Instagram Reels માટે આવ્યુ નવુ ફિચર, હવે યૂઝર્સ આટલી મિનીટ સુધીનો વીડિયો બનાવી શક્શે

|

Jul 28, 2021 | 10:10 PM

હાલમાં ટીકટોકે (TikTok) પોતાના પ્લેટફોર્મ પર વીડિયો લિમીટને વધારીને 3 મિનિટ કરી છે. જેના કારણે યૂઝર્સને વધારે લાંબો વીડિયો બનાવવાનું ઓપ્શન મળે છે.

Instagram Reels માટે આવ્યુ નવુ ફિચર, હવે યૂઝર્સ આટલી મિનીટ સુધીનો વીડિયો બનાવી શક્શે
now users can create videos up to one minute on instagram

Follow us on

Instagram હવે ફક્ત એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી રહ્યુ કે જેના પર ફક્ત ફોટો જ શેયર કરી શકાય. ટીકટોકને ટક્કર આપવા માટે Instagram એ Reels ને લોન્ચ કરી હતી અને કંપનીદ્વારા તેને વધુ સરળ અને પરફેક્ટ બનાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. કંપનીએ હવે Insta Reels ને લઇને એક નવુ ફિચર લોન્ચ કરી દીધુ છે. જેના ઉપયોગથી હવે 60 સેકન્ડ્સ સુધીની રીલ્સ બનાવી શકાશે.

 

હવે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવા માટેની લિમીટને 30 સેકન્ડ્સથી વધારીને 60 કરી દેવાઇ છે. હમણા સુધી યૂઝર્સને Insta Reels માટે ફક્ત 15 અને 30 સેક્ન્ડ્સનો સમય મળતો હતો. આ સાથે જ ઇન્સ્ટાગ્રામે ટીન્સના પ્રોટેક્શન માટે પણ એક ફિચર લાવવામાં આવી રહ્યુ છે. જેમાં ટીનએજરનું એકાઉન્ટ ડિફોલ્ટ પ્રાઇવેટ એકાઉન્ટ હશે. આ ફિચરને કારણે ટીનેજર્સની પ્રાઇવસીને કોઇ નુક્સાન નહી પહોંચે અને શંકાસ્પદ એકાઉન્ટ્સ પરથી કોઇ પણ તેમના એકાઉન્ટ્સને સર્ચ નહીં કરી શકે

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

હાલમાં ટીકટોકે (TikTok) પોતાના પ્લેટફોર્મ પર વીડિયો લિમીટને વધારીને 3 મિનિટ કરી છે. જેના કારણે યૂઝર્સને વધારે લાંબો વીડિયો બનાવવાનું ઓપ્શન મળે છે. જેની સામે ઇન્સ્ટાગ્રામે પોતાની વીડિયો લિમીટ 60 સેકન્ડ્સ એટલે કે 1 મિનીટની કરી નાખી છે.

 

આ પણ વાંચોહવે Microsoft કરશે ભવિષ્યવાણી! તોફાન, હીટવેવ અને ચક્રવાતને લઈને કરશે એલર્ટ

ભારતમાં વર્ષ દરમિયાન ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવતી હોય છે, જેને કારણે કરોડોનું નુકસાન થાય છે અને હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ભારતમાં લગભગ દર વર્ષે કોઈને કોઈ રાજ્યમાં પૂરની સ્થિતી ઉભી થાય છે. પરંતુ હવે માઈક્રોસોફ્ટ (Microsoft) આ બધી આપદાને લઈને આપણને ચેતવણી આપશે.

 

આ પણ વાંચો – jammu kashmir અમરનાથની પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યુ, બીએસએફ-સીઆરપીએફના કેમ્પ નષ્ટ, જુઓ વીડિયો

અમરનાથની પવિત્ર ગુફા પાસે બુધવારે વાદળ ફાટ્યુ હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, વાદળ ફાટવાને કારણે અમરનાથની પવિત્ર ગુફા નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF ) ના કેમ્પને ભારે નુકસાન થયુ છે. જો કે હજુ સુધી વાદળ ફાટવાને કારણે જાનમાલને નુકસાન થયાના અહેલાવ સામે આવ્યા નથી. અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ એવા સમયે ફાટ્યુ હતુ કે જ્યારે ગુફા પાસે કોઈ શ્રધ્ધાળુઓ નહોતા.

Next Article