ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરાવતા હોય તો થઈ જાઓ સાવધાન ! આ રીતે હેક થઈ રહ્યા છે લોકોના ડેટા

|

Feb 22, 2023 | 5:14 PM

RailYatri એપ માંથી કથિત રીતે લોકોના ડેટા હેક થયા છે. જેમાં નામ, ઈમેલ આઈડી, મોબાઈલ ફોન નંબર અને તેના યુઝર્સના સ્થાનની પણ વિગતો સામેલ છે.

ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરાવતા હોય તો થઈ જાઓ સાવધાન ! આ રીતે હેક થઈ રહ્યા છે લોકોના ડેટા
data hacked

Follow us on

રેલવેમાં મુસાફરી કરવા માટે RailYatri સૌથી લોકપ્રિય એપ છે અને ત્યારે આ એપ પરથી બુક ટિકિટ બુક કરાવતા લોકોના ડેટા હેક થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. વાત કરીએ તો આ એપ IRCTC દ્વારા અધિકૃત છે. પણ ડેટા લીક એપ્લીકેશન હેક થતા લીક થયા છે. એપ થકી લોકો રેલ્વે મુસાફરી કરવા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવતા હોય છે. ત્યારે RailYatri એપ માંથી કથિત રીતે લોકોના ડેટા હેક થયા છે. જેમાં નામ, ઈમેલ આઈડી, મોબાઈલ ફોન નંબર અને તેના યુઝર્સના સ્થાનની પણ વિગતો સામેલ છે

એપથી થયા ડેટા લીક

તમને જણાવી દઈએ કે, RailYatri વપરાશકર્તાઓને ટિકિટ બુક કરવાની, તેમનું PNR સ્ટેટસ ચેક કરવા અને ભારતમાં ટ્રેનની મુસાફરી સંબંધિત અન્ય માહિતી જોવાની મંજૂરી આપે છે. ત્યારે કેટલાક લોકોના એપ પરથી ડેટા હેક થયા હોવાની વિગતો સામે આવી છે. આ એપ IRCTC દ્વારા અધિકૃત છે પણ મળતી વિગતો અનુસાર ડેટા લીક રેલયાત્રી એપ પરથી થયા છે. જેને લઈને હવે સાયબર પોલીસ તેના પર નજર રાખી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓને એલર્ટ કરવામાં આવશે.

હેકર્સ આ રીતે બનાવે છે શિકાર

એક સાયબર પોલીસ અધિકારીએ કહ્યું, ‘ફોન નંબર સાથે દુરુપયોગનો સ્કોપ ઘણો વધી જાય છે. આ નંબરોનો ઉપયોગ લોકોને સેક્સટોર્શન, પાર્ટ-ટાઇમ જોબ રેકેટ અથવા પોલીસ ઓફિસર તરીકે દર્શાવીને નાણાકીય છેતરપિંડી જેવા ગુનાઓ માટે લક્ષ્ય બનાવવા આવે છે. આ સિવાય યુઝર્સના નામ, ઈમેલ અને ફોન નંબરનો ઉપયોગ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા માટે થઈ શકે છે. દસ્તાવેજો સાથે ઘણી વસ્તુઓ કરી શકાય છે. જેમ કે બેંક ખાતું ખોલવું કે સિમ કાર્ડ ખરીદવું.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

3.1 કરોડ યુઝર્સના ડેટાનું વેચાણ

હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, રેલયાત્રીની એપથી 3.1 કરોડ યુઝર્સના ડેટાનો સેટ ભંગ થયેલા ફોરમ પર વેચાણ માટે મૂકવામાં આવ્યો હતો. હેકરની ઓળખ યુનિટ 82 તરીકે કરવામાં આવી છે. હેકરે પોસ્ટ શેર કરી અને દાવો કર્યો કે તેને ડિસેમ્બર 2022માં હેક કરવામાં આવી હતી. હેકરે એક લિંક પણ શેર કરી છે જ્યાંથી કોઈ ખરીદી કરવા માટે સંપર્ક કરી શકે છે. રેલવેના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ડેટા લીક અંગે કોઈ સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. યુનિટ 82 પત્રકારોને 300 ડોલર એટલે કે લગભગ 25,000 રૂપિયામાં ડેટા વેચી રહ્યું છે.

Next Article