Paytmનાં નવા ફીચરથી યુઝરના ક્રેડિટ કાર્ડથી સીધા મકાનમાલિકનાં બેંક ખાતામાં ભાડુ ચૂકવી શકાશે

|

Feb 12, 2021 | 10:21 AM

Paytmનાં ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ ઉપર Rent Payment સુવિધા જોડવા જઈ રહી છે. નવી સુવિધા એ મંજૂરી આપે છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડૂતો પણ તેમના મકાનમાલિકોના બેંક ખાતામાં તરત જ માસિક ભાડુ ટ્રાન્સફર કરી શકે છે.

Paytmનાં નવા ફીચરથી યુઝરના ક્રેડિટ કાર્ડથી સીધા મકાનમાલિકનાં બેંક ખાતામાં ભાડુ ચૂકવી શકાશે
PAYTM

Follow us on

Paytmનાં ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ ઉપર Rent Payment સુવિધા જોડવા જઈ રહી છે. નવી સુવિધા એ મંજૂરી આપે છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડૂતો પણ તેમના મકાનમાલિકોના બેંક ખાતામાં તરત જ માસિક ભાડુ ટ્રાન્સફર કરી શકે છે.

પેટીએમ દ્વારા આવા વ્યવહારો પર 1000 રૂપિયાના કેશબેકની પણ જાહેરાત કરવામાં આવી છે. વપરાશકર્તાઓ કેશબેક કમાવવા સિવાય ક્રેડિટ કાર્ડ પોઇન્ટ પણ એકત્રિત કરી શકશે.પેટીએમ હોમ સ્ક્રીન પર, મકાનમાલિકને ચૂકવણી કરવા માટે “Rent Payment” ઓપશન “Recharge & Pay Bills” વિભાગમાંથી પસંદ કરવાનું રહેશે. પૈસા મકાનમાલિકના બેંક ખાતામાં વપરાશકર્તાઓના ક્રેડિટ કાર્ડથી સીધા ટ્રાન્સફર કરી શકાય છે.

યુપીઆઈ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ જેવા અન્ય ચુકવણી મોડનો ઉપયોગ પણ પેટીએમ દ્વારા ભાડાની ચુકવણી કરવા માટે થઈ શકે છે. વપરાશકર્તાને ફક્ત મકાનમાલિકના બેંક ખાતાની વિગતો દાખલ કરવી પડશે અને બીજી કઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહિ. ઇનોવેટિવ ડેશબોર્ડ તમામ ભાડાની ચુકવણીઓ ટ્રેક કરવામાં પણ મદદ કરે છે, ચૂકવણીની બાકી તારીખ વિશે યાદ અપાવે છે અને મકાનમાલિકોને તાત્કાલિક ચુકવણીની પુષ્ટિ મોકલે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

દેશભરમાં, કંપની યુટિલિટી બિલ, ક્રેડિટ કાર્ડ બીલ જેવા તમામ રિકરિંગ પેમેન્ટ કરવા યુઝર્સ માટે મુશ્કેલી વિના સુવિધા માટે પ્રતિબદ્ધ છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણીને અન્ય રિકરિંગ ખર્ચ માટે સક્ષમ કરવામાં આવશે જેમ કે ટ્યુશન ફી, ઘરની મદદનો પગાર, વગેરે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

Next Article