ચીની એપ્સ પર સરકારની ડિજિટલ સ્ટ્રાઈકનું શું છે કારણ ? 6 મહિના પહેલાથી થઈ રહી હતી તૈયારી

|

Feb 06, 2023 | 6:19 PM

ભારત સરકારે ચીનની 232 એપ્સ સામે કડક વલણ દાખવ્યું છે, જે સટ્ટાબાજી, જુગાર અને ખોટી રીતે લોન આપવા માટે બનાવવામાં આવી હતી. હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મોટા નિર્ણયની તૈયારી લગભગ 6 મહિના પહેલા કરવામાં આવી હતી.

ચીની એપ્સ પર સરકારની ડિજિટલ સ્ટ્રાઈકનું શું છે કારણ ? 6 મહિના પહેલાથી થઈ રહી હતી તૈયારી
Chinese App Ban
Image Credit source: Google

Follow us on

ભારત સરકારે તાજેતરમાં જ ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે ચીનની 232 એપ્સ સામે કડક વલણ દાખવ્યું છે. જે સટ્ટાબાજી, જુગાર અને ખોટી રીતે લોન આપવા માટે બનાવવામાં આવી હતી. હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મોટા નિર્ણયની તૈયારી લગભગ 6 મહિના પહેલા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરદાતાઓ માટે વધુ એક સુવિધા, પ્રોપર્ટી ટેક્સના બીલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે

સરકારે લગભગ 288 ચાઈનીઝ એપ્સ પર નજર રાખી હતી. જે આવી હરકતો કરતી હતી. આ દરમિયાન કેટલીક ચીની એપ્સ વિશે એવી માહિતી સામે આવી હતી કે તેઓ ભારતીય નાગરિકોની અંગત માહિતીનો ઉપયોગ કરી રહી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે ભારત સરકારે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હોય. છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે ખતરા તરીકે સેંકડો ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

ચીની એપ્સ કેવી રીતે છેતરપિંડી કરતી હતી

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સ ભારતીય નાગરિકોને ફસાવી રહી હતી. પહેલા કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને લોનના બહાને ફસાવવામાં આવતા હતા, ત્યારબાદ વ્યાજ દર વાર્ષિક 3000 ટકા સુધી વધારવામાં આવતો હતો. આટલું જ નહીં, લોન લીધેલા ખાતેદારો વ્યાજ સહિતની રકમ ચૂકવી ન શકતાં તેઓને અલગ-અલગ રીતે ડરાવી-ધમકાવવામાં આવતા હતા. લોન આપતી ચીની એપ્સ વ્યક્તિને બદનામ કરવાની, તેની અંગત માહિતીનો ઉપયોગ કરીને ફોટા લીક કરવાની ધમકી આપતા હતા. આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે.

આ રાજ્યોએ ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી

ચીનની એપ્સ પર સરકારનો નિર્ણય દેશભરમાંથી ફરિયાદો બાદ આવ્યો છે. અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ આ એપ્સ વિશે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી. સરકારે શોધી કાઢ્યું કે 94 ચાઈનીઝ એપ્સ ડાઉનલોડ કરવા માટે અલગ-અલગ વેબસાઈટ અને લિંક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે સટ્ટાબાજી અને જુગાર સાથે સંકળાયેલી એપ્સ સ્માર્ટફોન પર સરળતાથી ડાઉનલોડ થતી નથી. આખરે, સરકારે એડવાઈઝરી જાહેર કરીને આ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. જો કે આ કઈ ચીની એપ્સ હતી, તેમના નામ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Next Article