Telegramમાં ઉમેરાયા નવા ફીચર્સ, લોકપ્રિયતામાં પહોંચ્યું ટોચ પર

|

Feb 25, 2021 | 3:20 PM

Telegram ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બની ગઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પર ટેલિગ્રામ નવમા સ્થાનેથી ટોચની રેન્ક પર આવી ગઈ છે.

Telegramમાં ઉમેરાયા નવા ફીચર્સ, લોકપ્રિયતામાં પહોંચ્યું ટોચ પર

Follow us on

સોશિયલ મેસેજિંગ એપ્લિકેશનની શ્રેણીમાં Telegramની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં Telegram ગૂગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન બની ગઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પર ટેલિગ્રામ નવમા સ્થાનેથી ટોચની રેન્ક પર આવી ગઈ છે.

Telegramની વધતી જતી લોકપ્રિયતા કારણ છે તેના ફીચર્સ. ટેલિગ્રામે હાલમાં જ કેટલાક નવા ફીચર્સ એડ કર્યા છે, Whatsapp જેવા અમુક અપડેટ ફીચર્સ પણ હવે ટેલિગ્રામમાં ઉપલબ્ધ છે. આવો જોઈએ ટેલિગ્રામના નવા ફીચર્સ વિષે થોડીક માહિતી 

ઓટો ડિલીટ મેસેજ
ટેલિગ્રામનું આ નવું ઓટો ડિલીટ મેસેજનું ફીચર્સ Whatsappના ઓટો ડિલીટ ફીચર્સ જેવુ જ છે. આ ફીચર્સ ટેલિગ્રામનઆ તમામ યુઝર્સ માટે છે. આ ફીચર્સથી મેસેજ મોકલ્યા પછી  પછી 24 કલાક અથવા 7 દિવસ પછી બધા મેસેજ આપમેળે ડિલીટ થઈ જાય છે. જો કે આ ફીચર્સમાં યુઝર્સે મેસેજ ડિલીટ કરવા માટે ટાઈમર સેટ કરવું જરૂરી છે. Android  સ્માર્ટ ફોન પર ક્લિયર હિસ્ટ્રી વિભાગમાં અને ios સ્માર્ટફોનમાં ક્લિયર ચેટ વિભાગમાં આ સેટિંગ કરી શકે છે. 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

હોમ સ્ક્રીન વિજેટ
ટેલિગ્રામ યુઝર્સની સરળતા માટે હવે સ્માર્ટફોનની હોમ સ્ક્રીન પર ટેલિગ્રામ નવો વિજેટ ઉમેરવાનો વિકલ્પ તૈયાર કરી રહ્યો છે. ચેટ વિજેટ તાજેતરની ચેટ્સના પ્રિવ્યૂ  બતાવે છે અને શોર્ટકટ વિજેટ યુઝર્સના ફક્ત નામો અને પ્રોફાઇલ ફોટા બતાવે છે.

મર્યાદિત સમય સાથે ગ્રુપ લિંક
ટેલિગ્રામ મર્યાદિત સમય  સાથે જૂથ ગ્રુપ લિંક્સ મોકલવાનું ફીચર્સ લાવ્યું છે. આ ફીચર્સથી મર્યાદિત સમય માટે બંવવામાં આવેલા ગ્રુપની ઇન્વાઇટ લિન્ક બ્રોશરથી લઈને મોટા હોર્ડીંગ સુધી કયુઆર કોડમાં દર્શાવી શકાય છે. આ ફીચર્સથી એ પણ જાણી શકાય છે કે કયા યુઝર્સ કઈ જગ્યાએથી જોડાયા છે. 

ગ્રુપમાં અનલિમિટેડ મેમ્બર્સ 
હવે ટેલિગ્રામ ગ્રુપમાં ભાગ લેનારા સહભાગીઓ અથવા મેમ્બર્સની સંખ્યા પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. ટેલિગ્રામ  હવે 2,00,000 મેમ્બર્સને જૂથમાં મેસેજીસ, મીડિયા અને સ્ટીકરોની આપલે કરવાની મંજૂરી આપે છે.

વધુ સારી રિપોર્ટિંગ સિસ્ટમ 
ટેલિગ્રામ હવે યુઝર્સને મેસેજિંગ પ્લેટફોર્મ પર સ્પામ અને ફેક યુઝર્સના રિપોર્ટ કરવા  વધુ અનુકૂળ બનાવશે. હવે જે રિપોર્ટ કરતા સમયે  જે તે મેસેજ  પસંદ કરવાની સુવિધા મળશે. આ ઉપરાંત   ફેક યુઝર્સના રિપોર્ટ માટે એકાઉન્ટની જાણ કરતી વખતે વધુ વિગત આપવા માટે ટિપ્પણી ઉમેરવાની મંજૂરી પણ આપે છે. 

 

 

 

Next Article