ક્યાંક તમારા બાળકને તો કોઈ ઈન્ટરનેટ પર નથી કરી રહ્યુંને હેરાન ? Cyberbullyingથી તમારા બાળકને આ રીતે બચાવો

|

Aug 10, 2022 | 3:36 PM

અહેવાલ મુજબ, 85 % ભારતીય બાળકોને આંતરરાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણું સાયબરબુલિંગ (Cyberbullying) નો સામનો કરવો પડે છે. ત્યારે જાણો તમારા બાળકોને Cyberbullying થી કેવી રીતે સુરક્ષિત રાખવું.

ક્યાંક તમારા બાળકને તો કોઈ ઈન્ટરનેટ પર નથી કરી રહ્યુંને હેરાન ? Cyberbullyingથી તમારા બાળકને આ રીતે બચાવો
Symbolic Image
Image Credit source: Google

Follow us on

સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે અને હવે રિપોર્ટમાં એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. McAfee ના સાયબરબુલિંગ અહેવાલમાં જણાવાયું છે કે 42 ટકા ભારતીય બાળકો જાતિવાદી સાયબર ધમકીઓનો ભોગ બન્યા છે, જે વિશ્વના (28 ટકા) ની સરખામણીએ 14 ટકા વધુ છે. સોમવારે જાહેર કરાયેલા આ અહેવાલ મુજબ, 85 % ભારતીય બાળકોને આંતરરાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણું સાયબરબુલિંગ (Cyberbullying)નો સામનો કરવો પડે છે. ભારતમાં છોકરીઓમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જાતીય સતામણીનો સૌથી વધુ દર જોવા મળે છે, જેમાં 10 થી 14 વય જૂથમાં 32 ટકા અને 15 થી 16 વય જૂથમાં 34 ટકા છે.

આ વસ્તુઓમાં સૌથી વધુ છે સાયબરબુલિંગ

  1. Message- ટેબ્લેટ અને મોબાઈલ ફોન પર એપ્સ મોકલવી.
  2. Social media- ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર પર.
  3. Online– મેસેજ બોર્ડ, ચેટ રૂમ અને રેડિટ જેવા ફોરમ પર..
  4. ઓનલાઈન ચેટિંગ, ડાયરેક્ટ મેસેજ અને ઈન્સ્ટન્ટ મેસેજિંગ.
  5. પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
    ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
    TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
    રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
    આજનું રાશિફળ તારીખ : 30-04-2024
    Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
  6. ગેમિંગ કમ્યુનિટી દ્વારા..
  7. Email દ્વારા.

તમારા બાળકોને Cyberbullyingથી કેવી રીતે સુરક્ષિત રાખવું:

  1. Password Sharing: હંમેશા તમારા બાળકને સમજાવો કે તેણે તેનો પાસવર્ડ કોઈની સાથે શેર ન કરવો જોઈએ. ભલે તે તેનો શ્રેષ્ઠ મિત્ર હોય.
  2. Identity: બાળકોને હંમેશા કહેતા રહો કે તેઓ જે પણ ઓનલાઈન દેખાય છે તે એકસરખું જ હોય ​​એવું જરૂરી નથી. તેથી શક્ય છે કે કોઈ છોકરો તેની પ્રોફાઇલ પર છોકરીની પ્રોફાઇલ બનાવીને ચેટિંગ કરતો હોય.
  3. Privacy: તમારા બાળકને હંમેશા ગોપનીયતા સેટિંગથી વાકેફ કરો. તેમની સાથે બેસો અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ગોપનીયતા સેટિંગ્સને એડજ્સ્ટ કરો, જે સુરક્ષાને વધારે છે. આમાં ટેગ બ્લોક, ફોટો શેરિંગને બંધ કરવું ખૂબ જ જરૂરી છે.
  4. Awareness: તમારા બાળકને કહો કે જો કોઈ તેને હેરાન કરીને અથવા ધમકાવીને કોઈ કામ કરાવે તો ગભરાવાની જરૂર નથી. તે સમયે ડરવાને બદલે માતા-પિતા સાથે શેર કરો.
Next Article