jammu kashmir અમરનાથની પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યુ, બીએસએફ-સીઆરપીએફના કેમ્પ નષ્ટ, જુઓ વીડિયો

અમરનાથ ગુફાની ( Amarnath Cave ) પાસે પહેલાથી જ એસડીઆરએફની બે ટીમ તહેનાત હતી વાદળ ફાટ્યાની ઘટના બન્યા બાદ વધુ એક ટીમને અમરનાથની ગુફા પાસે મોકલવામાં આવી છે.

jammu kashmir અમરનાથની પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યુ, બીએસએફ-સીઆરપીએફના કેમ્પ નષ્ટ, જુઓ વીડિયો
અમરનાથની પવિત્ર ગુફા નજીક વાદળ ફાટ્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:58 PM

અમરનાથની પવિત્ર ગુફા પાસે બુધવારે વાદળ ફાટ્યુ હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, વાદળ ફાટવાને કારણે અમરનાથની પવિત્ર ગુફા નજીક બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF ) ના કેમ્પને ભારે નુકસાન થયુ છે. જો કે હજુ સુધી વાદળ ફાટવાને કારણે જાનમાલને નુકસાન થયાના અહેલાવ સામે આવ્યા નથી. અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ એવા સમયે ફાટ્યુ હતુ કે જ્યારે ગુફા પાસે કોઈ શ્રધ્ધાળુઓ નહોતા.

એક અધિકારીના જણાવ્યાનુસાર, અમરનાથની પવિત્ર ગુફા નજીક ફાટેલા વાદળને કારણે કોઈ નુકસાન થયુ નથી કે નથી કોઈને ઈજા પહોચી. તેમણે કહ્યુ કે, પહેલેથી જ અમરનાથની પવિત્ર ગુફા નજીક એસડીઆરએફની (SDRF) બે ટીમ તહેનાત હતી. અને વધુ એક ટીમને ગંદરબલથી અમરનાથ તરફ રવાના કરી દેવાઈ છે. આ વર્ષે કોરોનાને કારણે અમરનાથની યાત્રા સ્થગિત કરવામા આવી હતી જેના કારણે ગુફા પાસે કોઈ યાત્રિકો નહોતા. માત્ર અમરનાથ શ્રાઈન બોર્ડના કર્મચારીઓ અને સુરક્ષાદળના જવાનો જ અમરનાથ ગુફાની આસપાસ તહેનાત હતા.

આ વર્ષે 28 જૂનથી 22 ઓગષ્ટ સુધી અમરનાથની યાત્રા શરૂ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે સતત બીજા વર્ષે અમરનાથની યાત્રા સ્થગિત કરી દેવાઈ હતી. બાબા અમરનાથની પવિત્ર ગુફા પહલગામથી 46 કિલોમીટર દૂર છે જ્યારે બાલતાલથી 14 કિલોમીટર દૂર છે. અમરનાથની ગુફામાં દર વર્ષે કુદરતી રીતે બરફનું શિવલીંગ આકાર પામે છે. ભોગોલિક કારણોસર અમરનાથની ગુફા પાસે અવારનવાર હવામાનમાં ફેરફાર થતા રહે છે. ઊચાઈ ઉપર આવેલ હોવાને કારણે અમરનાથમાં હવામાં ઓક્સિજન પ્રમાણ ઓછુ હોય છે. અમરનાથની યાત્રા પર્વતીય વિસ્તાર ભૂસ્ખલન અને વરસાદનુ જોખમ અવારનાવર આવતુ રહે છે.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">