રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2022 : ભારતમાં 11 મેના રોજ શા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે??

|

May 11, 2022 | 9:55 AM

ભારતમાં દર વર્ષે આજે એટલે કે 11 મેના રોજ 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ' (National Technology Day) ઉજવવામાં આવે છે. કારણ કે, આજના દિવસે 1998માં આપણા દેશે પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2022 : ભારતમાં 11 મેના રોજ શા માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે??
National Technology Day 2022 (File Photo)

Follow us on

આપણે મેળવેલી મહાન આઝાદી (Independence) પછી, ભારતે (India) જે ક્ષેત્રોમાં મોટો વિકાસ અને અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ છે, તેમાંનું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. (Science & Technology) આ ક્ષેત્રની વિવિધ પ્રગતિ સાથે, ભારત આવનારા ભવિષ્યમાં સંભવિત મહાસત્તા છે તેવા દેશોની યાદીમાં આગળના માર્ગે છે. ભારત 11 મેના રોજ એટલે કે આજના દિવસે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની એટલે કે ‘National Technology Day’ની ઉજવણી કરે છે. કારણ કે, આજના દિવસે 1998માં ભારતને પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોમાં સફળતા પ્રાપ્ત થઇ હતી.

પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ વિશેનો ઇતિહાસ

વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિમાં ભારતની સફરમાં સૌથી નિર્ધારિત સીમાચિહ્નો પૈકી એક છે, રાજસ્થાનના પોખરણ ક્ષેત્રમાં 1998માં કરવામાં આવેલ સફળ પરમાણુ પરીક્ષણો. ભારતના તત્કાલિન વડા પ્રધાન અટલ વિહારી બાજપાઈએ ભારતને સ્વતંત્ર પરમાણુ શક્તિ બનાવવાના આ મહાન મિશનનું નેતૃત્વ કર્યું હતું. આ અભ્યાસ ‘પોખરણ-2’ તરીકે ઓળખાય છે. 11 મે, 1998ના રોજ સફળ પરમાણુ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા.

આ અભ્યાસ અંતર્ગત, વૈજ્ઞાનિકો, સંશોધકો અને એન્જિનિયરોની એક સમર્પિત ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેણે ભારત માટે રાત દિવસ જોયા વિના કાર્ય કર્યું હતું. આ મિશન ખુબ જ ગુપ્ત હતું, કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટીકા -ટિપ્પણી આકર્ષવા માંગતું ન હતું.

Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
Canada Citizenship : કેનેડાની નાગરિકતા કેવી રીતે મળે છે ?

પોખરણમાં, આ પરમાણુ પરીક્ષણો ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં હાથ ઘરવામાં આવ્યા હતા. સફળ પરીક્ષણ કરવા માટે શ્રેણીબદ્ધ 5 એટમ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જેમાં, ભારતના ‘મિસાઈલ મેન’ તરીકે સુપ્રસિદ્ધ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ પોખરણ પરીક્ષણોના સ્ટાર માર્ગદર્શક હતા.

આ સફળ પરીક્ષણ પૂર્ણ કર્યા પછી, ભારતના તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણુ રાજ્ય જાહેર કર્યું હતું. આ મિશનનો કોડ ‘ઓપરેશન શક્તિ’ હતું. વૈશ્વિક સ્તરે ‘પરમાણુ ક્લબ’ના અન્ય 5 વર્તમાન સભ્યોએ તેના પ્રચારનો વિરોધ કર્યો હતો. તેથી આ મિશન એક ખાસ કોડ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાનગી મિશનની સફળતાને ભારતની વૈજ્ઞાનિક સફળતાની સફરમાં ખરેખર એક મોટો સીમાચિહ્ન માનવામાં આવે છે.

આજથી 2 દાયકા પહેલાં, આ મિશન હાથ ધરવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ નહોતું. પોખરણ પરમાણુ પરીક્ષણો દરમિયાન જે સંજોગો હતા, તેની સફળતાએ દેશનું માન સન્માન વિશ્વસ્તરે વધારી દીધુ હતું.

ભવિષ્યમાં, આગામી તકનીકી અને વૈજ્ઞાનિક કામગીરીમાં સમાન સ્તરે અને સફળતાની વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાના વિઝન સાથે, ભારત આજે એટલે કે 11 મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસની ઉજવણી દેશભરમાં કરે છે.

 

Published On - 9:55 am, Wed, 11 May 22

Next Article