OMG! હવે સ્ક્રીન પર અલગ-અલગ ફ્લેવર ચાટી શક્શે યૂઝર્સ, આવી રીતે કરશે કામ

|

Dec 25, 2021 | 9:29 PM

જાપાનમાં એક એવું ટીવી તૈયાર કરવામાં આવ્યું છે જેને લોકો ચાટી શકે. આ અનોખા પ્રકારનું ટીવી જાપાનની મેઈજી યુનિવર્સિટીના પ્રોફેસર હોમી મિયાશિતાએ વિકસાવ્યું છે.

OMG! હવે સ્ક્રીન પર અલગ-અલગ ફ્લેવર ચાટી શક્શે યૂઝર્સ, આવી રીતે કરશે કામ

Follow us on

તમે દુનિયામાં ટીવીના ઘણા પ્રકાર જોયા હશે, પરંતુ જાપાનમાં એક એવું ટીવી તૈયાર કરવામાં આવ્યું છે, જેને લોકો ચાટી (Lickable Television) શક્શે. તેની સ્ક્રીનને લીકેબલ બનાવવામાં આવી છે. એટલા માટે તેને ટેસ્ટ-ધ-ટીવી કહેવામાં આવે છે. આ અનોખા પ્રકારનું ટીવી જાપાનની મેઈજી યુનિવર્સિટીના પ્રોફેસર હોમી મિયાશિતાએ તેમના 50 વિદ્યાર્થીઓ સાથે મળીને તૈયાર કર્યું છે.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અહેવાલ મુજબ આ ટીવીના એક ભાગમાં 10 કેન છે. જે હાઈજેનિક ફિલ્મ પર ખાસ પ્રકારનો ફ્લેવર સ્પ્રે કરે છે. આ ફ્લેવર ટીવી પર આપવામાં આવે છે, તે દર્શકો ચાટી શકે છે. આ ટીવી યુઝરની માંગ પ્રમાણે ટેસ્ટ તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે પરીક્ષણ દરમિયાન એક વિદ્યાર્થીએ ટીવીમાંથી સ્વીટ ચોકલેટ ફ્લેવરની માંગ કરી. થોડા પ્રયત્નો પછી ટીવીએ પ્લાસ્ટિક સ્ક્રીન પર તે સ્વાદ રજૂ કરી દીધો. વિદ્યાર્થીઓએ કહ્યું કે ટીવીએ મિલ્ક ચોકલેટ જેવો જ સ્વાદ રજૂ કર્યો હતો.

 

આ ટીવી ડિઝાઈન કરનાર પ્રોફેસર હોમી મિયાશિતા કહે છે, “અમારો ધ્યેય એ છે કે આ ટીવી દ્વારા લોકો તેમના ઘરે રહીને રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતા ભોજનનો આનંદ માણી શકે. કોરોનાના યુગમાં વિશ્વ થંભી ગયું છે, તેથી ઘરે બેઠા લોકો બહારની દુનિયા સાથે જોડાયેલા અનુભવશે.

 

પ્રોફેસર મિયાશિતાએ દાવો કર્યો છે કે તેઓ એક પ્લેટફોર્મ વિકસાવી રહ્યા છે, જ્યાંથી ફ્લેવર્સ ડાઉનલોડ કરી શકાય. જેમ કે સંગીત ડાઉનલોડ કરી શકાય છે. અત્યારે આ લીકેબલ ટીવીનો પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવ્યો છે. જે થોડા સમય પછી સામાન્ય જનતાને મળી શકે છે. મિયાશિતાનું કહેવું છે કે જો આ ટીવીને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે તો તેની કિંમત 66 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.

 

 

પ્રોફેસર મિયાશિતા કહે છે તેઓ હજુ પણ અન્ય ઉત્પાદકો સાથે વાત કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમાં એવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે જેથી તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ ફ્લેવર ટોસ્ટમાં ઉમેરી શકાય. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આના માધ્યમથી રસોઈયા અથવા દૂર બેઠેલા ફૂડ બિઝનેસમાં જોડાયેલા લોકોને ટ્રેનિંગ આપી શકાશે.

 

આ પણ વાંચો – ગુજરાતમાં કોરોના વેક્સિનના Booster Dose અંગે અગ્ર આરોગ્ય સચિવનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો – મહિલાઓના સન્માનને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરવાનગી વગર મહિલાને સ્પર્શ કરવો ગુનો

Next Article