Internet Speed વધારવા ડાયલ કર્યો એક કોડ, હેક થઈ ગયું WhatsApp, જાણો સમગ્ર ઘટના

|

May 29, 2022 | 12:44 PM

નેહા UPI ટ્રાન્ઝેક્શન માટે વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરે છે. જ્યારે લોકો ફોન કરીને પૂછવા લાગ્યા કે તેમને અચાનક પૈસાની જરૂર કેમ પડી ત્યારે તે ચોંકી ગઈ.

Internet Speed વધારવા ડાયલ કર્યો એક કોડ, હેક થઈ ગયું WhatsApp, જાણો સમગ્ર ઘટના
WhatsApp
Image Credit source: File Photo

Follow us on

દરરોજ ઓનલાઈન છેતરપિંડી (Online fraud) ના નવા મામલા સામે આવી રહ્યા છે અને આમાં લેટેસ્ટ એડિશન છે વોટ્સએપ (WhatsApp) હેકિંગ. છેલ્લા કેટલાક સમયથી હેકર્સ છેતરપિંડી માટે લોકોના વોટ્સએપ એકાઉન્ટ હેક કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો યુપીના લખનઉથી સામે આવ્યો છે. જ્યાં નેહા મોહન સિન્હા સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. નેહા UPI ટ્રાન્ઝેક્શન માટે WhatsAppનો ઉપયોગ કરે છે. જ્યારે લોકો ફોન કરીને પૂછવા લાગ્યા કે તેમને અચાનક પૈસાની જરૂર કેમ પડી ત્યારે તે ચોંકી ગઈ. તેના એક મિત્રએ હેકર્સને 9000 રૂપિયા પણ મોકલ્યા છે.

હેકર્સ આ રીતે લોકોને ફસાવી રહ્યા છે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ હેકર્સ ટેલિકોમ કંપનીના એક્ઝિક્યુટિવ બનીને લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. હેકર્સે છેતરપિંડીથી નેહાનું વોટ્સએપ એકાઉન્ટ હેક કર્યું હતું. આ પહેલો કિસ્સો નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે.

ઘણા લોકોના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે

બે વરિષ્ઠ ડોકટરો અને કેજીએમયુના એક ફેકલ્ટી મેમ્બરના વોટ્સએપ એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા છે. હેકર્સે તેમના કોન્ટેક્ટ્સને મેસેજ કરીને પૈસા માંગ્યા છે. છેલ્લા એક મહિનામાં લખનૌમાંથી વોટ્સએપ હેકિંગના 10 કિસ્સા નોંધાયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાંથી આવા કુલ 20 કિસ્સા નોંધાયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ તમામ કિસ્સામાં, વોટ્સએપ એકાઉન્ટને ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ દ્વારા હેક કરવામાં આવ્યું છે, જેમણે વપરાશકર્તાઓને નંબર ડાયલ કરવાનું કહ્યું હતું. એસપી યુપી સાયબર સેલ, ત્રિવેણી સિંહે જણાવ્યું કે યુઝર્સને એક ફોન કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે પોતાને ટેલિકોમ ફર્મનો ઓફિસર ગણાવ્યો હતો.

ઇન્ટરનેટ સ્પીડ વધારવાના નામે હેકિંગ

ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે, તેઓ યુઝર્સને *401* નંબર ડાયલ કરવા કહે છે. આના 10 મિનિટની અંદર, વપરાશકર્તાઓને WhatsApp પિનનો મેસેજ મળે છે અને તેમનું એકાઉન્ટ લોગ આઉટ થઈ જાય છે. યુઝર્સ કંઈક સમજે તે પહેલા તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું હોય છે. હેકર્સ યુઝરના મિત્રો અને પરિચિતોને મેસેજ મોકલે છે અને યુઝર્સના નામે પૈસા માંગે છે. જો તમને પણ આવો કોઈ ફોન આવે છે તો સાવધાન રહો અને ભૂલથી પણ આવા લોકોની જાળમાં ન ફસાવ.

Next Article