Google મોકલી દેશે જેલ ! આ ત્રણ બાબત ભૂલથી પણ ન કરવી સર્ચ, મુશ્કેલીમાં મુકાઈ જશે જીવન

|

Jul 05, 2022 | 3:54 PM

ક્યારેક લોકો કેટલીક એવી વસ્તુઓ પર સર્ચ કરો જેને સર્ચ કરવું ગુનો છે અને આવી વસ્તુઓ તમને સીધી જેલ પહોંચાડી શકે છે. ત્યારે ભૂલથી પણ ગુગલ (Google) પર આ ત્રણ વસ્તુ સર્ચ કરશો નહીં.

Google મોકલી દેશે જેલ ! આ ત્રણ બાબત ભૂલથી પણ ન કરવી સર્ચ, મુશ્કેલીમાં મુકાઈ જશે જીવન
Google
Image Credit source: Google

Follow us on

ગૂગલ સર્ચ (Google Search)એ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટૂલ છે, જેની મદદથી આપણે ઇન્ટરનેટ(Internet) પર જરૂરી માહિતી શોધી શકીએ છીએ, પરંતુ એક વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે અને તે એ છે કે ગૂગલ પર કંઈપણ ખોટું સર્ચ કરવું તમને ઘણું મોંઘું પડી શકે છે. ક્યારેક લોકો કેટલીક એવી વસ્તુઓ પર સર્ચ કરો જેને સર્ચ કરવું ગુનો છે અને આવી વસ્તુઓ તમને સીધી જેલ પહોંચાડી શકે છે. ત્યારે ભૂલથી પણ ગુગલ પર આ ત્રણ વસ્તુ સર્ચ કરશો નહીં.

1) બોમ્બ કેવી રીતે બનાવવો

જો કોઈ પણ વ્યક્તિ ગુગલ પર સર્ચ કરતા પકડાય કે બોમ્બ કેવી રીતે બનાવવો, તો તે કરવું ગુનો છે. આમ કરવાથી તમે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી શકો છો અને કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે. એકંદરે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

2) ચાઈલ્ડ પોર્નોગ્રાફી

ભૂલથી પણ બાળકો સાથે સંબંધિત કોઈપણ પોર્નોગ્રાફિક સામગ્રી શોધશો નહીં, કારણ કે તે એક ગુનો છે અને તેની સાથે નિપટવા માટે ભારતમાં સરકારે કડક કાયદો બનાવ્યો છે. જો કોઈ વ્યક્તિ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરતી પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. અને 5 વર્ષથી 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

3) ગર્ભપાત

ભારત સરકારે ગર્ભપાતને લઈને કડક કાયદો બનાવ્યો છે, આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ગુગલ સર્ચમાં ગર્ભપાત સંબંધિત માહિતી શોધતા પકડાય છે તો તે સીધો જેલ જઈ શકે છે. ગર્ભપાત માત્ર ડૉક્ટરની મંજૂરી પછી શક્ય છે. એકંદરે, આના જેવું કંઈપણ શોધવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

નોંધ કરો કે ઉપર જણાવેલ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખો અને ખાસ કરીને જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો અથવા કહો ત્યારે. જો તમે ઉપરોક્ત બાબતો ધ્યાનમાં ન રાખી હોય અને તમે કોઈ ભૂલ કરી હોય અને જો તમે પકડાઈ જાઓ તો તમારે સીધા જેલમાં જવું પડી શકે છે.

Next Article