NASAનું ભવિષ્ય ભારતીય મૂળની ભવ્યા લાલના હાથમાં, એજન્સીના કાર્યકારી વડા તરીકે નિમણુક

મૂળ ભારતની અમેરિકન ભવ્યા લાલની 1 ફેબ્રુઆરીએ નાસા દ્વારા યુએસ સ્પેસ એજન્સીના (NASA) કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી.

NASAનું ભવિષ્ય ભારતીય મૂળની ભવ્યા લાલના હાથમાં, એજન્સીના કાર્યકારી વડા તરીકે નિમણુક
ભવ્યા લાલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 02, 2021 | 10:09 AM

યુનાઇટેડ સ્ટેટ્સમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બીડેન દ્વારા નાસાના(NASA) ફેરફાર અંગેની સમીક્ષા ટીમમાં ભવ્યા લાલ સભ્ય છે. તેમજ બાયડેન સરકાર અંતર્ગત આવતી એજન્સીમાં ફેરફારો અંગેના કાર્યોની દેખરેખ રાખે છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભાવ્યાને એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો વિશાળ અનુભવ છે. ભવ્યા સ્પેસ ટેકનોલોજી અને નીતિ સમુદાયના સક્રિય સભ્ય પણ છે. મૂળ ભારતની અમેરિકન ભવ્યા લાલની 1 ફેબ્રુઆરીએ નાસા દ્વારા યુએસ સ્પેસ એજન્સીના (NASA) કાર્યકારી વડા તરીકે નિમણૂક કરવામાં આવી.

શિક્ષણ ભવ્યા લાલે પરમાણુ વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયંસ અને માસ્ટર ઓફ સાયંસની ડીગ્રી મેળવેલી છે. તેમેજ તેઓ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સાર્વજનિક નીતિ અને સાર્વજનિક વહીવટમાં ડોક્ટરની પદવી મેળવી ચૂક્યાં છે.

ઉપલબ્ધી ATPIનો ભાગ બન્યા પહેલા ભવ્યાએ C-STPS LLCના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. આ વાલ્થમ, મૈસાચુસેટસમાં એક વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક નીતિ અનુસંધાન અને પરામર્શ ફરમ છે. આ પહેલા તેઓ કેમ્બ્રિજ, મૈસાચુસેટસમાં એબટ એસોસિએટ્સ ઇંકમાં સેન્ટર ફોર સાયંસ એન્ડ ટેકનોલોજી પોલીસી સ્ટડીના નિયામક તરીકે કાર્યરત હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

અનુભવ આ અગાઉ તેઓ નાસાના ઘણા પ્રોગ્રામોમાં જોડાયેલા હતા. અગાઉ તેઓ નાસાના પ્રસિદ્ધ પ્રોગ્રામ ઇનોવેટીવ એડવાન્સ કોન્સેપ્ટસ પ્રોગ્રામ અને નાસાની એડવાયઝરી કાઉન્સિલના ટેકનોલોજી, ઇનોવેશન એન્ડ એન્જિનિયરિંગ કમિટીના એક્સટર્નલ કાઉન્સિલ મેમ્બર રહી ચૂક્યા છે.

ભવ્યા પાંચ રાષ્ટ્રીય એકેડેમી ઓફ સાયંસ, એન્જિનિયરિંગ અને મેડિસિન (એનએએસઇએમ) સમિતિમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. જેમાંથી એક છે સ્પેસ ન્યુક્લિયર પ્રોપલ્શન ટેક્નોલોજી, જે 2021 માં રજૂ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">