતરપિંડી શું છે?

સિમ સ્વેપિંગ માટે, સ્કેમર તમારા પોતાના નંબરનું સિમ કાર્ડ ખરીદે છે. આ માટે, ઠગ ઘણી વખત ટેલિકોમ ઓપરેટરને તમારું આઈડી કાર્ડ, મોબાઈલ નંબર સહિતની ઘણી અંગત માહિતી આપે છે. આ પછી, જેવું જ છેતરપિંડી કરનાર તેના મોબાઇલમાં નવું સિમ કાર્ડ નાખે છે, જૂનું સિમ આપોઆપ બ્લોક થઈ જાય છે, ત્યારબાદ OTP, સંદેશા અને કૉલ્સ તમારી પાસે આવવાને બદલે સીધા જ સ્કેમર્સ પાસે જાય છે.

સિમ સ્વેપિંગ કેવી રીતે બંધ કરવું?

સિમ સ્વેપિંગથી બચવાના ઘણા રસ્તાઓ છે, પરંતુ તેનાથી બચવાનો સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે ઈ-સિમ પર સ્વિચ કરવું. વાસ્તવમાં, તે પરંપરાગત સિમ કાર્ડનું ડિજિટલ વર્ઝન હોય છે, જે સીધુ ડિવાઈસમાં એમ્બેડ કરવામાં આવે છે. ઇ-સિમ સરળતાથી એક્ટિવ અને રિમોટલી ડિએક્ટિવેટ કરી શકાય છે. ઇ-સિમને ફિઝિકલ સિમ કાર્ડની જેમ ફોનમાં નાખવાની કે દૂર કરવાની જરૂર નથી. આથી તે ખોવાઈ જવાનો, તૂટી જવાનો કે ચોરાઈ જવાનો ભય નથી.

Next Article