Facebook કે Twitter યુઝ કરતા સમયે ન કરો આ ભૂલ, જેલ જવાની આવી શકે છે નોબત !

|

Aug 02, 2022 | 9:33 AM

ભારતમાં લોકોને વાણી સ્વતંત્રતા છે. પરંતુ, તમારે ધ્યાન રાખવું પડશે કે તેનાથી બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે. તમારી વાણીથી કોઈના ધર્મનું અપમાન ન થવું જોઈએ. અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમારે ક્યારેય સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ ન કરવી જોઈએ.

Facebook કે Twitter યુઝ કરતા સમયે ન કરો આ ભૂલ, જેલ જવાની આવી શકે છે નોબત !
Social Media
Image Credit source: File Photo

Follow us on

સોશિયલ મીડિયા પર આજે લોકો ઘણો સમય પસાર કરતા હોય છે ત્યારે ઈન્ટરનેટ (Internet)ની દુનિયા એક એવો ખજાનો છે જ્યાં દરરોજ કંઈકને કંઈક નવું આવતું રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા લોકો એક્ટિવ છે. પરંતુ ઘણી વખત અજાણતા તેઓ એવી પોસ્ટ મૂકે છે, જેના કારણે જેલ જવું પડી શકે છે. જો તમે સોશિયલ મીડિયા (Social Media)પર ખોટી પોસ્ટ કરશો તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

આ માટે દેશમાં ખૂબ જ કડક કાયદો પણ છે. જો કે, ભારતમાં લોકોને વાણી સ્વતંત્રતા છે. પરંતુ, તમારે ધ્યાન રાખવું પડશે કે તેનાથી બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે. તમારી વાણીથી કોઈના ધર્મનું અપમાન ન થવું જોઈએ. અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમારે ક્યારેય સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી જોઈએ.

સોશિયલ મીડિયામાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. ભારતમાં કરોડો લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તાજેતરમાં, આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, તમારે પોસ્ટ કરેલી સામગ્રી વિશે સાવચેત રહેવાની જરૂર છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર ભારતમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ખૂબ જ સ્પષ્ટ કાયદો છે. જો તમે વાંધાજનક પોસ્ટ કરો છો તો તમને દોષિત ઠેરવી શકાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે વાંધાજનક પોસ્ટ શું છે?

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આવી પોસ્ટ વાંધાજનક પોસ્ટની શ્રેણીમાં આવે છે

તમારે નફરત ફેલાવતી પોસ્ટ પણ ન કરવી જોઈએ. આ સિવાય તમારે ધાર્મિક લાગણીઓને ભડકાવતી પોસ્ટથી પણ બચવું જોઈએ. બે ધર્મો વચ્ચે નફરત ફેલાવતી પોસ્ટ ક્યારેય શેર કરશો નહીં. તમારે ભડકાઉ સામગ્રી અથવા હિંસા ફેલાવતી સામગ્રી શેર કરવાનું પણ ટાળવું જોઈએ.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે તમારે તમારી ભાષાનું પણ ધ્યાન રાખવું પડશે. કોઈપણ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનું ટાળો. આ ઉપરાંત દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડતી પોસ્ટ્સ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આવી સામગ્રી પોસ્ટ કરવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને દંડની સાથે જેલ પણ ભોગવવી પડી શકે છે.

Next Article